Book Title: Gandhiji ane Jainatva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ગાંધીજી અને જૈનત્વ [૩૭ ] . દુનિયામાં આજે જેટલા જાણીતા ધર્મપ છે લગભગ તે બધા ગાંધીજીને હૃધ્યથી અપનાવવા અગર પિતાના પંથના અનુગામી બનાવવા કે મનાવવા થોડોઘણે પ્રયત્ન કરે છે. મુસલમાનો કેટલાંક વર્ષ અગાઉ ગાંધીજી ને જ ખલીફા બનાવવાની વાત કરતા. ખ્રિસ્તીઓ તો બહુ જ ઉમળકા સાથે ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કરી પણ ચૂકેલા અને અત્યારે પણ ઘણાયે મનથી એમ ઈચ્છતા હશે. આર્યસમાજીએ તે આવી બાબતમાં પાછા પડે એવા છે એમ માનવા કેઈ ભાગ્યે જ તૈયાર હશે. ઘણું સમજદાર બૌદ્ધો ગાંધીજીમાં બૌદ્ધ ધર્મની નવી આવૃત્તિનું દર્શન કરી રહ્યા છે. જૈનેને તો એ દાવે જ છે અને તેને ગાંધીજીના પિતાના જ કથનને કે છે કે તેમનામાં જૈન ધર્મનાં કેટલાંક વિશિષ્ટ તો અમુક કારણથી આવેલાં છે. જે બધા ધર્મપંથવાળા ગાંધીજીમાં તિપિતાના પંથનાં વિશિષ્ટ તો જોઈ રહ્યા છે અને તેને લીધે તેઓ ગાંધીજી પાસે પિતાને પંથ સ્વીકારાવવા અગર તેમની પાસે પિતાના પંથનું મહત્ત્વ ગવરાવવા ઈચ્છે છે તે ધર્મ પમાં ફક્ત સુધારક અગર ક્યારેક કાંતિકારક તરીકે પ્રસિદ્ધ થયેલા (ભલે આજે તે તદન સ્થિતિચુસ્ત અને નિષ્ક્રિય થયા હેય) પંથેનાં જ નામ આવે છે. ગાંધીજી જન્મથી જે ધર્મપંથના છે તે ધર્મપંથના એટલે સનાતન ધર્મને લેકે ગાંધીજીને પિતાના પંથના સમજી બહુ હરખાતા કે મલકાતા નથી અને સનાતન પંથનો માટે રૂટિબદ્ધ ભાગ તે ગાંધીજીને પિતાના પંથના કહેતાં ને મનાવતાં કદાચ સંકેચાય પણ છે. જ્યારે બીજા પંથવાળા કઈ પણ રીતે તેમના પથ વિશે ગાંધીજી પાસે સહાનુભૂતિવાળા બે શબ્દો બેલાવવામાં અને કદાચ કડવી ટીકા સાથે સુધ્ધાં તેમને શ્રીમુખથી પિતાના ધર્મ પંથ વિશે કાંઈક મહત્ત્વપૂર્ણ સાંભળવામાં ગૌરવ માને છે અને તે માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે, ત્યારે ગાંધીજી ડાંડી પીટીને જે ધર્મને પોતાનો ધર્મ અને પિતાને પંથ કહે છે તેમ જ જેને સંપૂર્ણ ધર્મ તરીકે ઓળખાવે છે તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6