Book Title: Guj Contemporary Jain Way of Compassionate Living
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 9
________________ કતલ સંખ્યા આવેલ કતલ સંખ્યા ગાય 35,507,500 97,281 ડુક્કર 116,558,900 319,339 મરધી (મોટી) 9,075,261,000 24,863,729 મરધી (નાની) 69,683,000 190,912 બોઈલર મરઘી 9,000578,000 24,672,816 ટર્કી મરઘી 271,245,000 743,137 ફક્ત અમેરિકામાં જ દરરોજ ૪00,000 (૪ લાખ) ગાય અને ડુક્કર તથા ૫,00,00,000 (૫ કરોડ) મરઘી અને ટર્કીની કતલ થાય છે અને તેના પરિણામે અમેરિકાના માંસ ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ દ્વારા 230,000 પાઉન્ડ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતો કચરો પર્યાવરણને દૂષિત કરે છે અને તે જમીન, હવા અને પાણીને પણ દૂષિત કરે છે. ગ્રીન હાઉસ અસર: સમગ્ર વિશ્વમાં ૧૩૦ કરોડ ગાય (૧.૩ બીલીયન) દર વર્ષે 100 મિલિયન ટન મિથેન ગેસ પેદા કરે છે, જે ગ્રીનહાઉસ અસર માટે ખૂબ જ શક્તિશાળી વાયુ છે અને તે કાર્બન ડાયોક્સાઈડ વાયુ કરતાં ૨૫ ઘણી વધારે સૂર્યની ગરમીને રોકે છે. પાણીનો બગાડ: ફક્ત અમેરિકામાં ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ માટે રાખેલ પશુઓ જેવા કે ગાય, વાછરડા, ઘેટાં વગેરે સમગ્ર વિશ્વનો ૫૦% ટકા પાણીનો વપરાશ કરે છે. ફક્ત ૧ રતલ માંસ પેદા કરવા માટે લગભગ ૨૫૦૦ ગેલન પાણી વપરાય છે. જ્યારે ફક્ત એક રતલ ઘઉં, ચોખા વગેરે પેદા કરવા માટે સરેરાશ ૫૦ થી ૨૫૦ ગેલન પાણી વપરાય છે. જમીનનો બગાડ: ઉત્તર અમેરિકાની જમીનનો એક તૃતીયાંશ ભાગ ધાન્ય ઉગાડવા માટે વપરાય છે. અને તેમાંથી અડધો ભાગ જમીન ફક્ત ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ માટે પશુઓને ખવડાવવા માટેના ધાન્ય પેદા કરવામાં વપરાય છે. અમેરિકામાં આ માટે ૨૨ કરોડ એકર જમીન, જ્યારે બ્રાઝિલમાં ૨૫૦ લાખ એકર જમીન ફાળવવામાં આવી છે. મધ્ય અમેરિકામાં ૫૦ ટકા જંગલનો પશુપાલન ધાન્ય માટે નાશ કરવામાં આવ્યો

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14