Page #1
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી અને જૈનત્વ
[૩૭ ] . દુનિયામાં આજે જેટલા જાણીતા ધર્મપ છે લગભગ તે બધા ગાંધીજીને હૃધ્યથી અપનાવવા અગર પિતાના પંથના અનુગામી બનાવવા કે મનાવવા થોડોઘણે પ્રયત્ન કરે છે. મુસલમાનો કેટલાંક વર્ષ અગાઉ ગાંધીજી ને જ ખલીફા બનાવવાની વાત કરતા. ખ્રિસ્તીઓ તો બહુ જ ઉમળકા સાથે ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કરી પણ ચૂકેલા અને અત્યારે પણ ઘણાયે મનથી એમ ઈચ્છતા હશે. આર્યસમાજીએ તે આવી બાબતમાં પાછા પડે એવા છે એમ માનવા કેઈ ભાગ્યે જ તૈયાર હશે. ઘણું સમજદાર બૌદ્ધો ગાંધીજીમાં બૌદ્ધ ધર્મની નવી આવૃત્તિનું દર્શન કરી રહ્યા છે. જૈનેને તો એ દાવે જ છે અને તેને ગાંધીજીના પિતાના જ કથનને કે છે કે તેમનામાં જૈન ધર્મનાં કેટલાંક વિશિષ્ટ તો અમુક કારણથી આવેલાં છે.
જે બધા ધર્મપંથવાળા ગાંધીજીમાં તિપિતાના પંથનાં વિશિષ્ટ તો જોઈ રહ્યા છે અને તેને લીધે તેઓ ગાંધીજી પાસે પિતાને પંથ સ્વીકારાવવા અગર તેમની પાસે પિતાના પંથનું મહત્ત્વ ગવરાવવા ઈચ્છે છે તે ધર્મ પમાં ફક્ત સુધારક અગર ક્યારેક કાંતિકારક તરીકે પ્રસિદ્ધ થયેલા (ભલે આજે તે તદન સ્થિતિચુસ્ત અને નિષ્ક્રિય થયા હેય) પંથેનાં જ નામ આવે છે. ગાંધીજી જન્મથી જે ધર્મપંથના છે તે ધર્મપંથના એટલે સનાતન ધર્મને લેકે ગાંધીજીને પિતાના પંથના સમજી બહુ હરખાતા કે મલકાતા નથી અને સનાતન પંથનો માટે રૂટિબદ્ધ ભાગ તે ગાંધીજીને પિતાના પંથના કહેતાં ને મનાવતાં કદાચ સંકેચાય પણ છે. જ્યારે બીજા પંથવાળા કઈ પણ રીતે તેમના પથ વિશે ગાંધીજી પાસે સહાનુભૂતિવાળા બે શબ્દો બેલાવવામાં અને કદાચ કડવી ટીકા સાથે સુધ્ધાં તેમને શ્રીમુખથી પિતાના ધર્મ પંથ વિશે કાંઈક મહત્ત્વપૂર્ણ સાંભળવામાં ગૌરવ માને છે અને તે માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે, ત્યારે ગાંધીજી ડાંડી પીટીને જે ધર્મને પોતાનો ધર્મ અને પિતાને પંથ કહે છે તેમ જ જેને સંપૂર્ણ ધર્મ તરીકે ઓળખાવે છે તે જ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી અને જૈનત્વ
[ ૫૬૯ ધર્મ અને પંથના લેકે ગાંધીજીને પોતાના ધર્મપથના કહેતાં અને મનાવતાં શા માટે સંકોચાતા હશે એ સવાલ થાય છે. આ સવાલ વિષમ છે, પણ તેને ઉત્તર તે વિષમ નથી.
ગાંધીજીને આત્મા જે પ્રાચીનપણાને પક્ષપાતી દેખાય છે તે તે ખરી રીતે નથી. તેમને કઈ પણ વસ્તુ માત્ર જૂની હોવાને કારણે જ નથી ગમતી અને માત્ર નવી હોવાને કારણે તેઓ તેને ફેકી નથી દેતા. તેમની કરી સખત છે અને ઉદારતા તો તેથીયે વધારે છે. એટલે દરેક વસ્તુને તેઓ જીવનસુધારણાની તેમ જ પ્રજાજીવનમાં ઉપયોગીપણાની દૃષ્ટિએ કસે છે, એ કસેટીમાં તેમને જન્મસિદ્ધ ધર્મપથનાં ઘણું તને ફેંકી દેવાં અગર બદલી દેવાં પડ્યાં છે અને બીજા બીજા ધર્મપનાં કેટલાંક તો એમને એમ અગર ડાઘણા ફેરફાર સાથે તેમણે સ્વીકાર્યો છે, જીવનમાં ઉતાર્યા છે અને કેટલીક બાબતોમાં તો તેમણે એ તને પિતાનું વિશિષ્ટ સ્વરૂપ અધ્યું છે. સનાતન પથ એટલે અચલ પથ. તે બુદ્ધિપૂર્વક ફેરફાર અને પરિવર્તન કરવાની પહેલ નહિ કરનારો પંથ. જે એવું પરિવર્તન કરે તે તેની નજરે નાસ્તિક અગર સનાતન પંથ બહારનો; એટલે ગાંધીજીને પોતાને જન્મસિદ્ધ ધર્મપંથ તે પચાવે એવી તેની આંતરશક્તિ જ નથી. સનાતન પચી હોય અને ગાંધીજીને પોતાના પંથના માને તો તેને જૂની સ્મૃતિઓ, પુરાણ વગેરે ફેંકી દેવું પડે અગર તેમાંના કેટલાક ભાગ ઉપર હરતાલ દેવી પડે. એમ કરવા જતાં તો તે અચલપંથી મટી જ જાય. એટલે કોઈ પણ સનાતનપંથી એમ જ કહેવાનો કે ગાંધીજી યુરોપમાં જઈને અગર બાઈબલ વગેરે વિધર્મ શાસ્ત્રોને સાદર અભ્યાસ કરીને, તેમ જ કદાચ સનાતનપંચના પ્રૌઢ આચાર્યો પાસેથી વેદ, ઉપનિષદનું ખરું મમ નહિ સમજવાને કારણે, સનાતન ધર્મનાં તર બરાબર સમજી શક્યા નથી, અને એ તત્તનું મહત્ત્વ તેમના ધ્યાનમાં ખરેખર ઊતર્યું નથી. જોકે બીજા સુધારક પંથે પણ અનેક બાબતોમાં રૂઢિચુસ્ત અને અચલ જેવા હોય છે, છતાં તેમની મૂળ પ્રકૃતિમાં સુધારકપણાનું તત્ત્વ હોવાથી તેઓ ગાંધીજીની પ્રકૃતિને પિતાથી બહુ દૂર નથી લખતા. ગાંધીજીને આત્મામાં જે શોધનું અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ છે તેને મેળ બધા જ સુધારક ગણાતા પથેની મૂળ પ્રકૃતિ સાથે વધારે બેસે છે. આ જ કારણને લીધે સનાતન સિવાયના બધા જ ધર્મપંથવાળાએ ગાંધીજીને પોતાની નજીક આણવા અગર પોતે ગાંધીજીની નજીક જવા ઓછુંવત્તું ઈચ્છે છે. આ રીતે જૈન સમાજના
Page #3
--------------------------------------------------------------------------
________________
૫૦]
દન અને ચિંતન બધા જ સારા વિચારા ગાંધીજીને જૈન માને છે અગર તેમનામાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતા આતપ્રોત થયેલા જુએ છે. ખીજા ધર્માંધ વિશે ન કહેતાં આ લેખમાં જૈન પથ વિશે જ મુખ્યપણે કહું છું તેનાં એ કારણે છે: એક તે લેખની મર્યાદા અને બીજું કારણ બધી વસ્તુઓને એકસાથે ન્યાય એક જ જણુ આપે તેમાં અન્યાય થવાને! સભવ. ત્યારે આપણે હવે જોઈ એ કે ગાંધીજીમાં કયાં એવાં જૈનધમ માન્ય ખાસ તત્ત્વ આતપ્રેત થયાં છે કે જેને લીધે જૈન અગર કેટલાક જૈનેતરી એમને જૈન કહેવા અને માનવા પ્રેરાય છે.
જૈન ધર્મના આચાર અને વિચાર સંબધી એ તત્ત્વ એવાં વિશિષ્ટ છે કે જેને લીધે એ ધમ ખીજા ૫થાથી જુદો પડે છે. એ એ તત્ત્વો એટલે અહિંસા અને અનેકાન્તવાદ, આ બન્ને તત્ત્વો માત્ર મધ્યસ્થપણાની પ્રકૃતિમાંથી જન્મ્યા છે અને વિકસ્યા છે. ગાંધીજીની પ્રકૃતિમાં મધ્યસ્થપણું ને સહજ રીતે જ ન હોત તા આ એ તત્ત્વો તેમના જીવનમાં ન આવત એમ મને ચોખ્ખુ લાગે છે. તેમની પ્રકૃતિના બંધારણમાં મધ્યસ્થપણાના સંસ્કારો બીજપે હતા એ એમની ‘આત્મકથા' કહે છે. સ્વાભાવિક મધ્યસ્થપણું હોવા છતાં તેમને જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસી શ્રીમદ્ રાયચંદ્ર જેવા ગાઢ પરિચય થયા ન હાત તાપણુ એ તત્ત્વા જે રીતે તેમના જીવનમાં દેખા દે છે તે રીતે આજે હાત કે નહિ એ શંકાસ્પદ છે. ગાંધીજીના જીવનમાં બધા ધર્માંતે માન્ય અને છતાં જૈન ધર્મની ખાસ ગણાતી અહિંસા ઊતરી છે, પણ તે જૈન બીબામાં ઢળાયેલી નહિ. જૈનેને અનેકાંતવાદ ગાંધીજીના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક શબ્દમાં દેખાય છે, પણ તે સુધ્ધાં જૈન ભાષા અને જૈન રૂઢિના બીબામાં ઢળેલે નહિ. પોતાની પ્રકૃતિમાંથી જ જન્મેલાં અને શ્રીમદ્ રાયચંદ્ર આદિ જેવાના પરિચયથી કાંઈક વિશિષ્ટ રીતે પાષણ પામેલાં એ એ તત્ત્વે તે સામ્પ્રદાયિક ખીબામાં ઢળેલા જ, ગાંધીજીના જીવનમાં આવ્યા હાત તો ગાંધીજીના જીવન વિશે આજે વિચારવાનું રહેત જ નહિ. તેઓ આપણા જેવા પ્રાકૃત હત અને તેમના જીવનમાંથી મેળવવાપણું ન જ હેત, ઓછામાં ઓછું હોત.
અથવા
ગાંધીજીએ અહિસાને અપનાવી, પણ તે એવી રીતે અપનાવી કે અત્યાર સુધીમાં કાઈ પણ સાધારણુ કે અસાધારણ માણસે એ રીત અ‘ગીકાર જ કરી નહેાતી, અથવા કાઈ તે બહુ સ્પષ્ટપણે અને વ્યાપકપણે એ રીત સૂઝી
Page #4
--------------------------------------------------------------------------
________________
ગાંધીજી અને જૈનત્વ
[ પછ: જ નહોતી. હથિયાર ન પકડવાં, કોઈ સામે હાથ ન ઉગામ, ઘરમાં, ગુફામાં કે જંગલમાં મૌન લઈ નિષ્ક્રિય થઈ બેસી ન રહેવું, બધાં જ ક્ષેત્રોમાં ઝઝૂમવું, છતાં કોઈ પણ સ્થળે ન હારવાનો તેમ જ બધા ઉપર વિજય મેળવવાનો ઉત્સાહ અને નિશ્ચય એ ગાંધીજીની અહિંસાનું નવું અને સ્પષ્ટ રૂપ છે. પિતાના વિચાર અને સિદ્ધાન્તમાં અતિ આગ્રહી રહ્યા છતાં કોઈ પણ કદરમાં કટ્ટર બીજા પક્ષકારની દલીલને સમજવાનો ઉદાર પ્રયત્ન અને સામાની દષ્ટિમાંથી કાંઈ લેવા જેવું ન જણાય તો પણ તેને તેના રસ્તે જવા દેવાની ઉદારતા, એ ગાંધીજીના અનેકાંતવાદનું જીવતું દિવ્ય સ્વરૂપ છે. વિરોધી પક્ષકા ગાંધીજીને ન અનુસરવા છતાં કેમ ચાહે છે તેની કુંચી એમના અનેકાન્તદષ્ટિએ ઘડાયેલ જીવનમાં છે. અનેકાંતદષ્ટિ એટલે એક જ બાબત પર અનેક વિરોધી દેખાતી દષ્ટિઓને મેળ સાધવો તે, જેને સમન્વય કહી શકાય. આ દષ્ટિ ગાંધીજીના વ્યાવહારિક જીવનમાં સંપૂર્ણપણે તરવરે છે. અહિંસાનું અને અનેકાંતદષ્ટિનું બીજ ક્યાંથી આવ્યું, કેમ વિકસ્યું એ જેવા કરતાં એ ગાંધીજીના જીવનમાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ જોવું બહુ જ જીવનપ્રદ અને અગત્યનું છે. ખરી રીતે તે હવે ગાંધીજીની અહિંસા અને ગાંધીજીને અનેકાંત એ એમના જીવનની તદ્દન વિશિષ્ટ જ બાબત થઈ પડી છે અને તેથી જ તે જૈન પંથના બીબાબદ્ધ એ બે ત કરતાં જુદી પણું પડે છે.
આમ હોવા છતાં જ્યારે અહિંસા તત્વની અપારતા અને અનેકાંતતત્ત્વની વિશાળતાને વિચાર આવે છે ત્યારે ચોખું લાગે છે કે ગમે તેટલે વિકાસ કર્યા છતાં અને ગમે તેટલું ઉપયોગી પરિવર્તન કર્યા છતાં એ તોની બાબતમાં ગાંધીજી બીજા ધર્મપથ કરતાં વધારેમાં વધારે જૈન ધર્મની જ નજીક છે. ગાંધીજી જૈન કહેવાય તેથી જૈન પથે માટે વિજય સાથે અગર જૈન પંથ બહુ કર્મઠ છે એમ અહીં કહેવાનું નથી. એ જ રીતે ગાંધીજી જૈન ન કહેવાય તોયે જન પંથનાં વિશિષ્ટ તો જ સાચે જ ઉપયોગી હોય છે તેથી જૈન પંથનું ગૌરવ ઘટવાનું નથી. અહીં તે ફક્ત વિચારવાનું એટલું જ છે કે ગાંધીજીની પ્રકૃતિમાં જે જે વિશિષ્ટ તત્વે ભાગ ભજવી રહ્યાં છે તે તમાંનાં કયાં તો જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તમાં આવે છે. આ દષ્ટિએ હું ગાંધીજીને ઉપર કહેલ બે તત્વોની બાબતમાં જૈન સમજુ છું.
હજારે જ નહિ પણ લાખો જેને પૂછે તે એમ જ કહેવાના કે:
Page #5
--------------------------------------------------------------------------
________________
પ૭ર ]
દર્શન અને ચિંતન જે વાછરડો મારે અને કૂતરાં મારવાની સંમતિ આપે તે જૈન ધર્મની અહિંસાવાળા શી રીતે હેઈ શકે ?” પરંતુ મેં ઉપર સૂચન કર્યું છે કે ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હતી અને નાનાંમોટાં અનેક ક્ષેત્રોમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કેયડાને ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતે ન હેત તે તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈન શાસ્ત્રના “અસ્તિ-નાસ્તિ', “ધ્રુવ-અછુવ” વગેરે વિરોધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદળે આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામ કરવાનાં હોય છે અને બધા જ કેયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પિતાને જાતે માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને કારણે તેમને પિતાના પંથના માનવા લલચાઈ જનાર સારા સારા વિચારકે પણ પાછા પડે છે અને તેમને પિતાના પંથના કહેતાં ખચકાય છે. ગાંધીજીના જીવનમાં જેટલી મૃદુતા છે તેથીયે વધારે કઠેરતા છે, એટલે તેમનું તાદામ્ય સાધવાની વૃત્તિ જતી પણ નથી અને છેડતી પણ નથી. એમના જીવનમાં કાંઈ મેહક તત્ત્વ છે કે જેને લીધે જાણે-અજાણે જનતાને મોટો ભાગ તેમની આજુબાજુ વીંટળાય છે અને છતાયે તત્વ પચાવવા તૈયાર નથી.
આ જ ન્યાય જેન લેકને લાગુ પડે તે સ્વાભાવિક છે. તેઓ જ્યારે જ્યારે ગાંધીજીના લેખમાં અગર ભાષણમાં સૂક્ષ્મ જંતુને બચાવવાની વાત વાંચે અને સાંભળે છે, રાતે ન ખાવાપીવાની અને બની શકે તો રાતે દી સુધ્ધાં ન કરવાની અગર દીવામાં ભરતાં પતંગિયાં બચાવી લેવાની ઝીણવટ તેમ જ ફૂલની પાંખડીઓને પણ ન દુભાવવાની બારીકી તેમના કથનમાં સાંભળે છે ત્યારે તેઓ એકાએક જાણે-અજાણે કહી દે છે કે “ગાંધીજી તે ખરેખર જૈન દેખાય છે. વળી બીજે પ્રસંગે ગાંધીજી વાછરડાં, કૂતરાં આદિની ચર્ચા ઊભી કરે છે ત્યારે તે જ જેનો પાછા ઝપાટાબંધ, પિતાનું આપેલું પ્રમાણ પત્ર વીસરી જઈ એકાએક કહી દે છે કે “ગાંધીજી તે હિંસક છે અને નાસ્તિક છે.” આ રીતે સત્વર અપાતા અને પાછા ખેંચી લેવાતા પ્રમાણ પત્ર વિશે હું તટસ્થ છું.
હું તે ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને
Page #6
--------------------------------------------------------------------------
________________ ગાંધીજી અને જૈનત્વ [ પહ૩ અનેકાંતનાં બે તો કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જેઉં છું તેમ જ વિચારું છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હેય. ખરી રીતે મહાન પુરુષ કઈ ખાસ ધર્મ કે પંથને હેત જ નથી. તે પ્રચલિત બધા પથની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પાને હોય છે. જે મહાન પુરુષ વિશેનું આ કાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તે ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ, આ “અસ્તિ-નાસ્તિ” વાદમાં જ જૈનપણું આવી જાય છે. –પ્રસ્થાન “ગાંધીમણિમહોત્સવાંક ', સં. 1985. .