Book Title: Guj Contemporary Jain Way of Compassionate Living
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ માનવ જીવન માત્ર એકેન્દ્રિય જીવો (શાકભાજી, ફળો, હવા, પાણી, પૃથ્વી, અગ્નિ વગેરે)ના ઉપયોગથી અર્થાત્ તેની હિંસાથી ટકાવી શકાય તેમ છે માટે જૈન દર્શનમાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની (ત્રસ જીવોની) હિંસા કરવાનો સદંતર નિષેધ ઉપરના નિયમ પ્રમાણે કરેલ છે. ટૂકમાં એમ કહી શકાય કે જીવન ટકાવવા માટે જો આપણે એક જ પંચેન્દ્રિય જીવની હત્યા કરીએ તો તેનું પાપ લાખો અને કરોડો એકેન્દ્રિય જીવોની હત્યાની સરખામણીમાં અત્યંત ઘણુ જ વધી જાય છે. આ જૈન દર્શનની ન્યૂનતમ હિંસાની વ્યાખ્યા છે. તેથી જૈન દર્શન ચુસ્ત શાકાહારની હિમાયત કરે છે અને આહાર માટે પ્રાણીઓનું સંવર્ધન કરવાનો કે તેઓને પીડા કે દુ:ખ આપવાનો નૈતિક, આધ્યાત્મિક અને સાથે સાથે પર્યાવરણના કારણસર નિષેધ કરે છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાથી પર્યાવરણની સમતુલા ભયંકર હદે ખોરવાઈ જાય છે. મુનિશ્રી ન્યાયવિજયજીના આ અંગેના મૂળ ગુજરાતી લેખ અને તેના હિન્દી તથા અંગ્રેજી અનુવાદ વાંચવા માટે અમારી વેબસાઈટની નીચેની લિંક ઉપર ક્લિક કરો, • ગુજરાતી લેખ - http://www.jainlibrary.org/book.php?file=2000278 હિન્દી લેખ - http://www.jainlibrary.org/book.php?file=200027 અંગ્રેજ લેખ - htta://www.hinlibrary.org/book.php?file=200029 ૩. માતૃત્વનો કુદરતી વૈશ્વિક નિયમ નીચે જણાવેલ માતૃત્વનો કુદરતી વૈશ્વિક નિયમ પ્રત્યેક માનવીય માતા તથા પ્રત્યેક પશુની માતા માટે એક સરખો જ મહત્ત્વપૂર્ણ અને સત્ય છે. તેમાં કોઈ જ વિકલ્પ નથી. માતા ચાહે તે માનવીય માતા હોય કે ગાય, ભેંસ વગેરે કોઈપણ પશુની માતા હોય તે હંમેશા પોતાના બાળક કે વાછરડા માટે જ અને બાળક કે વાછરડાના જન્મ બાદ જ દૂધ પેદા કરે છે. તેની પહેલા કોઇ સ્ત્રી કે ગાય દૂધ પેદા ન કરી શકે. કુદરતી નિયમ અનુસાર જે રીતે માનવીય માતા પોતાના બાળક પૂરતું જ દૂધ પેદા કરે છે તે રીતે ગાય, ભેંસ વગેરે પ્રાણી પોતાના વાછરડા માટે જરૂરી હોય તેટલું જ દૂધ પેદા કરે છે. જે પ્રમાણે માનવીય માતા, બાળક જ્યારે અમુક ઉંમરનું થાય ત્યાર પછી ધીમે ધીમે દૂધ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે તેમ ગાય પણ વાછરડું જ્યારે અમુક ઉંમરનુ થાય ત્યારે ધીમે ધીમે દૂધ ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14