Book Title: Guj Contemporary Jain Way of Compassionate Living Author(s): Pravin K Shah Publisher: JAINA Education Committee View full book textPage 7
________________ ભારત સંપૂર્ણપણે સ્વનિર્ભર થઈ ગયું છે. તેથી હવે જીવન ટકાવવા માટે દૂધ અને તેની પેદાશોનો ઉપયોગ કરવાની કે ગાયોને ઉછેરવાની કે તેને પીડા આપવાની અર્થાત હેરાન કરવાની કોઈ જરૂર નથી. વર્તમાન ડેરી ઉદ્યોગ: રેફ્રિકેટરની શોધ પછી અને નવી પેકેજિંગ ટેકનોલોજીના કારણે અત્યારે દૂધની ચીજ-વસ્તુની માંગ ખૂબ જ વધી ગઈ છે. તે માંગને પહોંચી વળવા ડેરી ઉદ્યોગનું વ્યાપારીકરણ થયું છે. ડેરી ઉદ્યોગમાં ગાયોને દૂધ પેદા કરવાના એક મશીન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે ગાયોને અત્યંત દુઃખ પહોંચે છે. વધુમાં વધુ નફો મેળવવાના લોભમાં ગાય વગેરે પ્રાણીઓની સંખ્યા ઘણી જ વધારવામાં આવે છે. ગાય-ભેંસની સંખ્યા વધવાના કારણે તેના માટેના ખોરાકની વ્યવસ્થા કરવામાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ જાય છે કારણ કે તેના માટે કુદરતી સોતોનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં વનસ્પતિજન્ય ખોરાકનો પણ સમાવેશ થાય છે. આ ડેરી ઉદ્યોગ દ્વારા આચરવામાં આવતી પ્રાણીઓ પ્રત્યેની ફુરતા અને પર્યાવરણની અસમતુલા કલ્પનાતીત હદે ખતરનાક હોય છે. અને તે હિંસાના કેટલાક ઉદાહરણ નીચે આપવામાં આવ્યા છે. આ પ્રશ્નો વિશાળ પાયા ઉપર આયોજિત ડેરી ઉદ્યોગમાં તો છે જ પરંતુ સાથે સાથે ભારતમાં અને અન્ય દેશોમાં નાના પાયા ઉપર ચાલતા ડેરી ઉદ્યોગમાં પણ સમાનરૂપે છે. અમેરિકામાં ચાલતા વિશાળ ડેરી ફાર્મ અને ભારતમાં ચાલતા નાના ડેરી ફાર્મની મેં પ્રત્યક્ષ મુલાકાતો લીધી છે અને તેમાં તેનું સંચાલન કઈ રીતે થાય છે તે નજરે જોયું છે. તે નીચે પ્રમાણે છે. ગાય-ભેંસ પાસેથી સતત દૂધ મેળવવા માટે ગાય-ભેંસને સતત સગર્ભ રાખવામાં આવે છે. તે માટે તેને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવવામાં આવે છે. જેથી કરીને તે સૌથી વધુ પ્રમાણમાં દૂધ આપી શકે. આ કૃત્રિમ ગર્ભાધાન તેની પ્રસૂતિ બાદ ત્રીજા જ મહિને કરાવવામાં આવે છે. સામાન્ય રીતે કુદરતી સંજોગોમાં ગાય-ભેંસ તેના વાછરડા તેનું સ્તનપાન કરતાં બંધ થાય ત્યાર બાદ જ (૧૫ મહિના પછી) ગર્ભાધાન કરતાં હોય છે. • લગભગ ૯૫ ટકા વાછરડા અને ૬૫ ટકા વાછરડી જન્મતાંની સાથે જ માંસ ઉત્પાદક કતલખાને વેચી દેવામાં આવે છે. જ્યાં તેઓની 6 મહિનામાં કે ત્રણ વર્ષમાં કતલ કરવામાં આવે છે. કેટલીકવાર વાછરડાને ખેડુતો ભૂખે મારી નાખે છે. આવું મેં આપણા પવિત્ર તીર્થધામ પાલીતાણામાં નજરે જોયું છે. સામાન્ય રીતે ગાયનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે પરંતુ ડેરી ઉદ્યોગમાં દૂધ આપતી ગાય, જ્યારે તે 30 ટકાથી ઓછું દૂધ આપતી થાય પછી અર્થાત્ પાંચ વર્ષની ઉંમર પછી કતલખાને વેચી દેવામાં આવે છે. આ બાબત ભારતમાં પણ ૯૫ ટકા સાચી છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14