Book Title: Harshcharitna Sanskrutik Adhyayannu Avalokana Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ દર્શન અને ચિંતન અધ્યયન માનવીય સંસ્કૃતિને, તેમાંય ખાસ કરી ભારતીય સંસ્કૃતિને, ઉકેલવાની આંખ અર્જે છે. એ કેવી રીતે આંખ આપે છે તેના કેટલાક દાખલાઓ અહીં પ્રસ્તુત પુસ્તકમાંથી ટાંકવા વિશેષ રસપ્રદ થઈ પડશે. - ડો. અગ્રવાલે જે એક સ્વાનુભવ રજૂ કર્યો છે અને જે સર્વીશે સત્ય છે તે એ છે કે બાણને અજ્ઞાત અને અસ્કુટ અર્થોને યથાવત સમજવાની ચાવી ભારતીય કલાની પ્રાપ્ત સામગ્રીમાંથી તેમને મળી છે. એ જ રીતે એમને એ અનુભવ પણ તદ્દન સાચું છે કે કાવ્ય અને કળાઓ એ બન્ને એકબીજાને અર્થે યા ભાવ ફુટ કરે છે. કાવ્યને ગૂઢ અર્થ ચિત્ર, શિલ્પ અને થાપત્યના નમૂનાઓથી ઘણી વાર બહુ જ સ્પષ્ટપણે ઉકેલાય છે, તે કેટલીક - વાર એવી કળાઓનો ભાવ સમજવામાં કાવ્યનું વિશદ વર્ણન પણ મદદગાર બને છે. કાવ્ય હોય કે કળાઓ, છેવટે એ બધું લેકજીવનમાંથી જ ઉદ્દભવે છે અને એમાં જીવનનાં જ સત્યો પ્રતિબિંબિત થાય છે. સાચે કવિ અને સાચે કળાકાર પોતે પોતાની કૃતિઓમાં જીવનનાં જ પાસાંઓ પિતાની કલ્પનાશક્તિ પ્રમાણે આલેખે છે. એટલે કવિએ પોતાના કાવ્યમાં જે જીવન શબ્દબહ કર્યું હોય તે જ જીવન ચિત્રકાર પિતાના ચિત્રોમાં, શિ૯૫કાર પાષાણું ધાતુ આદિ ઉપરનાં પિતાનાં શિલ્પમાં, પતિ પિતાના ભવનનિર્માણમાં – એમ વિવિધ રીતે અંકિત કરે છે. કાલિદાસ અને બાણ વગેરે કવિઓએ જીવનમાંથી જે સમૃદ્ધિ પિતપિતાનાં કાવ્યમાં કવિકૌશલથી વર્ણવી છે તે જ મૃદ્ધિ તક્ષશિલા, અજંતા વગેરેના કલાકારોએ પિતાપિતાની કળામાં મૂર્ત કરી છે. તેથી જ શ્રીયુત અગ્રવાલને બાણુના અનેક અજ્ઞાત અને અસ્કુટ અભિપ્રાયે ફુટપણે દર્શાવવામાં તે તે કાળના ઊંડા અભ્યાસે કીમતી મદદ આપે છે. આ મુદ્દાને સમજવા અર્થે જ તેમનાં લખાણોમાંથી, ઉપર સૂચવ્યા મુજબ, કેટલાક દાખલાઓ અત્રે આપ્યા છે. પાંચમ ઉદ્ઘાસમાં વર્ણન છે કે રાજમહિષી યશોમતી જ્યારે એના પતિ પ્રભાકરવર્ધનને મરણુકાળ નિશ્ચિત જુએ છે ત્યારે તે અનુમરણ-સતી થવાની પૂરી તૈયારી કરે છે. એટલામાં પુત્ર હર્ષવર્ધન આવી ભેટે છે અને માતાને સતી થવાના નિશ્ચયથી રિકવા પગમાં પડે છે. માતા ગદગદ થઈ પુત્રને નિશ્ચય અ. આવતાં વારે છે. તેમ કરતાં તેની આંખે આંસુભીની હોવાથી તે પાસે પડેલ એક હંસની આકૃતિવાળા પાત્રમાંથી મોટું ધોવા પાણું લે છે. એ પાત્ર છે રૂપાનું અને તે એક તામ્રજ્ય સુન્દર પૂતળી ઉપર રાખેલું છે. એ પૂતળી એક વર્ષની સુન્દર કન્યાની આકૃતિ ધરાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14