Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ અનુવાદ માટે જરૂરી પુસ્તકો સમયસર પહોંચાડનાર મુંબઈ દાદર આરાધના ભવનના આરાધક શ્રુતપ્રેમી શ્રી ચંદલાલભાઈને અને પંડિત શ્રી નાનાલાલભાઈને તથા અમદાવાદ નિવાસી શ્રી લાલભાઈને પણ કેમ ભૂલી શકું? અનુવાદમાં મને અનેક પ્રાકૃત–સંસ્કૃત ગ્રંથે ગુજરાતી-હિંદી અનુવાદ અને વિવેચને મદદરૂપ બન્યા છે. આથી તે તે ગ્રંથના સંપાદક, અનુવાદકો અને વિવેચક પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું મારા માટે અનિવાર્ય બની જાય છે. કેઈ કાઈક ન્યાયની પંક્તિઓ સમજવામાં કંઈક સહાયભૂત થનાર પંડિત શ્રી ઈશ્વરચંદ્રજીની પણ મને આ પ્રસંગે સ્મૃતિ થાય એ સહજ છે. છપાયેલા ૧ થી ૪૦ ફર્માઓને કેવળ ગુજરાતી અનુવાદ તપાસીને અશુદ્ધિઓ જણાવવા સાથે સલાહ-સૂચન આપનાર વર્તમાન કાલીન અચ્છા ગીતાર્થ અને ધર્મ સંગ્રહ આદિ ગ્રંથના ભાષાંતરકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજને નતમસ્તકે ભાવભરી વંદના અપું છું. સંકટ સમયની સાંકળ પૂર્વે પૂ. સાધુ ભગવંતે પુસ્તક વિના મઢે જ અધ્યયન-અધ્યાપન કરતા હતા. બુદ્ધિ-સ્મરણ શક્તિને હ્રાસ થતાં આગમે લખાયાં. આથી હસ્તલિખિત ગ્રંથ દ્વારા અધ્યયન-અધ્યાપન થવા લાગ્યું. પછી પ્રેસને જમાને આવ્યું. પુસ્તકઆગમગ્રંથે છપાવા લાગ્યા. આથી મુદ્રિતગ્રંથેથી અધ્યયન-અધ્યાપન શરૂ થયું. હવે અનુવાદને જમાને આવ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથને ચગ્ય જીવો સરળતાથી સમજી શકે એ હેતુથી તેના અન્ય ભાષામાં અનુવાદો થવા લાગ્યા છે. અનુવાદપ્રથામાં લાભની સાથે નુકશાનની પણ સંભાવના છે. જે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસી પૂ. સાધુભગવતે વગેરે મૂળ ગ્રંથેને વાંચવાનું છોડી તેને અનુવાદ જ વાંચવા માંડે તે ઘણું નુકસાન થાય. કારણ કે સંસ્કૃત-પ્રાકૃતભાષાનું જ્ઞાન કટાઈ જાય. આમ લાંબે કાળ ચાલે તે ભવિષ્યમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા લુપ્તપ્રાય બની જાય એ પણ સંભવિત છે. ક્યાંક અનુપગ આદિના કારણે ખેટો અનુવાદ થઈ ગયો હોય તો કેવળ અનુવાદ ઉપર ભરોસે રાખનાર ખાટો અર્થ સમજે એવું પણ બને. અનુવાદ એટલા માટે છે કે મૂળ ગ્રંથ વાંચતાં જ્યાં અર્થ સમજી ન શકાય ત્યાં અર્થ સમજવામાં અનુકૂળતા રહે. એટલે એમ કહી શકાય કે અનુવાદ એટલે સંકટ સમયની સાંકળ. સંકટમાં ગાડીને ઊભી રાખી શકાય એ માટે રેલગાડીમાં સાંકળ રાખવામાં આવે છે. જેમ એ સાંકળનો ઉપયોગ સંકટમાં જ કરવાનો હોય, તેમ અનુવાદને ઉપયોગ પણ સંકટમાં=મૂળ ગ્રંથ વાંચતાં અર્થ ન સમજાય ત્યારે જ કરવાનું હોય. સંસ્કૃત ભાષાના અભ્યાસી પૂજોને મારી વિનંતિ છે કે આ ગ્રંથનું અધ્યયન કરવું હોય ત્યારે મૂળ ગ્રંથનું જ વાંચન કરવું. અર્થ ન સમજાય ત્યારે જ અનુવાદ જોવે, કદાચ અનુવાદ જેવો હોય તો પણ મૂળ મંથે વાંચ્યા પછી સ્વકૃત અર્થ બરોબર છે કે નહિ તેની ખાતરી માટે જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 416