Book Title: Gandhiji ane Jainatva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ગાંધીજી અને જૈનત્વ [ પછ: જ નહોતી. હથિયાર ન પકડવાં, કોઈ સામે હાથ ન ઉગામ, ઘરમાં, ગુફામાં કે જંગલમાં મૌન લઈ નિષ્ક્રિય થઈ બેસી ન રહેવું, બધાં જ ક્ષેત્રોમાં ઝઝૂમવું, છતાં કોઈ પણ સ્થળે ન હારવાનો તેમ જ બધા ઉપર વિજય મેળવવાનો ઉત્સાહ અને નિશ્ચય એ ગાંધીજીની અહિંસાનું નવું અને સ્પષ્ટ રૂપ છે. પિતાના વિચાર અને સિદ્ધાન્તમાં અતિ આગ્રહી રહ્યા છતાં કોઈ પણ કદરમાં કટ્ટર બીજા પક્ષકારની દલીલને સમજવાનો ઉદાર પ્રયત્ન અને સામાની દષ્ટિમાંથી કાંઈ લેવા જેવું ન જણાય તો પણ તેને તેના રસ્તે જવા દેવાની ઉદારતા, એ ગાંધીજીના અનેકાંતવાદનું જીવતું દિવ્ય સ્વરૂપ છે. વિરોધી પક્ષકા ગાંધીજીને ન અનુસરવા છતાં કેમ ચાહે છે તેની કુંચી એમના અનેકાન્તદષ્ટિએ ઘડાયેલ જીવનમાં છે. અનેકાંતદષ્ટિ એટલે એક જ બાબત પર અનેક વિરોધી દેખાતી દષ્ટિઓને મેળ સાધવો તે, જેને સમન્વય કહી શકાય. આ દષ્ટિ ગાંધીજીના વ્યાવહારિક જીવનમાં સંપૂર્ણપણે તરવરે છે. અહિંસાનું અને અનેકાંતદષ્ટિનું બીજ ક્યાંથી આવ્યું, કેમ વિકસ્યું એ જેવા કરતાં એ ગાંધીજીના જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ જોવું બહુ જ જીવનપ્રદ અને અગત્યનું છે. ખરી રીતે તે હવે ગાંધીજીની અહિંસા અને ગાંધીજીને અનેકાંત એ એમના જીવનની તદ્દન વિશિષ્ટ જ બાબત થઈ પડી છે અને તેથી જ તે જૈન પંથના બીબાબદ્ધ એ બે ત કરતાં જુદી પણું પડે છે. આમ હોવા છતાં જ્યારે અહિંસા તત્વની અપારતા અને અનેકાંતતત્ત્વની વિશાળતાને વિચાર આવે છે ત્યારે ચોખું લાગે છે કે ગમે તેટલે વિકાસ કર્યા છતાં અને ગમે તેટલું ઉપયોગી પરિવર્તન કર્યા છતાં એ તોની બાબતમાં ગાંધીજી બીજા ધર્મપથ કરતાં વધારેમાં વધારે જૈન ધર્મની જ નજીક છે. ગાંધીજી જૈન કહેવાય તેથી જૈન પથે માટે વિજય સાથે અગર જૈન પંથ બહુ કર્મઠ છે એમ અહીં કહેવાનું નથી. એ જ રીતે ગાંધીજી જૈન ન કહેવાય તોયે જન પંથનાં વિશિષ્ટ તો જ સાચે જ ઉપયોગી હોય છે તેથી જૈન પંથનું ગૌરવ ઘટવાનું નથી. અહીં તે ફક્ત વિચારવાનું એટલું જ છે કે ગાંધીજીની પ્રકૃતિમાં જે જે વિશિષ્ટ તત્વે ભાગ ભજવી રહ્યાં છે તે તમાંનાં કયાં તો જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તમાં આવે છે. આ દષ્ટિએ હું ગાંધીજીને ઉપર કહેલ બે તત્વોની બાબતમાં જૈન સમજુ છું. હજારે જ નહિ પણ લાખો જેને પૂછે તે એમ જ કહેવાના કે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6