________________
આ મહાપુરુષની પૂર્વાવસ્થાનું નામ જશવંતકુમાર હતું. જશવંતકુમારનો જન્મ કન્ઝોડુ નામના ગામમાં થયો હતો. એ કન્ડોડુ ગામ ગૂર્જરદેશના અલંકારતુલ્ય શ્રી અણહીલપુર પાટણની નજીક શ્રી ગાંભુ ગામ પાસે છે. જશવંતકુમારના પિતાજીનું નામ નારાયણ હતું અને તે એક જૈન વણિક હતા. શ્રી જશવંતકુમારની માતાનું નામ “સોભાગદે હતું. શ્રી જૈનશાસનથી સુસંસ્કારિત માતાપિતાના સુયોગે શ્રીજશવંતકુમારને બાલ્યવયમાં જ જૈનશાસનના સારભૂત વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. પોતાના વૈરાગ્યવાસિત થયેલા બાળકને એ સુયોગ્ય માતાપિતાએ સંવત્ ૧૬ ૮૮ની અણહીલપુર પાટણ જઈ પંડિત શ્રી નવિજયજી મહારાજા પાસે દીક્ષા અપાવી. ગુરુશ્રીએ જશવંતકુમારનું નામ શ્રી યશોવિજયજી રાખ્યું.
જશવંતકુમારના બીજા પદ્મસિહ નામના મોટા ભાઈ હતા. તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. અને તેમનું નામ શ્રી પદ્મવિજયજી રાખવામાં આવ્યું હતું. એ બન્ને ગુરુબંધુઓની વડી દીક્ષા તે જ સાલમાં આચાર્ય શ્રીમદ્ વિજયદેવસૂરિજીના વરદ હસ્તે થઈ હતી.
બન્ને ભાઈઓએ સાથે ગુરુ પાસે શ્રુતાભ્યાસ કર્યો. સંવત્ ૧૬ ૯૯માં રાજનગરના સંઘ સમક્ષ મુનિવર શ્રી યશોવિજયજીએ અષ્ટ અવધાન કર્યા. તે વખતે સંઘના એક આગેવાન શાહ ધનજી સુરાએ ગુરુદેવ શ્રી નવિજયજી મહારાજાને વિનંતી કરી કે–આપના શિષ્ય શ્રી યશોવિજયજી બીજા હેમચંદ્રાચાર્ય થાય તેમ છે, તો કાશી જઈ છયે દર્શનના ગ્રંથોનો તેમને અભ્યાસ કરાવો, તો શ્રી જિનશાસનની મહાન પ્રભાવના થાય.
આ કાર્ય માટે નાણાંનો વ્યય કરવાનું ધનજી શાહે કબૂલ કરવાથી ગુરુએ કાશી તરફ વિહાર કર્યો. કાશી દેશ એટલે સરસ્વતીનું નિવાસસ્થાન. ત્યાં તાર્કિકકુલમાર્તડ અને ષડ્રદર્શનના અખંડજ્ઞાતા એક ભટ્ટાચાર્ય હતા. તેમની પાસે સાતસો શિષ્યો
१७
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org