________________
જ્ઞાનમંજરી કર્મવિપાકચિંતનાષ્ટક- ૨૧
૬૦૭ जातिकुलदेहविज्ञानायुर्बलभोगभूतिवैषम्यम् । दृष्ट्वा कथमिह विदुषां, भवसंसारे रतिर्भवति ? ॥१०२॥
इति । तत्र शुभोदये-ऐश्वर्यादिकाले अनेकाशुभाध्यवसाये परसंयोगोत्पत्तिरूपे, योगिनः-रत्नत्रयीपरिणतस्य का रतिः ? न कापि । उक्तञ्च -
सुभजोगो रइहेऊ, असुहजोगो अरइहेउत्ति । रागो वड्डइ तेणं, अवरो दोसं विवड्ढेई ॥१॥ सिवमग्गविग्घभूया, कम्मविवागा चरित्तबाहकरा । धीराणं समया तेहिं, चायपरिणामओ हवई ॥२॥ इति ॥४॥
વિવેચન :- બીજી અને ત્રીજી ગાથામાં સમજાવ્યું કે પુણ્ય અને પાપકર્મોના વિપાકની રચના ચિત્ર-વિચિત્ર છે. એક દિવસ જે રાજા હોય છે તે જ રાજા બીજા દિવસે ભિખારી પણ થાય છે અને એક દિવસ રંક હોય તે જ રંક બીજા દિવસે છત્રપતિ રાજા પણ થાય છે. આ કર્મનું કંઈ ઠેકાણું નહીં. આ કર્મો જીવને ઊંચી-નીચી પરિસ્થિતિમાં લઈ જાય છે. માટે કવિવર ગ્રંથકારશ્રી કર્મોની આ રચનાને ઊંટની પીઠ સાથે સરખાવે છે. ઘોડાની ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) સમાન હોય છે. જેથી સુખે સુખે બેસી શકાય છે. પરંતુ ઊંટ ઉપરની પીઠ (બેઠકવાળી સીટ) ઊંચી-નીચી હોય છે. એટલું જ નહીં, પરંતુ ચાલે ત્યારે પણ આખું શરીર ઉછાળે એટલે બેસનારના પણ શરીરના સાંધા દુઃખવા આવે, આવી વિષમ પીઠ ઊંટની હોય છે, કર્મની સૃષ્ટિ પણ તેવી જ વિષમ છે. માટે જ્ઞાની યોગી મહાત્માને તેવા પ્રકારના વિપાકોદયમાં પ્રીતિ કેમ થાય ? પુણ્ય-પાપનો ઉદય ક્ષણિક છે, પરાવર્તનશીલ છે. આ જીવને ક્ષણમાત્રમાં ઊંચ-નીચે લઈ જાય છે તેથી તેમાં પ્રીતિ કેમ કરાય?
પુણ્ય-પાપાત્મક કર્મની સૃષ્ટિ (રચના) ઊંટની પીઠની જેમ વિષમ છે, ખાડા-ટેકરાવાળી છે. અર્થાત્ ચડતી-પડતવાળી રચના છે. કયા કારણે વિષમ છે? જાતિ (મોસાળપક્ષ), કુલ (પિતૃપક્ષ) એકભવમાં ઊંચો પણ મળે અને બીજા ભવમાં નીચો પણ મળે, ક્યારેક એક ભવમાં પણ જાતિ અને કુળમાંથી એક પક્ષ ઊંચો મળેલો હોય અને બીજો પક્ષ નીચો મળે, તથા સંસ્થાન એટલે શરીરનો આકાર, ક્યારેક વ્યવસ્થિત અંગ-ઉપાંગની રચનાવાળું શરીર મળે,
ક્યારેક ખોડખાંપણવાળું, લુલા-લંગડા-બહેરા-આદિપણું પણ મળે, વર્ણ એટલે રૂપ, ક્યારેક શરીર સુંદર રૂપવાળું-રૂપાળું પણ મળે અને ક્યારેક કદરૂપું શરીર પણ મળે, સ્વર એટલે કંઠ, ક્યારેક કોયલ જેવો મધુર સ્વર મળે અને ક્યારેક ગધેડાના સ્વર જેવો દુઃસ્વર પણ