Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ જીવનનો પણ એ પ્રાણ છે.’’ એમ કહેવું એ વધારે ઉચિત અને સત્યપૂર્ણ છે. ઉત્તર અને પૂર્વ ભારતમાંથી સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ મધ્ય ભારત અને માળવા પ્રદેશમાં જણાયા પછી, છેલ્લા હજાર વર્ષના ગાળામાં ગુજરાતનો પ્રદેશ પણ તેમાં ખૂબ ખૂબ સમૃદ્ધિ ઉમેરે છે. કલિકાલ સર્વજ્ઞ મહાન્ જૈનાચાર્ય શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજના વખતથી તો સાગરમાં જેમ ભરતી આવે તેમ એકાએક સંસ્કૃત શિષ્ટ સાહિત્યની રચનામાં ભરતી જ આવે છે. એ સોલંકીઓ (ચૌલુક્ય)નો રાજ્યકાળ હતો. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન નામના પ્રસિદ્ધ વ્યાકરણની રચના પણ એ કાળમાં જ (ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં) થઈ છે. સંસ્કૃતઃ પ્રાકૃતઃ શૌરસેનીઃ માગધીઃ પિશાચીઃ અપભ્રંશઃ એ છ ભાષાના નિયમોથી ભરપૂર અષ્ટાધ્યાયીમય તત્ત્વપ્રકાશિકા પ્રકાશ મહાર્ણવ ન્યાસ સાથે, એક જ વર્ષમાં એકલે જ હાથે કલિકાલ સર્વજ્ઞ પ્રભુએ એ મહાવ્યાકરણ તૈયાર કર્યું હતું. વિશ્વ વાડ્મયના આભરણ તુલ્ય એ મહાવ્યાકરણને મહારાજા સિદ્ધરાજ જયસિંહે પોતાના પાટનગર પાટણ (અણહિલપુર)માં રાજ્યના જ્ઞાનકોશાગારમાં બહુમાનપૂર્વક સ્થાપિત કર્યું હતું. તે મહાવ્યાકરણને ચાલુ અભ્યાસક્રમમાં દાખલ કરવા માટે-તેની ઘણી નકલો કરાવવામાં આવી હતી અને બીજી પણ અનેક યોજનાઓ પ્રચારમાં મૂકવામાં આવી હતી. કાકલ નામના અને કાયસ્થ વિદ્વાન્ અધ્યાપકે તેનો અભ્યાસ કરાવવામાં અથાગ પરિશ્રમ ઊઠાવ્યો હતો. તે વ્યાકરણના અભ્યાસથી ગુજરાત અને દૂરદૂરની ભૂમિ ગર્જી રહી હતી. કાળના વહેવા સાથે ગુજરાત ઉપર ૫રચક્રની અનેક આંધીઓના શ્યામ ઓળા ઉતર્યા, ને તેના અભ્યાસમાં ઘણી મંદતા આવી છતાં તેનો १०

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 273