Book Title: Gurutattvavinischay Part 1 Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 5
________________ – પ્રકાશકીય નિવેદન શ્રુતજ્ઞાન સુલભ બને તે મહાન આશયથી પરમ પૂજ્ય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીએ અખંડ પરિશ્રમ કરીને સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિન્દી -- આ ચાર ભાષાઓમાં સાહિત્યની રચના કરી છે. તેઓશ્રીએ પદાર્થપરામર્શ યાને દ્રવ્ય-વિચારણું, ચરિત્ર અને ધર્મકથાઓ આદિ પર ‘આગમિક-શૈલીમાં, પરમત- સમીક્ષા, અધ્યાત્મ અને મેગ તથા ન્યાય અને તર્કશાસ્ત્ર આદિ અનેક વિષયે પર તાર્કિક-શૈલીમાં––વિશેષ કરીને નવ્ય ન્યાયની પદ્ધતિએ સંકડે ગ્રંથનું લેખન કરેલ છે. તદુપરાન્ત તેઓશ્રીએ વ્યાકરણ, કાવ્ય, છંદ, અલંકાર આદિ વિષયો પર પણ શાસ્ત્રીય-શેલીમાં મહત્ત્વપૂર્ણ રચના કરી છે. તેઓશ્રીની કૃતિઓમાં ખંડન, પ્રતિપાદન અને “સમન્વય” – ત્રણેય જોવા મળે છે કારણ કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે પોતાના સાંપ્રતકાળને દૃષ્ટિમાં રાખી સાહિત્ય-સર્જન કર્યું છે. જેન-શાસનના આ મહાન તિધરમાં અનેક દર્શન અને વાદના હાર્દને આત્મસાત કરીને તેમાંથી મુક્તિ યુક્ત સમાધાન ખોળવાની અદ્ભુત સમન્વયાત્મક-શક્તિ હતી. તેઓ ભૂતકાળમાં આપણી સમીપ હેવાથી આપણે સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટે તેઓશ્રીનું સાહિત્ય સહાયભૂત થાય એવો સંભવ છે; પરન્તુ આવા પરમ ઉપકારી મહાપુરુષનું વિપુલ સાહિત્ય – મૂળ ગ્રંથ પણ હજી સુધી પૂરેપૂરા પ્રકાશમાં આવી શક્યા નથી. જૈનધર્મ-સાહિત્યના સર્વાંગી ઉત્થાન માટે જે ભવ્ય-પુરુષાથ તેઓશ્રીએ કર્યો છે તેને સમુચિત અભ્યાસ કરવાનું કાર્ય પણ હજી પ્રારંભિક અવસ્થામાં જ છે તે શોચનીય છે. જે આ પ્રેરણાદાયી સાહિત્ય માત્ર મૂળ ભાષાઓમાં જ જળવાઈ રહેશે તો તે સામાન્ય લેકે સુધી પહોંચી શકશે નહીં અને તેને મૂળ ઉદ્દેશ સિદ્ધ થશે નહીં, તેથી એ ગ્રંથના આધુનિક ભાષાઓમાં રુચિપૂર્ણ અનુવાદે પ્રકાશિત થાય તે આ સાહિત્યના પ્રચાર અને પરિશીલન માટે અતિ આવશ્યક છે. તેઓશ્રીના વિપુલસાહિત્યનો લાભ સર્વને મળે તે અમારો હેતુ હેવાથી, સિદ્ધાન્ત મહેદધિ સ્વર્ગસ્થ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર પરમગીતાથ સ્વર્ગસ્થ પરમ પૂજ્ય આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી લલિતશેખરવિજયજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય મુનિ શ્રી રાજશેખરવિજયજી મહારાજ સાહેબે તૈયાર કરેલ “ગુતરવવિનિશ્ચયને ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરીને આ દિશામાં અમારું નમ્ર ગદાન આપતાં અમને અત્યંત આનંદ થાય છે. પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ શાસ્ત્રવિશારદ્ર આચાર્ય મહારાજ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ સૌમ્યમૂતિ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ ધર્યાદિ ગુણભંડાર આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી મહાવીર , મૂ. જૈન સંઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 416