Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 10
________________ ૬૦૨ કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧ જ્ઞાનસાર જ રીતે પુણ્ય-પાપના ઉદયથી આવેલું સુખ અને દુઃખ એ આ જીવનું પોતાનું છે જ નહીં, પુણ્યપાપ નામના કર્મરાજાની માલિકીનું છે. તો પછી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કેમ કરાય? મધ્યસ્થ જ રહેવું જોઈએ. જ્યારે બીજી વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પાસેથી તેના પોતાના રૂપિયા લઈ જાય ત્યારે બલા ગઈ, ઉપાધિ ગઈ, ભાર નીકળી ગયો, હું ટેન્શનમુક્ત થયો એમ પોતાની વાસ્તવિક પરિસ્થિતિથી સ્વાભાવિક આનંદ પ્રવર્તે છે તેમ પુણ્ય-પાપકર્મ ખપી જતાં, તે સુખ-દુઃખની સામગ્રી દૂર થતાં હાશ, બલા ગઈ, કર્મની ઉપાધિ ગઈ, કર્મનો ભાર નીકળી ગયો, હવે હું જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિના ટેન્શનમાંથી મુક્ત બન્યો. આમ પોતાના આત્માની શુદ્ધ, નિર્મળ, વાસ્તવિક પરિસ્થિતિ પ્રાપ્ત થવાથી તે વિષયનો સ્વાભાવિક આનંદ પ્રવર્તે, જે આનંદ ક્યારેય જાય નહીં, અનંતકાલ રહે. કારણ કે તે આનંદ પરમત્યયિક નથી, સ્વગુણપ્રત્યયિક છે. આવો ઉપદેશ આ અષ્ટકમાં આવે છે. दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य च (न) विस्मितः । मुनिः कर्मविपाकस्य, जानन्परवशं जगत् ॥१॥ ગાથાર્થ-જગત કર્મના વિપાકોદયને પરવશ છે આવું જાણતા મુનિ દુઃખને પામીને દીન થાય નહી અને સુખને પામીને આશ્ચર્યવાળા બને નહીં. ll ટીકા - “દુ: પ્રાપ્ય ન રીઃ રિતિ" નિઃ-તત્ત્વરસિ: સુમસીતા प्राप्य दीनः न स्यात्, कृतभोगे का दीनता ? करणकाले अविचारितकरणेन तद्विपाक ईदृशः । एवञ्च पुनः सुखं सातादि (सुतादि) राज्यैश्वर्यादि प्राप्य विस्मितो न स्यात् । को विस्मयः ? स्वगुणावरणभूते विपाकमिते कर्मणि । जगत्-लोकं कर्मविपाकस्य-शुभाशुभोदयस्य, परवशं-पराधीनं जानन्, सर्वं जगत् कर्माधीनं, इति जानन् तत्त्वज्ञानी कर्मविपाकमवगणय्य तत्त्वसाधने यत्नवान् भवति ॥१॥ વિવેચન - આ સંસારમાં પૂર્વે બાંધેલા કર્મોનો વિપાકકાલ પ્રાપ્ત થતાં સર્વે જીવો પુણ્યના ઉદયકાલે સુખ અને પાપના ઉદયકાલે દુઃખ પામે જ છે અને તેનો વિપાકોદયકાલ પૂર્ણ થતાં તે સુખ અને દુઃખ ચાલ્યાં જાય છે. આયુષ્યકર્મ પૂર્ણ થતાં તે તે ભવ પણ સમાપ્ત થઈ જાય છે. સાંસારિક કોઈ પણ પરિસ્થિતિ કર્મના ઉદયજન્ય હોવાથી ઔપાધિક છે. સાદિ-સાત્ત છે, અનિત્ય છે, તેથી જ આવા પ્રકારના પારમાર્થિક તત્ત્વજ્ઞાનમાં જ રસિક એવા મુનિ દુઃખને પામીને દીન થતા નથી, અસાતાદિ દુઃખ (શરીરમાં રોગ થવા તે અસાતા, પુત્રાદિ પરિવારનો વિયોગ, રાજ્યલક્ષ્મીનો વિયોગ, માન-પ્રતિષ્ઠાનો વિયોગ આવા પ્રકારના

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 301