Book Title: Gurutattvavinischay Part 1
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 13
________________ વિજ્યજી ગણી, તેમના શિષ્ય શ્રી જિત વિજયજી ગણી, તેમના ગુરુભ્રાતા શ્રી નય વિજયજી ગણી હતા. શ્રી યશોવિજ્યજી અને શ્રી પદ્મવિજયજી એ બંને શ્રી નય વિજયજી ગણીના શિષ્ય બન્યા. - કાશી-આગ્રામાં વિદ્યાભ્યાસ – દીક્ષા બાદ શ્રી યશવિજય મહારાજે લગભગ દશ વર્ષ સુધી ગુજરાતમાં રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણે વિ. સં. ૧૬૯ માં સંઘ સમક્ષ આઠ મેટાં અવધાને કર્યા હતાં. આ વખતે સંઘના આગેવાન શાહ ધનજી સૂરાએ પૂ. શ્રી નય વિ. મ. ને વિનંતિ કરી કે શ્રી યશ વિ. મહારાજ બીજા હેમચંદ્રસૂરિ થાય તેવા છે. તેથી આપ કાશી જઈને તેમને ષડ્રદર્શન આદિ ગ્રંથને અભ્યાસ કરાવો. એ માટે જે કંઈ ખર્ચ થાય તેનો લાભ હું લઈશ. આથી પૂ. શ્રીય વિ. મ. આદિએ કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં શ્રી યશે વિ. મહારાજે ષડ્રદર્શન, પ્રાચીન-નવ્ય ન્યાય આદિને સંગીન અભ્યાસ કર્યો. અધ્યાપક પંડિતેને રેજને એક રૂપિયા આપવામાં આવતો હતો. આમાં કુલ બે હજાર રૂપિયા ખર્ચ થયો હતે. ત્રણ વર્ષ કાશીમાં અભ્યાસ કરીને વધુ અભ્યાસ માટે શ્રી યશ વિ. મ. સ્વગુરુ આદિની સાથે આગ્રામાં પધાર્યા. ત્યાં ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો. ખર્ચને લાભ (સાત સો રૂપિયા) આગ્રાના સંઘે લીધે. તીવ્ર સ્મરણ શકિત - કાશીમાં અધ્યયન કરતા હતા ત્યારે અધ્યાપક આચાર્યની ' સાથે થયેલ વાત ઉપરથી શી યશ વિ. મહારાજને જાણવા મળ્યું કે આચાર્યની પાસે એક અત્યંત મહત્વને ન્યાયગ્રંથ છે. પણ તેઓ અમને ભણાવવામાં સંકેચ અનુભવે છે. આથી શ્રી યશ વિ. મહારાજે જેવાને માટે તે ગ્રંથ માગે. ગ્રંથ મળતાં રાતે પોતે તથા સહાધ્યાયી અન્ય મુનિએ મળીને ગ્રંથને અર્ધા–અર્ધો ભાગ કંઠસ્થ કરી લીધું. આ રીતે સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કરીને સવારે એ પાછો આપી દીધું. એ ગ્રંથ લગભગ દશ હજાર શ્લોક પ્રમાણ હતે. - અવધાન પ્રયોગ –કાશી-આગ્રામાં અભ્યાસ કરીને અજેયવાદી બનેલા શ્રી યશ વિ. મહારાજે અમદાવાદ તરફ વિહાર કર્યો. સ્થળે સ્થળે વાદમાં વિજય મેળવતાં તેઓશ્રી અમદાવાદ પધાર્યા. કાશીમાં “ન્યાય વિશારદ” બિરુદ મળવાથી અને રસ્તામાં અનેક વાદીઓને જીતવાથી તેઓશ્રી અમદાવાદ વગેરેમાં ખૂબ પ્રસિદ્ધ બની ચૂક્યાં હતાં. આથી ઘણું વર્ષો પછી અમદાવાદ પધારતા આ મહાપુરુષના દર્શન આદિ માટે અનેક વિદ્વાને, ભટ્ટો, વાદીઓ, યાચકે, ચારણે વગેરે ટેળે મળીને સામે આવવા લાગ્યા. તેઓશ્રીએ અમદાવાદ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે જૈન સંઘ આદિ વિશાળ મેદનીએ તેઓશ્રીનું સ્વાગત કર્યું. જૈન સંઘ આદિ વિશાળ માનવમેદનીથી પરિવરેલા તેઓશ્રી સ્વગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 416