________________
પ્રભાવ પ્રબળ હતો. તેનું તેજ આકર્ષણ હતું. તેની મીઠાશની અસર જાદુઈ હતી. ધીમે ધીમે ફરીથી તેના પઠનપાઠનમાં વેગ આવ્યો છે. હાલમાં, ત્યાગી કે ગૃહસ્થી અનેક અભ્યાસીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છે અને ભાષાના અભ્યાસમાં વિશેષ વેગ આવતો જણાય છે.
સંસ્કૃતભાષાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, તે મહાવ્યાકરણમાં અને સંસ્કૃત ભાષામાં સરળતાથી રસપૂર્વક પ્રવેશ કરી શકે અને ટુંક સમયમાં સંસ્કૃત ભાષાનો સારો અભ્યાસ કરી શકે તે માટે તે વ્યાકરણને અનુલક્ષીને સરળ અને રસમય પ્રવેશિકાઓ લખવાનો વિચાર મને આવ્યા કરતો હતો.
આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા મેં મારી ઈચ્છા કેટલાક અભ્યાસી જૈનમુનિ મહાત્માઓ અને બીજા વિદ્વાનો પાસે વખતો વખત વ્યક્ત કર્યા કરી. તેઓની હાર્દિક પ્રેરણા અને મારા ઉત્સાહને પરિણામે હાલ જે કાંઈ અલ્પ ફળ આવ્યું છે, તે આપ સર્વના હાથમાં મૂકીને હું આજે કાંઈક આનંદ અનુભવું છું.
આ હૈમ-સંસ્કૃત-પ્રવેશિકાનો આ સ્વરૂપાવતાર, પરમ પૂજ્ય પરમ તપસ્વી શાન્ત મહાત્મા પંન્યાસ પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીની અસાધારણ કૃપાદૃષ્ટિ, પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખનું સાંસ્કારિક માર્ગદર્શન પંડિતજી વર્ષાનન્દધર્મદત્તજી મિશ્ર વ્યાકરણાચાર્યજીની વ્યાકરણ સંબંધિ સ્કૂલનાઓ સામે લાલબત્તી ધરવાની તત્પરતા વિગેરે તત્ત્વોનો ઋણી છે.
| વિદ્યાર્થીઓઃ અધ્યાપકો તથા વિદ્વાનોની નજરમાં જે જે ખલનાઓ અને કરવા યોગ્ય છે જે વિશેષ સૂચનાઓ જોવામાં આવે તે સર્વ તેઓ સહૃદયભાવે અવશ્ય સૂચવશે એવી આશા સાથે વિરમું છું.
પાટણ (અણહિલપુર)
શિવલાલ નેમચંદ શાહ
૧૧