Book Title: Granthyugal Author(s): Bramhachari Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 8
________________ ૫]. વડે પરમપદની પ્રાપ્તિ થાય છે. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષપ્રાપ્તિ થતી નથી; બન્ને મળીને મોક્ષમાર્ગ બને છે. આ ઉપર તને એક પુરાણી કથા કહું છું તે સાંભળ : અગ્નિવેશ્ય નામના બ્રાહ્મણનો પુત્ર કારુણ્ય, વેદ-વેદાંગોનો અભ્યાસ કરી ઘેર આવ્યો. પણ ધર્મ-ક્રિયા કંઈ કર્યા વિના બેસી રહેતો. તેની તેવી સ્થિતિ જોઈ અગ્નિવેશ્ય પૂછ્યું : “ભાઈ, તું શું કરે છે ? ધર્મક્રિયા કેમ કરતો નથી? અને ધર્મ-ક્રિયા વિના આમ બેસી રહીશ તો મોક્ષે કેમ જઈશ ?” આવું પિતાનું કહેવું સાંભળી કારુણ્ય બોલ્યો : ___यावज्जीवमग्निहोत्रं नित्यं संध्यामुपासयेत् । प्रवृत्तिरूपो धर्मोऽयं श्रुत्या स्मृत्या च चोदितः ।। અર્થ ;-જીવન પર્યત અગ્નિહોત્ર કરવો, નિત્ય સંધ્યા કરવી એ પ્રવૃત્તિરૂપ ધર્મ શુતિ તથા સ્મૃતિએ કહ્યો છે. न धनेन भवेन्मोक्षः कर्मणा प्रजया न वा । त्यागमात्रेण कित्वते यतयोऽश्नन्ति चामतम् ॥ અર્થ :-ધનથી, ક્રિયાથી કિંવા પુત્રાદિથી મોક્ષ થતો નથી. માત્ર ત્યાગથી મુનિએ મોક્ષ પામે છે, આ પ્રમાણે બને શ્રુતિના અર્થ છે. તે હવે હું શું આરાધું ? આથી હું કંઈ ક્રિયા કરતો નથી. બીજું કોઈ કારણ નથી.” આ સાંભળી અગ્નિવેશ્ય બોલ્યા : ભાઈ, આ ઉપર તને એક કથા કહું છું તે સાંભળી, તે ઉપર વિચાર કરી પછી તેને યોગ્ય લાગે તે કરજે – જ્યાં કિનર નાના પ્રકારની ક્રીડાઓ કરે છે, જ્યાંથી ગંગાનો પ્રવાહ નીચે પડે છે એવા હિમાલયના શિખર પર સુરુચિ નામની એક અપ્સરા બેઠી હતી. તેણે આકાશમાર્ગે એક ઇન્દ્રદૂતને જતો જોયો; તેને ઉચ્ચ સ્વરે તેણે બોલાવ્યો અને પૂછયું : “હે દેવદૂત ! તું ક્યાંથી આવ્યો ? અને કયાં જવાનું છે?” તે દેવદૂત બોલ્યો : “અરિષ્ટનેમિ રાજર્ષિ સર્વ રાજ્ય-ભાર પુત્રને સોંપી, પોતે ગંધમાદન પર્વત પર તપ કરે છે. ત્યાં કામ પ્રસંગે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 372