Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar Prakashan View full book textPage 8
________________ શ્રી અહં નમઃ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીરસ્વામિને નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત્ જયશેખરસૂરીશ્વરેભ્યો નમઃ હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં... 1. ધર્મક્રિયાનું ટોનિક એક સગૃહસ્થે સ્વપુત્રને ગણિતમાં નબળો જાણી ટ્યૂશન રખાવ્યું. શિક્ષક રોજ ઘરે ભણાવવા આવતા. બે મહિના થયા. પિતાને વિચાર આવ્યો કે લાવ, જોઉં તો ખરો કે શિક્ષક કેવું ભણાવે છે ? પુત્ર ગણિતમાં કેટલો હોંશિયાર થયો ? ટીચરની સામે જ ચિન્ટુ બેઠો હતો અને પિતાજી આવી ચડ્યા... ‘બોલ ચિન્ટુ ! ૬+૬ કેટલા થાય ?’ ‘વેરી વેરી ઈઝી, પિતાજી, ૬+s = ટેન !' આ સાંભળ્યું શું ? ને પિતાજીનું બોઈલર ફાટ્યું, ટીચર પર તૂટી જ પડ્યા... ‘માસ્તર સાહેબ ! આ શું શીખવ્યું તમે ?’ ‘આટલા આકળા ન થાવ.' શિક્ષકે શાંતિથી કહ્યું, ‘તમારો પુત્ર પ્રગતિના માર્ગે જ છે.' ‘શું રાખ ને ધૂળ પ્રગતિના માર્ગે છે ?' ‘ના ના, સાચે જ પ્રગતિના માર્ગે છે. બે મહિના પહેલાં તમારો પ્રિન્સ ૬+૬=૮ કહેતો હતો, હવે ૧૦ કહે છે, હજુ બે મહિના જવા દો, બાર કહેતો થઈ જશે.' કહેવાની જરૂર નથી કે એ શિક્ષકને પાણીચું મળી ગયું. વિદ્યાર્થીની જ્ઞાનશક્તિ રોજ-બરોજ વધવી જોઈએ. જે ભણતર અજ્ઞાનનો નાશ કરતું ન હોય-જ્ઞાનની વૃદ્ધિ કરતું ન હોય તેના સેંકડો કલાકોની પણ કોઈ કિંમત નથી. આ માત્ર ભણતરની જ વાત નથી. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં નજર નાખો, આ જ જોવા મળશે. માણસ વેપારમાં માત્ર ટર્ન ઓવરને નથી જોતો, કિન્તુ એનાથી દારિત્ર્યનાશ કેટલો થયો ? નફો કેટલો થયો ? બેંક બેલેન્સ કેટલી વધી ? એને જ પ્રાધાન્ય આપે છે. રોગીને સંતોષ ખાધેલી ટેબ્લેટ્સની સંખ્યા પર નથી હોતો, પણ રોગનાશ-આરોગ્યવૃદ્ધિ પર જ હોય છે. આ બે જો ન થયા હોય તો, ખાલી સ્ટ્રીપ્સથી ઊભરાઈ ગયેલ વેસ્ટ બૉકસ ચિંતાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 178