Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ [૮] જોગવાસિષ્ઠાદિ ગ્રન્થની વાંચના થતી હોય તો તે હિતકારી છે. જિનાગમમાં પ્રત્યેક આત્મા માની પરિમાણમાં અનંત આત્મા કહ્યા છે, અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી, સર્વત્ર ચેતનસત્તા દેખાય છે તે એક જ આત્માની છે, અને આત્મા એક જ છે, એમ પ્રતિપાદન કર્યું છે; તે બેય વાત મુમુક્ષ જરૂર કરી વિચારવા જેવી છે, અને યથાપ્રયને તે વિચારી, નિર્ધાર કરવા યોગ્ય છે, એ વાત નિ:સંદેહ છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું બળ દૃઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી; તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય–ઉપશમને ધારણ કરી શકતું નથી; માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષેએ કર્યું છે તે સમજવા આ જીવમાં વૈરાગ્ય-ઉપશમ અને સત્રાંગ બળ હાલ તો વધારવું ઘટે છે, એમ જીવમાં વિચારી વૈરાગ્યાદિ બળ વધવાના સાધન આરાધવાનો નિત્યપ્રતિ વિશેષ પુરુષાર્થ યોગ્ય છે.” સં. ૧૯૫૦ “યોગવાસિષ્ઠાદિ' ગ્રન્થો વાંચવા-વિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રન્થ સમજી એવા ગ્રન્થ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રન્થ વૈરાગ્ય અને ઉપશમને અર્થો છે. સિદ્ધાંત જ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે “યોગવાસિષ્ઠ, ‘ઉત્તરાધ્યયન”, “સૂત્રકૃતાંગ” આદિ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. વેદાંત અને જિન-સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહો છે. “સમયસાર” વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતા રૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતને વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. “એક બ્રહ્મસ્વરૂપ’ વિચારવામાં અડચણ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 372