________________
૧૦
આવ્યા છે. તે દૃષ્ટિએ પ્રકસિણની ગોઠવણી પણ અભ્યાસીના. અભ્યાસને અનુકૂળ પડે તેમજ વ્યાકરણ વિષયક સમજ આવતી જાય તે રીતે ક્રમબદ્ધ કરવામાં આવી છે. એ કારણે પૂર્વાર્ધમાં શબ્દ વિષયક, પંચસંધિ, પરિભાષા, પલિંગ, સ્ત્રી પ્રત્યય, કારક, સમાસ, તદ્ધિત આદિ, ઉત્તરાર્ધમાં આખ્યાત વિષયક દશગણુ, સનત્તાદિ પ્રક્રિયા, કૃદંત આદિ તે રીતે પ્રકરણ ન ગોઠવતાં પંચ સંધિ, ષલિંગ પૂર્ણ થયા. બાદ આખ્યાતાદિ અને કૃદંત વિગેરે તેમજ છેલ્લે કંઈક ' વિશેષ ખ્યાલ આવતાં કારક, તદ્ધિત, સ્ત્રી પ્રત્યય, સમાસ અને પરિભાષા વિગેરે પ્રકરણે લેવામાં આવ્યાં છે. પ્રકરણ બાહુલ્ય
પ્રકરણે પણ બનતા પ્રત્યને લગભગ બધાં જ બૃહ-. સ્ત્રક્રિયામાં છે તે આવરી લીધાં છે. જેથી અભ્યાસીને બધી પ્રક્રિયાને ખ્યાલ આ પુસ્તકથી આવી જાય અને સવિશેષ જાણકારી મેળવવાજ બૃહદવૃત્તિને અભ્યાસ કરવાનું રહે. તેથી લઘુ પ્રક્રિયામાં ત્યાઘનમાં ત્યાઘર્થ, પરમપદ-આત્મનેપદ પ્રક્રિયા સ્યાદ્યત્તમાં પણ સમાસાશ્રય, એકશેષ વિગેરે જે પ્રકરણ નહોતાં તે સર્વ આકર ગ્રંથને આધારે અહીં લેવામાં આવ્યાં છે. કારક-સમાસ પ્રકરણની મૌલિકતા
કારક પ્રકરણમાં પ્રથમ દ્રિતાદિ સર્વ કારકના. અર્થની સરળ સ્પષ્ટ સમજ આપવામાં આવી છે. જેથી સાતેય વિભકત્યર્થનું હાર્દ સમજમાં આવે અર્થની સ્પષ્ટતા માટે ક્યારેક વિશિષ્ટ કારિકાઓનો પણ ઉલ્લેખ કરવામાં