Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ -: પ્રસ્તાવના : ભારતવર્ષની અને એકંદરે સમગ્ર જગતની દેશભાપા જયારે જુદા જુદા સ્વરૂપવાળી પ્રાકૃત ભાષા પ્રાયઃ રહી છે. ત્યારે શાસ્ત્રીય રીતે વિવિધ વિજ્ઞાનો રજુ કરવા માટેની ભાષા આખા દેશમાં સંસ્કાર પામ્યા પછી સંસ્કૃત ભાષા રહી છે, જેથી કરીને તે ભાષા પણ એક જીવતી જાગતી વિશ્વની વિશિષ્ટ ભાષા છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અગાધ શબ્દ ભંડોળમાં ભારત દેશની મહાનું આર્ય પ્રજાની આધ્યાત્મિક મહા-સંસ્કૃતિના આદર્શ ઉપર રચાયેલા માનવ જીવનના પ્રત્યેક અંગ-પ્રત્યંગને લગતી તમામ ગંભીર પરિભાષાઓ સંકળાયેલી છે. સંસ્કૃત ભાષાનું સાહિત્ય જેમ વિપુલ છે, તેજ પ્રકારે માનવી હૃદય ઉપર તેનો પ્રભાવ પણ એવો જ તેજસ્વી છે, માનવહૃદયની ભક્તિનો પ્રવાહ પણ તેના તરફ સદાયે વહેતો જ રહ્યો છે અને રહેશે. માનવી-બુદ્ધિને ગ્રાહ્ય એવો કોઈ પણ વિષય નથી કે જેને લગતું વાભય એ ભાષામાં ન હોય શિલ્પ: જયોતિષઃ સંગીતઃ વૈદ્યકઃ નિમિત્તઃ ઈતિહાસઃ નીતિઃ ધર્મ અર્થ તત્ત્વજ્ઞાનઃ વ્યવહાર અધ્યાત્મ વિગેરેને લગતા વિવિધ કર્ણક અનેક ગ્રન્થો એ ભાષામાં હતા અને આજે પણ મોટા પ્રમાણમાં મળી આવે છે. આ રીતે રોજના જીવન સાથે સંપર્ક ધરાવતા વિષયો ઉપરાંત પ્રાચીન સાહિત્ય સંશોધનઃ પ્રાચીન શોધખોળ: ભાષા વિજ્ઞાનઃ તુલનાત્મક ભાષા શાસ્ત્ર વિગિરેના અભ્યાસ માટે પણ આ ભાષાના અભ્યાસની આવશ્યકતા હજુ એવીને એવી જ ઉભી રહી છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષા ભારત સંસ્કૃતિનો જ પ્રાણ છે, એમ નહિ, પરંતુ બહુ જ ઉંડા ઉતરીને વિચારીએ તો “વિશ્વભરના માનવ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 273