Book Title: Guj Contemporary Jain Way of Compassionate Living
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 10
________________ આરોગ્ય ઉપરની અસર: છેલ્લા ૨૫થી ૫૦ વર્ષનો આરોગ્ય વિષયક અભ્યાસ દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચતર વર્ગમાં મૃત્યુના કારણ સ્વરૂપ રોગોનું કારણ માંસાહાર અને દૂધ અને તેની પેદાશનો ઉપયોગ છે. હૃદય રોગ, ડાયાબિટીસ, કોલન (colon) કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ફેક્ટરનું પણ કારણ માંસાહાર અને ડેરીની ખાદ્ય વસ્તુઓ છે. ફક્ત માંસ જ નહિ પણ ડેરીના ખાદ્ય પદાર્થોમાં પણ ચરબી અને કોલેસ્ટેરોલનું ઘણું પ્રમાણ હોય છે, જેના કારણે હાર્ટ એટેક અને ટાઈપ-૨ ડાયાબિટીસ થાય છે. ડેરીના ખાદ્ય પદાર્થોના કારણે પ્રોસ્ટેટ કેન્સર અને ટાઈપ-૧ ડાયાબિટીસ પણ થાય છે. કેટલાક આરોગ્ય સંબંધી અભ્યાસમાં જણાયું છે કે હાડકાના ફેક્યર પણ દૂધ અને તેની પેદાશોના ઉપયોગથી વધે છે જ્યારે જાહેરાતોમાં બતાવવામાં આવે છે કે દૂધમાં કેલ્શિયમ હોવાના કારણે હાડકા મજબૂત બને છે. જે તદ્દન અસત્ય અને ખોટું છે. ૭. થર્મોકોલ (સ્ટાયરોફોમ) અને પ્લાસ્ટિકની વાતાવરણ ઉપર થતી અસર થર્મોકોલની વાતાવરણ ઉપર થતી અસર: થર્મોકોલ હવે લોકોના રોજિંદા ઉપયોગમાં આવતી ચીજ સ્વરૂપે સર્વસ્વીકૃત બની ગઈ છે પરંતુ લોકોને મોટે ભાગે ખબર નથી કે તે પોલીસ્ટિરિનમાંથી બને છે કે જે પેટ્રોલિયમમાંથી બનતું એક પ્રકારનું પ્લાસ્ટિક છે. તે હળવું હોવાના કારણે તથા ગરમીનું અવાહક હોવાથી તે ગરમ ચીજને ગરમ અને ઠંડી ચીજને ઠંડી રાખે છે અને વસ્તુને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડવી હોય ત્યારે વસ્તુને સલામત રાખે અર્થાત તૂટવાની સંભાવના રહેતી નથી માટે તે લોકોમાં પ્રિય બની ગયું છે. આમ આ પદાર્થના સારા ગુણો છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જણાયું છે કે તે પણ નુકશાનકારક છે. પર્યાવરણનું સંરક્ષણ કરતી સંસ્થા (EPA – Environmental Protection Agency) અને કેન્સર ઉપર સંશોધન કરતી આંતરરાષ્ટ્રિય સંસ્થાએ સ્થાપિત કર્યું છે કે થર્મોકોલ દ્વારા માણસમાં કેન્સર થવાની શક્યતા છે. જ્યારે થર્મોકોલના ડબ્બામાં ખોરાક રાખવામાં આવે છે ત્યારે તે ખોરાકમાં તેના રસાયણો ભળી જાય છે જેની આપણી તંદુરસ્તી ઉપર અને પ્રજનન શક્તિ ઉપર અસર થાય છે. આ થર્મોકોલનું કુદરતી રીતે માટી વગેરેમાં તેનું વિઘટન થતું નથી અર્થાત તે નોન-બાયોડિગ્રેડેબલ છે. અર્થાત્ જમીન, પાણી વગેરેમાં રહેલ બેક્ટરિયા દ્વારા તેનો નાશ થતો નથી. તે એમ જ રહે છે. તે ફોટોલિસીસની પ્રક્રિયાનું અવરોધક છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14