________________
ધન કરી ગ્રંથનું નામ તે જ રાખી પ્રકાશન કરવાથી તેના મૂળ કર્તા–મહેપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મને અન્યાય થાય તેથી તેમાં “નૂતન” શબ્દને ઉમેરો કરી તેને જ આગવું સ્વરૂપ આપી વ્યવસ્થિત સંકલન આ નૂતન પ્રક્રિયમાં કરવામાં આવ્યું છે. પં. શ્રી ચંદ્રશેખરજી ઝાને પ્રશસ્ય પ્રયાસ
ગ્રંથ સંકલનનું કાર્ય કંઈ વિચારીએ એટલું સરળ -નહેતું. સિદ્ધહેમના પઠન પાઠનને જેમને બહોળો અનુભવ હૈય, પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ સર્વ સૂત્રો જેમના ખ્યાલમાં હોય અને હિમ વ્યાકરણની પ્રક્રિયા-હસ્તગત હોય તેવા વિદ્વાન વૈયાકરણ જ આ કાર્ય કરી શકે. જોગાનુજોગ છેલ્લા કેટલાય વર્ષોથી જૈન સમાજમાં જ્ઞાન પિપાસુઓની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરનાર વિદ્વમૂર્ધન્ય, પંડિત વર્ય શ્રી ચંદ્રશેખરજી ઝા હૈમ વ્યાકરણને અભ્યાસ કરાવતાં અવારનવાર જણાવતા કે આ પ્રક્રિયાનું વિદ્યાર્થીને ઉપયોગી નીવડે તે રીતે સંકલન થાય તે ખૂબ જ લાભદાયી બને પણ એ કાર્ય તેમના સિવાય કેણ કરી શકે? તેથી ૫. પૂ. આ.શ્રી. વિજય ચંદ્રોદયસૂરિજી મ. ની સતત પ્રેરણાને લક્ષ્યમાં રાખી પૂર્વોક્ત પંડિતજીએ નાદુરસ્ત તબીયત અને બુઝર્ગ વયે પણ એ કાર્ય ઉપાડી લીધું અને જાણે પોતાના પ્રાણુ ન પૂર્યા હોય તેમ સાંગોપાંગ પૂર્ણતાને પમાડયું. નૂતન પ્રક્રિયાની વિશિષ્ટતા
સંસ્કૃત વ્યાકરણના પ્રાથમિક અભ્યાસીને અનુલક્ષી આ પ્રક્રિયા તૈયાર થઈ છે તેથી વ્યાકરણ વિષયક સર્વ *હકીકત સરળતાથી સમજાય તેને પૂર્ણ ખ્યાલ રાખવામાં