________________
૧૩
મેટા સર્વ કાર્યમાં મુનિશ્રી શ્રીચંદ્ર વિ. મ. તથા મુનિશ્રી કુલચંદ્ર વિ. મ. આદિ સાધુ ભગવંતેએ સારી એવી જહેમત ઉઠાવી. પં. શ્રી કપૂરચંદ આર. વારૈયાએ પ્રેસકેપીનું કાર્ય કરી આપ્યું. અને મુદ્રણનું કાર્ય “જીગી પ્રિન્ટસ”ના ઉત્સાહી કાર્યકર શ્રી જીતુભાઈ બી. શાહે સહાનુભૂતિ પૂર્વક ઝડપી કરી આપ્યું. શેઠ શ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી જેનવાડી ઉપાશ્રય ટ્રસ્ટને પૂર્ણ આર્થિક સહગ. -
આ પુસ્તક સંપૂર્ણ તૈયાર થતાં તેના પ્રકાશન માટે વિચારી રહ્યા હતા તેવા સંયોગોમાં સૂરતમાં સામુદાયિક ૪૦૦ સિદ્ધિતપના ઉદ્યાપનના મહોત્સવ પ્રસંગે આ પુસ્તક શેઠ શ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ તરફથી પ્રકાશિત કરવા પૂ ગુરુદેવશ્રી પ. પૂ. આ.શ્રી. વિજય અશોકચંદ્ર સૂરીશ્વરજી મહારાજે પ્રેરણા કરતાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તે વાત સહર્ષ સ્વીકારી લીધી અને તેના ફળ રૂપે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. ' , અને છેલ્લે....
સંસ્કૃત વ્યાકરણ અને તેમાંય સિદ્ધિહેમની પ્રક્રિયાને વિશેષ ખ્યાલ સરળતાથી આવે તે જ આ “હેમ નૂતન લઘુ પ્રક્રિયા પ્રકાશિત કરવાને ઉદ્દેશ છે. અભ્યાસીઓ આ પુસ્તકને સવિશેષ ઉપયોગ કરી યત્કિંચિત્ પણ કરેલ. પ્રયત્નને સાર્થક બનાવે તેજ અભિલાષા સાથે આ.શ્રી વિ. અશોકચક્ર સૂરિ પાદરેણુ.
ગણિ સેમચંદ્ર વિજય.