Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 6
________________ અનુવાદ અંગે સન ૧૯૪૨ના કારાવાસ દરમ્યાન કંઈક કંઈક વાંચવાનો સમય મળતો હતો. પંડિત સુંદરલાલજીનાં હિંદુસ્તાનીમાં લખેલાં “હજરત મહંમદ અને ઇસ્લામ' તથા “ગીતા અને કુરાન' પણ જોઈ લીધાં હતાં. પુસ્તકે ગમી ગયાં હતાં. બહાર આવ્યા પછી મનમાં આવ્યું કે એકાદને તરજુ કરું. પંડિતજીની પરવાનગી મળી ગઈ. નવજીવને મારી મરજીથી “ગીતા અને કુરાન’નું કામ મને સોંપ્યું. ' વિષય પરિચિત છે પણ સાચું જ્ઞાન ન હોવાથી આપણે હાર્દને પિછાણું શક્તા નથી. હિંદુ-મુસ્લિમ ઐક્યને રાષ્ટ્રકાર્યનું એક મહત્ત્વનું અંગ આપણે સૌ માનીએ છીએ; સર્વધર્મસમન્વયમાં પણ આપણે વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ સાચા અભ્યાસ અને જ્ઞાન વિનાની આપણી માન્યતાઓ ફળતી નથી. તે સારુ રાષ્ટ્રસેવકોએ તે આવા ગ્રંથનું પરિશીલન કરવું જ જોઈએ. આ કે આવાં પુસ્તક લેકશિક્ષણની દૃષ્ટિએ પણ અત્યંત ઉપયોગી છે. જનસમાજનું શીલ આવા સાહિત્યથી સુદઢ થાય છે. પંડિત સુંદરલાલજી જાણીતા વિદ્વાન છે; સંસ્કૃતિદર્શન તથા ધર્મસમન્વય જેવા એમના ખાસ વિષય છે. આ સિદ્ધહસ્ત લેખકની વિશિષ્ટ શૈલીવાળું આ પુસ્તક ગુજરાત સમક્ષ મૂકવાને આ અવસર મને મળ્યો એ મારું સદ્ભાગ્ય છે. મૂળના અર્થભાવને ક્ષતિ ન આવે તેની કાળજી તે રાખી છે છતાયે મૂળ પુસ્તક જેવી મજા આ અનુવાદ ક્યાંથી આપી શકે ?! વિષયની ચર્ચા કરવાનો અધિકાર માટે નથી. પંડિત સુંદરલાલજીએ જે પીરસ્યું છે તે પચાવીએ તે લેખકને સતેજ થશે તથા રાષ્ટ્રહિતને વધારનાર કાર્ય પૂ. ગાંધીજીની દષ્ટિએ કર્યું ગણુશે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 246