________________
મીમાંસા આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. શ્રી યશોવિજયજીના અભ્યાસની ત્યાં ગોઠવણ થઈ. ત્યાં અભ્યાસ કરતા શ્રી યશોવિજયજી ન્યાય, મીમાંસા, બૌદ્ધ, જૈમિની, વૈશેષિક આદિના સિદ્ધાંતો તથા ચિંતામણિ આદિ ન્યાય-ગ્રંથોના પારગામી બની, વાદિઓના સમૂહમાં દુન્ત વિબુધચૂડામણિ થયા. ત્યાં તેમણે સાંખ્ય અને પ્રભાકર ભટ્ટનાં મહા દુર્ઘટ સૂત્રો અને શ્રી જિનાગમ સાથેના મતાંતરો જાણી લીધા. અધ્યાપક પંડિતજીને રોજનો એક રૂપિયો આપવામાં આવતો. એ રીતે ત્યાં ત્રણ વર્ષ સુધી પોતાના ગુરુદેવની સુરમ્ય છાયામાં મુનિવર શ્રી યશોવિજયજીએ સતત અભ્યાસ કર્યો.
દરમિયાન ત્યાં એક સંન્યાસી મોટા ઠાઠથી આવ્યો. મુનિવર શ્રી યશોવિજયજીએ તેની સાથે સર્વ જન સમક્ષ વાદ કરી જીત મેળવી. એટલે તે નાસી ગયો અને ભવિષ્યના સમર્થ શાસનપ્રભાવક મુનિવર્ય શ્રી યશોવિજયજી મહારાજનો ભારે સત્કાર થયો. ત્યાંના પંડિતોએ ન્યાયવિશારદ' એ નામની મોટી પદવી શ્રી યશોવિજ્યજી મહારાજને અર્પણ કરી. આ રીતે ત્રણ વર્ષ કાશીમાં રહી તાર્કિકશિરોમણિ બનેલા શ્રી યશોવિજયજી મહારાજ, પોતાના ગુરુદેવની સાથે વધુ અભ્યાસ માટે આગ્રામાં આવ્યા. આગ્રાના એક ન્યાયાચાર્ય પાસે પંડિત શ્રી યશોવિજયજીએ આદરપૂર્વક કર્કશ તર્ક, સિદ્ધાન્ત અને પ્રમાણમાં શાસ્ત્રો અવગાહ્યાં ત્યાં પણ તર્ક-શાસ્ત્રનો ચાર વર્ષ સુધી અખંડ અભ્યાસ કર્યો. એ રીતે દુર્દમ્યવાદી બની સ્થળે સ્થળે જીત મેળવતા વિદ્યાવિભૂષિત પંડિત શ્રી યશોવિજ્યજી મહારાજા અમદાવાદ પધાર્યા.
કાશીથી “ન્યાય વિશારદ'નું બિરુદ મેળવી વાદોમાં વિજય મેળવતા ઘણાં વર્ષે પધારેલા આ શાસનદીપક પંડિતવર્યને જોવા અનેક વિદ્વાનો, ભટ્ટો, વાદિઓ, યાચકો, ચારણો આદિ ટોળે મળીને આવવા લાગ્યા. સકલસંઘ સમુદાયથી વીંટાયેલા તેઓ અમદાવાદ
૧૬
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org