Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 9
________________ [૬] ગયા હતા, તે કામ કરીને હવે તે! ઇન્દ્ર પાસે તે વૃત્તાંત નિવેદન કરવા જાઉં છું.” 66 હે અપ્સરાએ વૃત્તાંત વિષે પ્રશ્ન કરવાથી તે દૂત બોલ્યો : અપ્સરા ! સાંભળ. તે રાજા તે પર્વત ઉપર દુર્ધર તપ કરે છે, એમ જાણી ઇન્દ્રે તે રાજાને પોતાની પાસે સ્વર્ગમાં લાવવા મને વિમાન લઈ મેાકલ્યા હતા. પછી તે રાજા પાસે હું ગયા, ત્યારે તેણે સ્વર્ગના ગુણદોષ મને પૂછયા. એટલે મેં સર્વ વાત કહી બતાવી. ત્યારે તે રાજાએ કહ્યુ કે એવા નાશવંત સુખવાળા સ્વર્ગનું મારે કંઈ કામ નથી. તપથી હું આ શરીર કૃશ કરીશ. વિમાન લઈને આવ્યો, તેમ તું પાછે ઇન્દ્ર પાસે જા. પછી હું ઇન્દ્ર પાસે ગયો અને રાજાનું કહેલું કહી સંભળાવ્યું. ત્યારે ઇન્દ્રે મને ફરી આજ્ઞા કરી કે તે રાજાને લઈને તું વાલ્મીકિ ઋષિના આશ્રમે જા, અને વાલ્મીકિજીને તે રાજાને તત્ત્વના બોધ કરવાની મારી ભલામણ જણાવજે. તેથી તે રાજાના માક્ષ થશે. તે પ્રમાણે તે રાજાને તે ઋષિ પાસે લઈ જઈ, ઇન્દ્રે કહ્યું હતું તેમ બધું કર્યું. હવે હું ઇન્દ્ર પાસે જાઉં છું.” પછી રાજાએ વાલ્મીકિ ઋષિને પ્રશ્ન કર્યો તેના ઉત્તરમાં વસિષ્ઠ અને રામના સંવાદરૂપ તે રાજાને ઋષિએ બાધ કર્યો. તેનું નામ ‘વાસિષ્ઠ મહા રામાયણ’ (યોગવાસિષ્ઠ) છે. નિવૃત્તિ સ્થળ શ્રી સીમરડાના નિવાસ દરમ્યાન, શ્રી અમૃતલાલ મા. પરીખે પેાતાને હાથે લખેલું “લઘુયોગવાસિષ્ઠસાર” સટીક સંસ્કૃત શ્લોકો તથા ગુજરાતી ટૂંક વિવેચન સહિત મને મળ્યું તે જોઈ, ગુજરાતી જનતાને પદ્ય રૂપમાં આ પુસ્તક પ્રાપ્ત થાય તે સારું એવી ભાવના થઈ અને અવકાશનો યાગ પણ હતા. તેથી તે જ ગામમાં દોહરારૂપે તે શ્લોકોના અનુવાદ થયો. તેથી મને પોતાને સંતોષ ન થયો. કારણ કે મહાતત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રે મુમુક્ષુને વારંવાર ‘વૈરાગ્ય’ અને ‘મુમુક્ષુ' એ પ્રથમનાં બે પ્રકરણ વૈરાગ્ય ઉપશમ અર્થે વાંચવા વિચારવાની ભલામણ કરી છે, તેના સાર આ લયોગવાસિષ્ઠસારમાં નહીં જેવા લાગ્યો. તેથી મુખ્યતા તે પ્રકરણાની આ ગ્રન્થમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 372