Book Title: Guj Contemporary Jain Way of Compassionate Living Author(s): Pravin K Shah Publisher: JAINA Education Committee View full book textPage 6
________________ ભારતીય પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિના ઘણા જ અધ્યયન તથા સંશોધન પછી ભૂતકાળમાં દૂધની અને તેની પેદાશના ઉપયોગના કારણો અંગે આપણે નીચે પ્રમાણેના નિષ્કર્ષ તારવી શકીએ છીએ. • પ્રાચીન કાળમાં ખેતીનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નહોતો. વસ્તીના પ્રમાણે, ભારતમાં પૂરતા પ્રમાણમાં ધાન્ય પેદા થતું નહોતું. (૬૫ વર્ષ પહેલાં પણ PL480 કાર્યક્રમ હેઠળ ભારત અમેરિકાથી ધાન્ય અને બીજી કેટલીક આહાર સંબંધી ચીજોની આયાત કરતું હતું અને સામાન્ય લોકોમાં રેશન પદ્ધતિથી તેનું વેચાણ કરતું હતું. મેં પણ ભૂતકાળમાં આ પ્રમાણે રેશનીંગની લાઈનમાં ઊભા રહીને અનાજ ખરીદેલું છે.) એટલે આટલી મોટી સંખ્યામાં મનુષ્ય જીવન ટકાવવા માટે ગાયનું દૂધ વૈકલ્પિક આહાર તરીકે જ ઉપયોગમાં લોવાતું હતું. ગાયના વાછરડા સ્વરૂપ બળદનો ખેતીમાં હળમાં કે ગાડા વગેરેમાં ભારવહન કરવામાં ઉપયોગ થતો હતો. ગાયના સુકા છાણાનો રસોઈમાં બળતણ તરીકે કે ખાતર તરીકે પણ ઉપયોગ થતો હતો. ગોમૂત્રનો ઔષધ તરીકે પણ ઉપયોગ થતો હતો. આથી ગાયના દૂધનો અને તેની અન્ય પેદાશોનો ભારતની વિપુલ વસ્તીના જીવનને ટકાવી રાખવા ઉપયોગ કરવો જરૂરી હતો અને તે સિવાય પ્રાચીન કાળમાં બીજો કોઇ ઉપાય ન હતો. ભગવાન મહાવીરના વખતમાં આનંદ શ્રાવક હજારોની સંખ્યામાં ગાયો રાખતા હતા. ગાયો રાખવાનું મુખ્ય કારણ બળદને પેદા કરવાનું હતું જેથી ખેતી થઈ શકે અને વાહન વ્યવહાર ચાલી શકે. ભારત ખેતી પ્રધાન દેશ હતો. દૂધને વેચવામાં આવતું ન હતું. આ ઉપરાંત તેના છાણનો અને ગોમૂત્રનો પણ ઉપયોગ કરતાં હતા જે જીવન નિર્વાહ માટે અત્યંત જરૂરી હતું. લોકો ગાયના દૂધનો બહુ જ અલ્પ પ્રમાણમાં આહારમાં ઉપયોગ કરતા હતા. તેઓ તેના વાછરડાને જ મોટા ભાગનું દૂધ પીવા દેતા હતા. ગાયને પોતાના કુટુંબના સભ્ય તરીકે તેની સાચવણી અને સેવા ચાકરી કરતા હતા. વાછરડાના જન્મ પછી લગભગ ૧૫ દિવસ સુધી તે ગાયના દૂધનો પોતે બિલ ઉપયોગ કરતા નહોતા પરંતુ તેનું બધું જ દૂધ માત્ર તેના વાછરડાને જ આપતા હતા. આ રીતે બહુ જ અલ્પમાત્રામાં હિંસાનો આશરો લઈ ગાયની અને વાછરડાની સંપૂર્ણ કાળજી લેતા હતા. મારા દાદી (૬૫ વર્ષ પહેલાં) ગાયના ત્રણ આંચળનું દૂધ તેના વાછરડા માટે ઉપયોગમાં લેતા અને અમારા પરિવાર માટે ફક્ત એક જ આંચળનું દૂધ ઉપયોગમાં લેતા હતાં. જો કે મારા દાદી કાંઈ ભણ્યા નહોતાં પરંતુ માતૃત્વના મૂળભૂત વૈશ્વિક નિયમને તેઓ સારી રીતે સમજતા હતાં. ૫. વર્તમાનકાલીન દૂધની પેદાશની સમજણ: આજે સમગ્ર વિશ્વમાં ખેતીમાં એટલું બધું ધાન્ય પાકે છે કે તેનાથી સમગ્ર વિશ્વના માનવોને ઘણીવાર પોષી શકાય તેમ છે. ખેતીમાં બળદોના સ્થાને ટ્રેક્ટર અને મશીન આવી ગયાં. ગોમૂત્રનું સ્થાન આધુનિક દવાઓએ લીધું છે. ગાયના છાણનું સ્થાન કુદરતી ગેસ અને વિજળીએ લીધું છે. ખેતીના વિષયમાંPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14