Book Title: Gadyabaddha Yashodhar Charitram
Author(s): Kshamakalyan
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય ચૌદસો ચુમ્માલીસ ગ્રંથના રચયિતા આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરિ મ. સા. રચિત સમરાઇચ્ચ કહા (પ્રાકૃત) જૈન સંઘમાં અતિપ્રસિદ્ધ છે. આમાં સમરાદિત્ય કુમારના નવ ભવનું વર્ણન છે. લગભગ દરેક ભવમાં અંતર્ગત ચરિત્રો પણ આવે છે. ચોથા ધન્યકુમારના ભવમાં ધન્યકુમારને યશોધરસૂરિએ પોતાનું ચરિત્ર પણ કહેલ છે. આ ચરિત્ર અત્યંત રોમાંચક તથા વૈરાગ્યજનક છે. મુનિશ્રી ક્ષમાકલ્યાણ વિજયજીએ આ જ યશોધર ચરિત્રને સંસ્કૃત ભાષામાં સંવત ૧૮૩૯ માં રચ્યું છે. વિક્રમ સંવત ૧૯૭૪ માં આ ગ્રંથ ને અમૃતલાલ અમરચંદે સંશોધિત કરી એ. એમ. કંપની તરફથી મગનલાલ વેલચંદે પ્રકાશિત કરેલ છે. ૮૩ વર્ષ પ્રાચીન આ ગ્રંથને અમો પુન: પ્રકાશિત કરી રહ્યા છીએ. આ પ્રસંગે પૂર્વ સંશોધક અને પ્રકાશક પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને અત્રે પ્રદર્શિત કરીએ છીએ. પ્રસ્તૂત ગ્રંથ અનેક પુણ્યાત્માઓના હૃદયમાં વૈરાગ્યભાવની વૃદ્ધિ કરનાર થાવ એ જ શુભેચ્છા. વિશેષ શ્રુતભક્તિનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવભરી પ્રાર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ DEADRADINDABADINDINGADIAT

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 124