________________
•
ડેરી ઉદ્યોગમાં ગાય-ભેંસને દુધની માત્રા વધારવા માટે ઓક્સિટોસીન જેવા હોર્મોન્સના અને એન્ટિબાયોટિક્સના દરરોજ ઈન્જેક્શન આપવામાં આવે છે. ફક્ત ઓર્ગેનિક ડેરી ફાર્મ હોય તો તેમાં આપવામાં આવતા નથી. ભારતમાં લગભગ નાની મોટી બધી જ ડેરીવાળા હોર્મોન્સ અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરે છે.
8
ગાયને સતત ગર્ભિણી રાખવાથી અને હોર્મોન્સ અને એન્ટિબાયોટિક્સ આપવાના કારણે તે સામાન્ય સંજોગોમાં જેટલું દૂધ આપતી હોય તેના કરતાં ત્રણથી છ ગણું વધુ દૂધ આપે છે. આ રીતે ડેરીવાળા દૂધ અને દુધની બનાવટોની માંગને ગાય-ભેસની સંખ્યામાં ઘણો જ વધારો ના થાય તેમ પહોંચી વળવાનો પ્રયત્ન કરે છે.
એક જ દિવસમાં ઘણા વધુ પ્રમાણમાં દૂધ પેદા કરવા માટે ગાયના શરીરને સખત પરિશ્રમ કરવો પડે છે. ફક્ત પાંચ જ વર્ષમાં લગભગ ત્રણ જ પ્રસૂતિમાં આ પ્રકારની ભયંકર તાણના કારણે તેનું શરીર તૂટી જાય છે અને નોંધપાત્ર રીતે દૂધની ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે. આ સંજોગોમાં પશ્ચિમના દેશોમાં કાયદેસર તેને કતલખાને વેચી દેવામાં આવે છે અને ભારતમાં ગેરકાયદેસર તેને કતલખાને ધકેલી દેવામાં આવે છે, અને ભારતમાં આવા ગેરકાયદેસર ચાલતા કતલખાના ઠેર ઠેર છે. અમદાવાદ અને અન્યત્ર આ પ્રકારના કતલખાનાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. ભારતમાં ૦.૧% ટકાથી પણ ઓછી ગાયોને પાંજરાપોળોમાં આજીવન નીભાવવામાં આવે છે.
ઓર્ગેનિક ડેરી ફાર્મ
ઓર્ગેનિક ડેરી ફાર્મ સામાન્ય રીતે અન્ય મહાકાય ડેરી ફાર્મ કરતાં નાના હોય છે. તેઓ એન્ટિબાયોટિક્સ, પેસ્ટિસાઈડ્સ અને હોર્મોન્સનો ઉપયોગ કરતા નથી. તેઓ દૂધમાં બીજી કોઈજાતની ભેળસેળ કરતા નથી. આમ છતાં તેઓ ગાય-ભેંસને સતત ગર્ભિણી તો રાખે જ છે. અને તેમના ૮૦ ટકાથી વધારે વાછરડા કતલખાને જતા જ હોય છે. અને વસુકી ગયેલી પાંચ-છ વર્ષની ગાયો પણ કતલખાને વેચાઈ જતી હોય છે, માટે ઓર્ગેનિક કહેવાનું દૂધ પણ અન્ય ડેરીના દૂધ જેમ જ ક્રુરતાવાળું હોય છે.
૬. ડેરી અને માંસ ઉદ્યોગની હિંસા અને વાતાવરણ ઉપર થતી અસર:
નીચે જણાવેલ માહિતી દ્વારા જણાશે કે ડેરી અને કતલખાનાની પર્યાવરણ ઉપર અને ક્રુરતાનું પ્રમાણ કેવું છે? આ માહિતી અમેરિકાની અધિકૃત USDA અને અન્ય સ્રોતો દ્વારા પ્રાપ્ત કરી છે.
કતલખાના દ્વારા પર્યાવરણમાં છોડવામાં આવતો નકામો કચરો:
નીચે જણાવેલ કોષ્ટકમાં અમેરિકન સરકારે જાહેર કરેલ આંકડા છે. - અમેરિકામાં ૨૦૦૮ ના વર્ષમાં કતલ કરવામાં આવેલ સંખ્યા
પ્રાણીઓ
૨૦૦૮ ના વર્ષમાં
કરવામાં આવેલ કુલ
૨૦૦૮ ના વર્ષમાં પ્રતિદિન કરવામાં