________________
આધારભૂત પ્રતોની નોંધ
પ્રથમ આવૃત્તિમાંથી).
- મોહનલાલ દ. દેશાઈ આ પુસ્તકમાં પ્રકટ થયેલી કૃતિઓ સંશોધિત કરવા અર્થે જે પ્રતોનો આધાર લીધો છે, તેની નોંધ અત્રે આપવામાં આવે છે: ૧. ચોવીશી પહેલી–મુંબઈથી ગોડીજીના ઉપાશ્રયની પ્રત. પત્ર ૭ નં. ૭૪૪ કે જેને અંતે લખેલ છે કે “સા દેવચંદ ચતુરા પઠનાર્થ
શ્રી રાજનગરે સં. ૧૮૫૫ ૨. વ. ૧૧ શનૌ” ૨. ચોવીશી બીજી—છાપેલ પુસ્તકમાંથી ૩. ચોવીશી ત્રીજી–મુંબઈના પાયધૂની પરના શ્રી મહાવીર
મંદિરમાંના જિનદત્તસૂરિ ભંડારમાં પોથી ૬ નં. ૨૧ની ૧૨ પત્રની પ્રત કે જેમાં છેલ્લું ૧૩મું પત્ર નથી. તેની આદિમાં પંડિત શ્રી લાભવિજય ગણિ ગુરુભ્યો નમઃ !' એમ લખ્યું છે. શ્રી લાભવિજયજી તે કર્તાના પ્રગુરુ હોવાથી આ પ્રત તેમના શિષ્ય એટલે કર્તાના ગુરુ શ્રી નવિજયજીએ લખેલી હોય ને તે કર્તાના સમયમાં જ લખાયેલી હોય. આ પ્રત પરથી શુદ્ધિવૃદ્ધિ જે છે તે
શુદ્ધિવૃદ્ધિ પત્રકમાં બતાવી છે. ૪. વીશી (૧) અમદાવાદ વિદ્યાશાળા ભંડાર, ડબો નં. ૪૫ પ્રત નં. ૧૦.
9
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org