Book Title: Gacchachar Prakirnakam Author(s): Yashratnavijay Publisher: Jingun Aradhak Trust View full book textPage 9
________________ માટે... આ ગ્રન્થ વાંચનાર સંયમીઓને ખાસ વિનંતિ છે કે (1) “આ આચાર મારામાં શી રીતે આવે,' એનો જ વિચાર કરવો. (2) શક્તિ હોય, તો સહવર્તીઓમાં પણ એ આચારની સ્થાપના કરવી. (3) પણ આચાર ન પાળનારાઓ માટે કોઈપણ જાતનો અભિપ્રાય આપવો નહિ. એ તમારો-આપણો વિષય જ નથી, એમ જ સમજવું. કમ સે કમ છેદગ્રન્થોના કે ગુરૂતત્ત્વવિનિશ્ચય જેવા વિશિષ્ટ ગ્રન્થોના તલસ્પર્શી અભ્યાસ વિના તો એકપણ અક્ષર આ બાબતનો ઉચ્ચારવો નહિ કે “આ શિથિલ છે...' વગેરે. હા ! કેટલીક બાબતો એવી પણ હશે કે “જે આ ગ્રન્થમાં આચાર રૂપે બતાવી હોય, પણ વર્તમાનમાં એની આખી સામાચારી પણ બદલાઈ ગયેલી દેખાય.' એટલે આ બધી બાબતોમાં શાસ્ત્રવચન વાંચ્યા પછી પણ વડીલો પાસે સામાચારી-પરંપરા જાણી લઈને તટસ્થ બનીને, મધ્યસ્થ બનીને આગળ વધવું. એટલે જ એમ કહેવાનું મન થાય કે આ પ્રથા પરિપક્વ સંયમી પાસે ભણવો. અંતે પૂજયપાદ દીક્ષાદાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પૂજયપાદ રશ્મિરત્નસૂરિજી મહારાજ આ ગ્રન્થના સંપાદક મુનિપ્રવર યશરત્ન વિ. વગેરે એટલી પ્રસિદ્ધ વ્યક્તિઓ છે કે એમના માટે કશું લખવાનું ગૌણ રાખીને પ્રસ્તાવનાને વિરામ આપું છું. યુગપ્રધાન આચાર્યસમ પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબનો શિષ્ય મુનિ ગુણહંસ વિ. લક્ષ્મીવર્ધક જૈનસંઘ પાલડી, અમદાવાદ આસો વદ-એકમPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 182