________________
અહંદુ શાસન-અનુરાગી અને યશોવચનાનુરાગી સજ્જનોના કરકમલમાં ગ્રંથ અર્પણ કરતાં ધન્યતા અનુભવું છું.
ક્ષતિઓ માટે કરબદ્ધ પ્રાર્થના સજ્જનોને કરવી ગમે છે. તેઓ ઉદારતાથી નભાવી લેશે તેવી શ્રદ્ધા છે.
ઘણું થયું ! થોડું લખ્યું ઝાઝું માનીને વિચારજો. ઉપાધ્યાયજી મહારાજ માટે લખવાનું કે કહેવાનું આવ્યું છે ત્યારે ઓછું જ લાગ્યું છે. તેમનાં વચનોથી મારી ઓછપ દૂર થઈ છે તે નક્કી છે. એ વાત અતિશયોક્તિ વિના કહું છું; યુક્તિ તો તેમાં છે જ નહીં.
બસ અહીં અલ્પવિરામ.
વાસણા-અમ.૭ શરદપૂર્ણિમા. વિ. સં. ૨૦૬૦
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ
શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org