Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ [૪] ઉપર જણાવેલા મહાપુરુષોના અભિપ્રાય પ્રમાણે સદ્ભુત ગણવા યોગ્ય બે ગ્રન્થ : યોગવાસિષ્ઠ મહારામાયણનો લઘુસાર અને સમાધિશતક-વિવેચન છે. કદમાં નાના હોવા છતાં રત્ન તુલ્ય બને કીમતી છે; મુમુક્ષુઓને આત્મોન્નતિમાં મદદ કરનાર છે. પ્રથમ ગ્રન્થમાં વૈરાગ્યની મુખ્યતા છે; બીજામાં આત્મવિચારની મુખ્યતા છે. લઘુગવાસિષ્ઠ-સાર કોઈ સજજને “યોગવાસિષ્ઠ મહારામાયણ'માંથી અમુક પ્રકરણવાર શ્લોકો ચૂંટીને “યોગવાસિષ્ઠ-સાર” નામને પ્રથમ ગ્રન્થ બહાર પાડેલો; તે પ્રમાણમાં મોટો થવાથી ઘણાના ઉપયોગમાં નથી આવતો જાણી, કોઈ પાંડિતે તે સારનો સાર ‘લઘુયોગવાસિષ્ઠ-સાર” નામે ગ્રન્થ કર્યો. તે ઉપરથી સંસ્કૃત ટીકા સહિત. મૂળ શ્લોકો અને મરાઠી ભાષાંતરવાળો. ગ્રન્થ શ્રી કૃષ્ણ શાસ્ત્રીએ ઈ. સ. ૧૯૨૭ માં બહાર પાડ્યો. તેની મરાઠી ભાષાની પ્રસ્તાવનામાં તે લખે છે :– વેદાંત શાસ્ત્રના અનેક ગ્રન્થો છે, તેમાં મુખ્ય પ્રસ્થાનત્રયી (બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદ્ગીતા) છે. પરંતુ પ્રસ્થાનત્રયીની સરખામણીમાં આવે તેવો યોગવાસિષ્ઠ ગ્રન્થ છે. તેમાં જે અધ્યાત્મવિષયો છે તેનાં વ્યાવહારિક દૃષ્ટાંતો શ્રોતાને મનોરંજક રીતે સમજાવ્યાં છે. તેમાંથી શ્લોકોની વિષયવાર પસંદગી કરી આ ગ્રન્થ ઘણા જીવોને ઉપયોગી થાય તે અર્થે ભાષાંતર સહિત છપાવ્યો છે.” યોગવાસિષ્ઠ ગ્રન્થ કયારે, કોણે, કોને કહ્યો તે ઉપર એક કથા મોટા યોગવાસિષ્ઠ ગ્રન્થમાં નીચે પ્રમાણે છે : સુતીક્ષ્ણ નામના ઋષિ સંશય પડવાથી, તેનું નિવારણ કરવા માટે પોતાના ગુરુ અગસ્તિના આશ્રમે ગયા. ગુરુને વંદન કરી તેમણે પ્રાર્થના કરી કે મહારાજ, મને સંશય ઉત્પન્ન થયો છે, તો કૃપા કરી તેનું નિવારણ કરશે. મોક્ષનું સાધન જ્ઞાન, ક્રિયા કે બન્ને ? તેમાંથી જે સત્ય સાધન હોય તે મને કૃપા કરીને કહો. શિષ્યનું કહેવું સાંભળી અગસ્તિ ઋષિ બોલ્યા : ભાઈ, પક્ષી જેમ બને પાંખથી આકાશમાં ઊડે છે, તેમ જ્ઞાન અને ક્રિયા બને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 372