Book Title: Gandhiji ane Jainatva Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ગાંધીજી અને જૈનત્વ [ ૫૬૯ ધર્મ અને પંથના લેકે ગાંધીજીને પોતાના ધર્મપથના કહેતાં અને મનાવતાં શા માટે સંકોચાતા હશે એ સવાલ થાય છે. આ સવાલ વિષમ છે, પણ તેને ઉત્તર તે વિષમ નથી. ગાંધીજીને આત્મા જે પ્રાચીનપણાને પક્ષપાતી દેખાય છે તે તે ખરી રીતે નથી. તેમને કઈ પણ વસ્તુ માત્ર જૂની હોવાને કારણે જ નથી ગમતી અને માત્ર નવી હોવાને કારણે તેઓ તેને ફેકી નથી દેતા. તેમની કરી સખત છે અને ઉદારતા તો તેથીયે વધારે છે. એટલે દરેક વસ્તુને તેઓ જીવનસુધારણાની તેમ જ પ્રજાજીવનમાં ઉપયોગીપણાની દૃષ્ટિએ કસે છે, એ કસેટીમાં તેમને જન્મસિદ્ધ ધર્મપથનાં ઘણું તને ફેંકી દેવાં અગર બદલી દેવાં પડ્યાં છે અને બીજા બીજા ધર્મપનાં કેટલાંક તો એમને એમ અગર ડાઘણા ફેરફાર સાથે તેમણે સ્વીકાર્યો છે, જીવનમાં ઉતાર્યા છે અને કેટલીક બાબતોમાં તો તેમણે એ તને પિતાનું વિશિષ્ટ સ્વરૂપ અધ્યું છે. સનાતન પથ એટલે અચલ પથ. તે બુદ્ધિપૂર્વક ફેરફાર અને પરિવર્તન કરવાની પહેલ નહિ કરનારો પંથ. જે એવું પરિવર્તન કરે તે તેની નજરે નાસ્તિક અગર સનાતન પંથ બહારનો; એટલે ગાંધીજીને પોતાને જન્મસિદ્ધ ધર્મપંથ તે પચાવે એવી તેની આંતરશક્તિ જ નથી. સનાતન પચી હોય અને ગાંધીજીને પોતાના પંથના માને તો તેને જૂની સ્મૃતિઓ, પુરાણ વગેરે ફેંકી દેવું પડે અગર તેમાંના કેટલાક ભાગ ઉપર હરતાલ દેવી પડે. એમ કરવા જતાં તો તે અચલપંથી મટી જ જાય. એટલે કોઈ પણ સનાતનપંથી એમ જ કહેવાનો કે ગાંધીજી યુરોપમાં જઈને અગર બાઈબલ વગેરે વિધર્મ શાસ્ત્રોને સાદર અભ્યાસ કરીને, તેમ જ કદાચ સનાતનપંચના પ્રૌઢ આચાર્યો પાસેથી વેદ, ઉપનિષદનું ખરું મમ નહિ સમજવાને કારણે, સનાતન ધર્મનાં તર બરાબર સમજી શક્યા નથી, અને એ તત્તનું મહત્ત્વ તેમના ધ્યાનમાં ખરેખર ઊતર્યું નથી. જોકે બીજા સુધારક પંથે પણ અનેક બાબતોમાં રૂઢિચુસ્ત અને અચલ જેવા હોય છે, છતાં તેમની મૂળ પ્રકૃતિમાં સુધારકપણાનું તત્ત્વ હોવાથી તેઓ ગાંધીજીની પ્રકૃતિને પિતાથી બહુ દૂર નથી લખતા. ગાંધીજીને આત્મામાં જે શોધનું અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ છે તેને મેળ બધા જ સુધારક ગણાતા પથેની મૂળ પ્રકૃતિ સાથે વધારે બેસે છે. આ જ કારણને લીધે સનાતન સિવાયના બધા જ ધર્મપંથવાળાએ ગાંધીજીને પોતાની નજીક આણવા અગર પોતે ગાંધીજીની નજીક જવા ઓછુંવત્તું ઈચ્છે છે. આ રીતે જૈન સમાજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6