Book Title: Gandhiji ane Jainatva
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પ૭ર ] દર્શન અને ચિંતન જે વાછરડો મારે અને કૂતરાં મારવાની સંમતિ આપે તે જૈન ધર્મની અહિંસાવાળા શી રીતે હેઈ શકે ?” પરંતુ મેં ઉપર સૂચન કર્યું છે કે ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હતી અને નાનાંમોટાં અનેક ક્ષેત્રોમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કેયડાને ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતે ન હેત તે તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈન શાસ્ત્રના “અસ્તિ-નાસ્તિ', “ધ્રુવ-અછુવ” વગેરે વિરોધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદળે આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામ કરવાનાં હોય છે અને બધા જ કેયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પિતાને જાતે માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે. એ પ્રકૃતિને કારણે તેમને પિતાના પંથના માનવા લલચાઈ જનાર સારા સારા વિચારકે પણ પાછા પડે છે અને તેમને પિતાના પંથના કહેતાં ખચકાય છે. ગાંધીજીના જીવનમાં જેટલી મૃદુતા છે તેથીયે વધારે કઠેરતા છે, એટલે તેમનું તાદામ્ય સાધવાની વૃત્તિ જતી પણ નથી અને છેડતી પણ નથી. એમના જીવનમાં કાંઈ મેહક તત્ત્વ છે કે જેને લીધે જાણે-અજાણે જનતાને મોટો ભાગ તેમની આજુબાજુ વીંટળાય છે અને છતાયે તત્વ પચાવવા તૈયાર નથી. આ જ ન્યાય જેન લેકને લાગુ પડે તે સ્વાભાવિક છે. તેઓ જ્યારે જ્યારે ગાંધીજીના લેખમાં અગર ભાષણમાં સૂક્ષ્મ જંતુને બચાવવાની વાત વાંચે અને સાંભળે છે, રાતે ન ખાવાપીવાની અને બની શકે તો રાતે દી સુધ્ધાં ન કરવાની અગર દીવામાં ભરતાં પતંગિયાં બચાવી લેવાની ઝીણવટ તેમ જ ફૂલની પાંખડીઓને પણ ન દુભાવવાની બારીકી તેમના કથનમાં સાંભળે છે ત્યારે તેઓ એકાએક જાણે-અજાણે કહી દે છે કે “ગાંધીજી તે ખરેખર જૈન દેખાય છે. વળી બીજે પ્રસંગે ગાંધીજી વાછરડાં, કૂતરાં આદિની ચર્ચા ઊભી કરે છે ત્યારે તે જ જેનો પાછા ઝપાટાબંધ, પિતાનું આપેલું પ્રમાણ પત્ર વીસરી જઈ એકાએક કહી દે છે કે “ગાંધીજી તે હિંસક છે અને નાસ્તિક છે.” આ રીતે સત્વર અપાતા અને પાછા ખેંચી લેવાતા પ્રમાણ પત્ર વિશે હું તટસ્થ છું. હું તે ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6