Book Title: Gita ane Kuran Author(s): Sundarlal Shastri Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad View full book textPage 7
________________ ગીતા અને કુરાન' વાચકા સમક્ષ મૂકવાના ઉદ્દેશ એ નથી કે અમે માત્ર બુદ્ધિને સંતાષવા ઇચ્છીએ છીએ, પરંતુ અમારી નેમ તા એ છે કે મનુષ્ય સત્યનું આચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. અમે ઈચ્છીએ છીએ કે આ બન્ને સગ્રંન્થેાનું વાચન આચરણમાં ઉતારવાની દૃષ્ટિથી થવું ોઈએ. અમારી કામના છે કે આના વાચનથી પ્રભુ આપણને એવું ખલ અર્પે કે જેથી આપણે આપણા વાડા, ન્યાતાત, દેશ, ગામ તથા કૌટુંબિક સ્વાર્થબંધને ને ઉખેડી નાખી શકીએ. આ અંતરાયેા આપણને એકબીજાને વેગળા રાખે છે, ને લડાવી મારે છે. આપણે સૌ એક છીએ એવું વિચારવું કે માની લેવું એટલું જ પૂરતું નથી; પરંતુ આવશ્યકતા એની છે કે આપણે આપણા વ્યક્તિગત તથા સામાજિક વ્યવહારમાંથી એ વાર્તા કે જે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ ઊભા કરે છે તેને દૂર કરીએ; ભલે પછી તે રીતરિવાજો હાય, કાયદાએ હોય કે સાંપ્રદાચિક બંધને હાય.” આ પુસ્તકના પ્રાસ્તાવિક એક છે' –ના અંતિમ ભાગમાંને વિશેષ લખવાનું પ્રયાજન નથી. એકમેકને સમજવાની તથા સમાવવાની શક્તિ ધિર આપણને આપે એ જ પ્રાર્થના સાથે આ અનુવાદ સન ૧૯૫૦ના સર્વાંદય પક્ષમાં થયા હતા તે હવે પ્રકાશને પામે છે. ગોકુળભાઈ ભટ્ટ લેખ - ઉપરના - ' દુનિયાના સર્વ ધર્માં ઉતારા માર્ગદર્શક છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 246