Book Title: Gurjar Sahitya Sangraha
Author(s): Bhadrankarvijay, Mohanlal Dalichand Desai
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકાશકીય નિવેદન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની ગુજરાતી પદ્યરચનાઓના સંચય ગુજરાતી સાહિત્ય સંગ્રહની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં આનંદ થાય એ સહજ છે, પણ એ બેવડાયો છે એટલા માટે કે ગ્રંથનું પુનઃસંપાદન અને સંવર્ધન પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મહારાજને હાથે થયું છે. ઉપાધ્યાયજીની ગીતાર્થ-વાણીનો પ્રત્યેક ઉદ્દગાર શાસ્ત્ર-પ્રમાણિત હોઈને એમના સઘળા ગ્રંથો ચતુર્વિધ સંઘની મોંઘેરી મિરાત સમા છે અને સૌને માટે ઉત્તમ પથપ્રદર્શક છે. દાર્શનિક પ્રતિભા તો ખરી જ. સાથે ભક્તિભાવે છલકાતી કાવ્યત્વે સભર ચોવીશી-વીશી, પદ-સઝાય, સંવાદરાસ જેવી ગુજરાતી પદ્યરચનાઓમાં એમની ઝળહળતી કવિપ્રતિભાનાં દર્શન થાય છે. પૂજ્ય આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ ઉપાધ્યાયજીના સમગ્ર સાહિત્યના ભ્રમર-જીવ છે. એમના જીવન-કવન અંગે કાંઈ ને કાંઈ નવું પ્રાપ્ત કરવાની એમની તલાશ ને તાલાવેલી વણથંભી રહી છે. પછી તે કનોડુ હોય કે કાવ્યકૃતિ હોય, પ્રત હોય કે પાઠાંતર હોય. પ્રસ્તુત ગ્રંથ એની અગાઉની બને આવૃત્તિઓનો આમ તો યશોવાણી’ અપરનામે થયેલો પુનરવતાર છે. પણ અહીં કતિઓનો ક્રમ બદલાયો છે ને વિભાગીકરણ નવીન અને ચુસ્ત સ્વરૂપ પામ્યું છે. ઉપલબ્ધ થયેલી હસ્તપ્રતોને આધારે ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓ અહીં પ્રથમવાર ગ્રંથસ્થ થઈ છે, તો કેટલીક કૃતિઓના આંશિક પાઠ બદલાયા છે. આમ, રાસ આદિ કેટલીક દીર્ઘ પદ્યરચનાઓ અને ગદ્ય લખાણો સિવાયનું ઉપાધ્યાયજીનું સમગ્ર મધ્યકાલીન ગુજરાતી પદ્યસાહિત્ય અહીં એક સાથે ગ્રંથસ્થ છે. આશા છે કે સૌ ભાવિક જીવોને એમની આ ગૂર્જર ગિરાની રસવાટિકામાં પરિભ્રમણ કરવું ગમશે. શ્રુતજ્ઞાન પ્રસારક સભા ૧૨-૧૨-૨૦૪ (માગશર સુદ ૧, ૨૦૬ ૧) અમદાવાદ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 698