________________
જ્ઞાનની અલૌકિક સ્ફૂર્તિ વડે પૂર્વે થયેલા શ્રુતકેવલિઓનું કલિકાલમાં પણ સ્મરણ કરાવી, સમસ્ત જનતાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી છે. પૂર્વે થયેલા પ્રભાવક શ્રુતધરોનાં વચનોની જેમ આ મહાપુરુષનાં વચનો, કોઈ પણ શાસ્ત્રીય વિષયના સમાધાનમાં આજે પણ પ્રત્યેક સાધુ કે શ્રાવક પ્રમાણભૂત તરીકે સ્વીકારે છે.
આ મહાપુરુષના જીવનને લગતી કેટલીક પ્રમાણભૂત હકીકતો ‘શ્રી સુજસવેલી ભાસ' નામના ગૂર્જર પદ્યાત્મક ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. ‘શ્રી સુજસવેલિ ભાસ'ના રચનાર મુનિરત્ન શ્રી કાન્તિવિજ્યજી, તપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય સમર્થ શાસન પ્રભાવક જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીર્તિવિજ્યજી મહારાજાના શિષ્યરત્ન હતા તથા બે લાખ પ્રમાણ શ્લોકના બનાવનાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરના ગુરુભ્રાતા હતા. આ મુનિવર શ્રી કાન્તિવિજ્યજી ગણિવર માટે, ઉક્ત ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવરે ‘શ્રી હૈમલઘુપ્રક્રિયા’ નામનું સંસ્કૃત વ્યાકરણ રચ્યાનો ઉલ્લેખ પણ મળી આવે છે.
ઉપાધ્યાયજી'ની અતિપ્રિય સંજ્ઞાથી પ્રસિદ્ધિને પામેલા શ્રી યશોવિજ્યજી વાચકનો પરિચય આપતાં ‘સુજસવેલિ ભાસ'ના કર્તા જણાવે છે કે—પૂર્વે પ્રભવસ્વામિ આદિ છ શ્રુતકેવલિ થયા, તેવી રીતે કલિકાલમાં આ યશોવિજય વાચક મહાન્ શ્રુતધર હતા : સ્વસમય અને પરસમયમાં અતિનિપુણ હતા : આગમોના અનુપમ જ્ઞાતા હતા : સકલ મુનીશ્વરોમાં શેખર અને કુમતના પ્રખર ઉત્થાપક હતા તેમણે શ્રી જૈન શાસનના યશની ભારે વૃદ્ધિ કરી હતી : તેમનામાં બીજા સેંકડો અને લાખો ગુણ એવા હતા કે—એમની જોડી કોઈથી થઈ શકે તેમ નહોતી ઃ તેઓ ‘કૂલિશારદા’નું બિરુદ ધરાવતા હતા અને બાળપણથી જ પોતાની વચનચાતુરી વડે બૃહસ્પતિને તેમણે જીતી લીધા હતા.
Jain Education International 2010_02
१६
For Private & Personal Use Only
www.jainelibrary.org