Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ પરિશ્રમ લીધો છે. તેના પરિપાકરૂપે તેઓની કૃતિ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના વ્યાકરણ ગ્રંથના પ્રવેશદ્વારરૂપે અવશ્ય કાર્યસાધક બની શકશે, તે નિઃસંદેહ છે. ડૉ, ભાંડારકરની માર્ગોપદેશિકા કરતાં નિયમો આદિની રચના સરળતાથી તથા સ્પષ્ટતાપૂર્વક અલ્પબુદ્ધિના અભ્યાસક્રમને પણ સહજ રીતે ગ્રાહ્ય થઈ શકે તે રીતે કરવામાં આવી છે. આજે જૈન સમાજમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ વધતો ચાલ્યો છે, છતાં આ પ્રવેશિકાના પઠન-પાઠનમાં જોઈએ તેટલો રસ હજુ સમાજના સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાવર્ગમાં જાગ્રત થયો નથી, એ આપણાં પોતાના આંગણે રહેલી ઉમદા વસ્તુ પ્રત્યેની આપણી અક્ષમ્ય ઉપેક્ષા દર્શાવે છે, માટે જ ફરી-ફરીને એકજ હકીકત કહેવાની રહે છે કે-જૈન સમાજના પ્રત્યેક સંસ્કૃત ભાષાના અભ્યાસકોએ પોતાના અભ્યાસ માટે આ ગ્રંથનો-પ્રવેશિકાનો જ આશ્રય લેવો જોઈએ અને સંચાલકોએ સંસ્કૃત ભાષાના પ્રાથમિક અભ્યાસ માટે આ પ્રવેશિકાનો જ પ્રચાર કરવો જોઈએ, એ દરેક રીતે જરૂરી છે. કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.ના સિદ્ધહેમવ્યાકરણના પ્રચારને પ્રોત્સાહન આપતા આ પ્રકાશનની પાછળ તેના કર્તા પં. શ્રી શિવલાલભાઈનો પરિશ્રમ ધન્યવાદને પાત્ર છે, ગૂર્જર દેશના ગૌરવસમા પ્રસ્તુત પ્રકાશનના પ્રચારને સર્વ કોઈએ વેગવંતો બનાવવાનાં પોતાના કર્તવ્યને અદા કરવામાં પ્રગતિશીલ રહેવું જરૂરી છે. એ દ્વારા સૂરીશ્વરજીએ કરેલા અમાપ ઉપકારોને સ્મૃતિપથમાં રાખીને કૃતજ્ઞભાવે અંજલી આપી ઋણમુક્ત બનવા સર્વ કોઈએ જાગ્રત થવું જોઈએ. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 273