________________
કતલ સંખ્યા
આવેલ કતલ સંખ્યા
ગાય
35,507,500
97,281
ડુક્કર
116,558,900
319,339
મરધી (મોટી)
9,075,261,000
24,863,729
મરધી (નાની)
69,683,000
190,912
બોઈલર મરઘી
9,000578,000
24,672,816
ટર્કી મરઘી
271,245,000
743,137
ફક્ત અમેરિકામાં જ દરરોજ ૪00,000 (૪ લાખ) ગાય અને ડુક્કર તથા ૫,00,00,000 (૫ કરોડ) મરઘી અને ટર્કીની કતલ થાય છે અને તેના પરિણામે અમેરિકાના માંસ ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ દ્વારા 230,000 પાઉન્ડ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થતો કચરો પર્યાવરણને દૂષિત કરે છે અને તે જમીન, હવા અને પાણીને પણ દૂષિત કરે છે.
ગ્રીન હાઉસ અસર:
સમગ્ર વિશ્વમાં ૧૩૦ કરોડ ગાય (૧.૩ બીલીયન) દર વર્ષે 100 મિલિયન ટન મિથેન ગેસ પેદા કરે છે, જે ગ્રીનહાઉસ અસર માટે ખૂબ જ શક્તિશાળી વાયુ છે અને તે કાર્બન ડાયોક્સાઈડ વાયુ કરતાં ૨૫ ઘણી વધારે સૂર્યની ગરમીને રોકે છે.
પાણીનો બગાડ:
ફક્ત અમેરિકામાં ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ માટે રાખેલ પશુઓ જેવા કે ગાય, વાછરડા, ઘેટાં વગેરે સમગ્ર વિશ્વનો ૫૦% ટકા પાણીનો વપરાશ કરે છે. ફક્ત ૧ રતલ માંસ પેદા કરવા માટે લગભગ ૨૫૦૦ ગેલન પાણી વપરાય છે. જ્યારે ફક્ત એક રતલ ઘઉં, ચોખા વગેરે પેદા કરવા માટે સરેરાશ ૫૦ થી ૨૫૦ ગેલન પાણી વપરાય છે.
જમીનનો બગાડ: ઉત્તર અમેરિકાની જમીનનો એક તૃતીયાંશ ભાગ ધાન્ય ઉગાડવા માટે વપરાય છે. અને તેમાંથી અડધો ભાગ જમીન ફક્ત ડેરી ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ માટે પશુઓને ખવડાવવા માટેના ધાન્ય પેદા કરવામાં વપરાય છે. અમેરિકામાં આ માટે ૨૨ કરોડ એકર જમીન, જ્યારે બ્રાઝિલમાં ૨૫૦ લાખ એકર જમીન ફાળવવામાં આવી છે. મધ્ય અમેરિકામાં ૫૦ ટકા જંગલનો પશુપાલન ધાન્ય માટે નાશ કરવામાં આવ્યો