Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ [9] રહે તે વાચકને આગળના ભાગ તેમજ અન્ય સિદ્ધાંતિક ગ્રન્થા વાંચવાની યોગ્યતા આવે તે લક્ષ રાખીને પ્રથમનાં બે પ્રકરણાના સારને પૂર્વાર્ધરૂપે આ ગ્રન્થ સાથે જોડવાથી ગ્રન્થ તે બેવડો થયા, પણ તેની ઉપયોગિતા વધી છે એમ વાચક વર્ગને પણ લાગશે. ‘લયે ગવાસિષ્ઠસાર'ની રચના કરનારે છ પ્રકરણામાંથી શ્લોકો ચૂંટી વિષયવાર દશ પ્રકરણ કર્યાં છે; તે જ પ્રકારે પ્રથમનાં બે પ્રકરણાના સાર પણ દશ પ્રકરણ દ્વારા રજૂ કર્યો છે; તે વાચકને રોચક નીવડશે. શ્રીમદ્ રાજચંદ્રે અનેક મુમુક્ષુઓને “યોગવાસિષ્ઠ રામાયણ વાંચવાની, ખાસ કરીને પહેલાં બે પ્રકરણાની ભલામણ કરી છે, તે વાચકને ઉપયોગી જાણી તેના ઉતારો નીચે આપ્યો છે : “વિશેષે કરીને ‘વૈરાગ્ય પ્રકરણ'માં શ્રી રામે જે પેાતાને વૈરાગ્યનાં કારણેા લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે.” “જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિના ભેદ ત્યાગ કરો. આત્મા તેવા નથી.’ સં. ૧૯૪૮ “આપનું ‘ યોગવાસિષ્ઠ’નું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિના તાપ શમાવવાને એ શીતળ ચાંદન છે; આધિ-વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી.” સં. ૧૯૪૬ યોગવાસિષ્ઠ ’વાંચવામાં હરકત નથી. આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે. યોગવાસિષ્ઠાદિ જે જે ગ્રંથ તે કારણનાં પોષક છે, તે વિચારવામાં હરકત નથી. મૂળ વાત તે એ છે કે જીવને વૈરાગ્ય આવતાં છતાં પણ જે તેનું અત્યંત શિથિલપણુ છે-ઢીલાપણું છે-તે ટાળતાં તેને અત્યંત વસમું લાગે છે, અને ગમે તે પ્રકારે પણ એ જ પ્રથમ ટાળવા યોગ્ય છે.” સં. ૧૯૫૦ 66 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 372