Book Title: Ganit Chamatkar Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Pragna Prakashan Mandir View full book textPage 5
________________ પ્રકાશકીય સને ૧૯૩૪ થી ૧૯૬૪ સુધી ગ્રંથલેખક શતાવધાની પં. શ્રી. ધીરજલાલ શાહે શતાવધાનના પ્રયોગો દરમ્યાન ગણિતના અનેક ચમત્કારિક પ્રયોગો બનાવ્યા હતા. જે જોઈને મોટા મોટા વિદ્વાને પણુ પ્રભાવિત થયા હતા. આ વખતે કેટલાક સહૃદયી સજજનેએ એવી સૂચના કરી હતી કે તમારે આ વિદ્યાનું રહસ્ય જનતાની જાણ માટે પ્રગટ કરવું જોઈએ. પંડિતશ્રીએ તેને સાનંદ સ્વીકાર કરીને મરણ-કલા” નામનો એક ગ્રંથ લખ્યો. તેમજ “ગણિતચમકાર” “ગણિત-રહસ્ય” તથા “ગણિત-સિદ્ધિ” નામના ત્રણ ગ્રંથની રચના કરી. તેમાંથી સ્મરણશ્લા આજે અપ્રાપ્ય છે જ્યારે ગણિત-ચમત્કાર અને ગણિત-રહસ્ય ત્રીજી આવૃત્તિ સુધી પહોંચ્યા છે. તેમજ ગણિત-સિદ્ધિએ પણ બીજી આવૃત્તિના દર્શન કર્યા છે. એકંદરે આ ત્રણે ગ્રંથે લેકપ્રિય નિવડયા છે અને “ગુજરાતી ભાષામાં ગણિતના ગ્રંથો ચાલતા નથી.” એવો ગ્રંથ વિક્રેતાને શ્રમ ભાંગ્યો છે. આ ગ્રંથનો આટલો પ્રચાર થવામાં મહારાજા સયાજીરાવ હીરક મહોત્સવ સ્મારક નિધિ” તથા મહારાજા ફતેહસિંહરાવ ચેરીટી ટ્રસ્ટ' સારો સહકાર આપેલ છે તેમજ સન્માનનીય શ્રી મોરારજીભાઈ શ્રીમાન કે. કે. શાહ તથા શ્રીમંત મહારાજા ફત્તેહસિંહરાવ ગાયકવાડ આદિ અનેક મહાનુભાવોએ ઊંડો રસ લીધેલે છે, તે માટે સહુને અંત:કરણથી આભાર માનીએ છીએ. ' કાગળની સખત મોંઘવારી તથા છાપકામના ભાવો ઘણ વધવા છતાં આ ગ્રંથનું મૂલ્ય પૂર્વવત્ રાખ્યું છે તે તરફ પાઠકેનું ધ્યાન ખેંચીએ છીએ. પ્રકાશક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 210