Book Title: Gurutattvavinischay Part 1 Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 9
________________ અનુવાદકનું વક્તવ્ય આ ગ્રંથની મહત્તાને ખ્યાલ આમાં પ્રારંભમાં આપેલ “સંક્ષેપમાં ગ્રંથને સાર” વાંચવાથી આવી જશે. આ ગ્રંથ અત્યંત મહત્ત્વનું હોવા છતાં આના અધ્યયનથી તે જ છોને લાભ થાય કે જે ગંભીર હોય. અગંભીર–છીછરા જીવને તે આનાથી લાભ થવાના બદલે નુકસાન થાય એ સુસંભવિત છે. દૂધપાક પૌષ્ટિક હોવા છતાં જેના આંતરડા મજબૂત છે તેને જ દૂધપાકથી પુષ્ટિ થાય, નબળા આંતરડાવાળાને નહિ. જૈનશાસનના આવા ગ્રંથે દૂધપાક જેવા પૌષ્ટિક છે. માટે જ જ્ઞાનીઓએ યોગ્ય જીવોને જ શાસ્ત્રનું અધ્યયન કરાવવું એવી આજ્ઞા કરી છે. ગ્રંથ કેટલો સારે છે એના કરતાં પણ ગ્રંથ વાંચનાર કેટલે સારે છે એ મહત્વની વાત છે. માટે આ ગ્રંથનું વાંચન ગંભીર આત્માઓએ જ કરવું અને ગંભીર આત્માઓને જ કરાવવું, થોડા શબ્દમાં ઘણું કહેવાની શૈલી, લાંબા સમારો, નવ્ય ન્યાયની ભાષા, ચાલુ વિષયમાં પણ પ્રસંગે પ્રસંગે બીજા વિષયનું નિરૂપણ, અનેક ગ્રંથની સાક્ષી વગેરે અનેક દષ્ટિએ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથ સમજવો કઠીન છે. આથી એગ્ય જિજ્ઞાસુઓને સમજવા–સમજાવવામાં સરળતા રહે એ દૃષ્ટિએ મેં આ ગ્રંથને ભાવાનુવાદ કર્યો છે. પૂર્વે પૂ. સાધુએ, ઉપાધ્યાયે અને આચાર્યો સુદ્ધાં બીજા આચાર્ય વગેરેની ઉપસંપદા સ્વીકારીને જ્ઞાન મેળવતા હતા. આનાથી એ સમજી શકાય છે કે પૂર્વે શાસ્ત્રના અધ્યયન-અધ્યાપનનો ૨સ પ્રચુર હતું. આજે આ પ્રથા લુપ્તપ્રાયઃ બની છે. આથી વર્તમાનમાં આ ભાવાનુવાદ યોગ્ય આત્માઓને ઉપયોગી બનશે એવું મારું મંતવ્ય છે. ભાવાનુવાદમાં જ્યાં જ્યાં વિશેષ સ્પષ્ટીકરણની જરૂર લાગી ત્યાં ત્યાં મેં મારા ક્ષપશમ મુજબ સ્પષ્ટીકરણ કર્યું છે. ક્યાંક ચાલુ લખાણમાં જ સ્પષ્ટીકરણ કર્યું છે, તે ક્યાંક ટિપ્પણમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તથા તે તે વિષય બીજા કયા સ્થળે આવે છે તેને નિર્દેશ પણ તે તે સ્થળે કર્યો છે. આથી તત્વજિજ્ઞાસુઓને તે સ્થળે જોવાની ઈચ્છા થશે તો ઘણી સહેલાઈથી જોઈ શકાશે. ભાવ વિશેષ સમજાય એ માટે મેં કાળજી રાખી છે. પણ ક્યાં વિરાટકાય રહસ્યપૂર્ણ આ ગ્રંથ અને ક્યાં મારી સાવ વામણું શક્તિ ! એટલે વિદ્વાનોને આમાં અનેક સ્થળે ત્રુટિઓ દેખાશે. ક્યાંક ગ્રંથના ભાવને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ બન્યા હાઉ, અને ક્યાંક ખોટો અર્થ થઈ ગયા હોય એ પૂર્ણ સંભવિત છે. આ ગ્રંથને ભાવાનુવાદ કરવાની મારી શક્તિ ન હોવા છતાં શ્રુતભક્તિથી મેં આ પ્રયત્ન કર્યો છે. સિંહ હરણના બચ્ચા ઉપર તરાપ મારે છે ત્યારે તેને બચાવવા પિતાનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 416