Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ મહારાજશ્રી રચિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન'ના પ્રવેશદ્વારરૂપ સંસ્કૃત-ભાષાના અભ્યાસક વર્ગ રૂચિને ઉત્તેજક પ્રસ્તુત પ્રવેશિકાનો દ્વિતીય ભાગ તેના યોજક પંડિત શ્રી શિવલાલભાઈએ પરિશ્રમપૂર્વક તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો છે. ડૉ. ભાંડારકરની માર્ગોપદેશિકા કે મન્દિરાન્તઃ પ્રવેશિકા કરતાં સુગમ, સરળ તથા સહજગ્રાહ્ય થઈ શકે તેવી પદ્ધતિપૂર્વક આ ગ્રંથની સંકલના કરવામાં આવી છે. ભાંડારકરની બે પુસ્તકો કરતાં આ પ્રવેશિકાના પ્રથમા તથા દ્વિતીયાના બે પુસ્તકોમાં સંસ્કૃત-ભાષાના અભ્યાસીને સરલતાપૂર્વક બોધ થઈ શકે તેવી પદ્ધતિએ આ ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમામાં ૫૧ પાઠો છે. વાક્યો, શબ્દો, ધાતુઓ ઈત્યાદિની યોજના સુગમતાથી થઈ છે. આ પુસ્તકમાં હેમશબ્દાનુશાસનનો અભ્યાસ કરવાની રૂચિવાળાને કે સંસ્કૃત ભાષાના અભ્યાસક વર્ગની રૂચિને પાણી અને સંતોષી શકે તેવું સાહિત્ય સુંદર રીતે રજુ થયું છે. જૈન સમાજના પ્રત્યેક અભ્યાસી વર્ગને કે શિક્ષણના વિષયમાં રસ લેનાર વર્ગને એકજ કહેવાનું રહે છે કે પૂ.પાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના પગલે પગલે તેઓશ્રીની કૃતિના અઘતન રૂપાંતરરૂપ પ્રસ્તુત ગ્રંથના અધ્યયન-અધ્યાપનમાં સર્વ કોઈ રસ લે, અને આવા ગ્રંથો શીધ્રાતિશીધ્ર નૂતન આવૃત્તિ પામે' એ કહેવા ફરી ફરી દિલ થયા કરે છે. ગૂર્જરભૂમિના એક મહાન સુપુત્ર તથા સમસ્ત સંસારના વિશ્વવંદ્ય જ્યોતિર્ધરની સાહિત્યિક કૃતિને બાલભોગ્ય શૈલીમાં ગૂર્જરભાષામાં સંકલિત કરનારી આ પ્રથમા તથા મધ્યમાને ગૂર્જરદેશના અભ્યાસકો સમસ્ત ભારતમાં પ્રચાર કરવા સજ્જ બને, તે આવશ્યક છે. સમાજ હજુ સવિશેષપણે આ બંને ગ્રંથોને દરેક રીતે - સક્રિયપણે આવકારે એ આશા અસ્થાને નહિ ગણાય!

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 273