Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 10
________________ ધર્મક્રિયાનું ટોનિક ડૉક્ટર, એક એજીનિયર અને એક વાણિયો એમ ત્રણ મિત્રો ત્યાં આવ્યા. શરત જાણી ત્રણેએ બબ્બે બંડલ ઉઠાવ્યાં. પણ જયારે ઉપર પહોંચ્યાં ત્યારે પણ વાણિયા પાસે થોડા રૂપિયા બચ્યા હતા. ડૉક્ટર અને એજીનીયર તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. વાણિયાએ બન્નેને પૂછયું “બોલો, નિયમપાલનમાં મેં કોઈ ગરબડ કરી નથી તો આ પૈસા કઈ રીતે બચાવ્યા, કહેશો ?” ડૉક્ટર અને એન્જનિયર તો માથું ખંજવાળતા રહ્યા....માલું આમાં તો કોઈ રીતે પૈસા બચાવી લાભ ખાટી શકાય એવું લાગતું નથી, તો આણે શી રીતે બચાવ્યા ?” “ભઈલા ! તે શી રીતે બચાવ્યા ? એ તું જ બતાવ ?” બન્નેએ વાણિયાને પૂછયું. અરે ! આમાં શું છે ? નિયમ શું છે ? પાસે જેટલાં બંડલ હોય એટલા એટલા રૂપિયા મૂકતા જવાનું. જેટલાં બંડલ લીધાં હોય એટલા એટલા નહીં. મારી પાસે પહેલાં બે બંડલ હતાં. એટલે મારે બબ્બે રૂપિયા મૂકવાના હતા. મેં એક જ બંડલમાંથી બબ્બે રૂપિયા મૂકવા માંડ્યા. એટલે પચાસમે પગથિયે સો રૂપિયા મૂકાઈ ગયા. પછી મારી પાસે એક જ બંડલ રહ્યું. એટલે મેં બીજા પચાસ પગથિયે એક એક રૂપિયો મૂક્યો. તેથી મારી પાસે પચાસ રૂપિયા બચી ગયા !” વાણિયાએ પોતાની ચતુરાઈ પ્રકટ કરી. આ વણિકબુદ્ધિ છે. એમ વણિકવૃત્તિ પણ કેવી ? ૯૫ માર્કસ સાથે ગણિતમાં પ્રથમ આવેલો છોકરો ઈનામની ઇચ્છાથી પિતાને પરિણામ દેખાડવા આવ્યો. રિઝલ્ટ પિતાના હાથમાં મૂકી આશાભરી નજરે પિતાની સામે જોવા લાગ્યો. પણ જેવું તે જોયું કે તરત એ વણિકપિતાએ પુત્રને એક લાફો લગાવી દીધો. - “અલ્યા મૂરખ ! પંચાણું જ ?' અરે પિતાજી ! આખા વર્ગમાં મને હાઈએસ્ટ છે. જુઓ તો ખરા, સોમાંથી પંચાણું.” ‘તે તું વાણિયાનો દીકરો છે કે કોણ છે ? વાણિયાનો દીકરો તો સોના એકસો પાંચ કરે કે પંચાણું ?” હા, આ વણિકવૃત્તિ છે. એ સર્વત્ર સોના એકસો પાંચ કરવા ઇચ્છે. તેથી ધર્માનુષ્ઠાનોમાં લાખના પાંચમાં સંતોષ માનનારા આપણી વણિકબુદ્ધિ અને વણિકવૃત્તિ ક્યાં ચાલી જાય છે ? એ પ્રશ્ન ઊભો * ૨ ૧લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 178