Book Title: Gacchachar Prakirnakam
Author(s): Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ | | શ્રીશશ્વરપાર્શ્વનાથાય નમ: II // तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः // | જૈ નમ: II. અને પવિત્રતાનો પરમપંથ : આચાર જેમ આહાર-પાન એ સુધાશમન અને તૃષાવિલય માટે છે, તેમ જિનશાસનના કોઈપણ આચાર-અનુષ્ઠાન માત્ર કોઈ એક માટે કહેવા હોય, તો એ છે : “રાગ-દ્વેષવિલય!” છે રોગના હાસથી “વૈરાગ્ય કેળવાતું જાય.. છ વૈષના હ્રાસથી “સામ્યપરિણતિ કેળવાતી જાય... આમ રાગ-દ્વેષની ઓછાશથી ગુણવિકાસ પરાકાષ્ઠાએ પહોંચે છે અને એ વિના કે એના ધ્યેય વિના બાહ્ય તમામ આચારો માત્ર આડંબરનું સ્થાન લે છે... એટલે સ્પષ્ટ છે કે રાગવૈષના વિલયનું અતિ-અતિ મહત્ત્વ છે. અને એ પામવા વીતરાગ પરમાત્માના માર્ગ સિવાય બીજું કોઈ શરણ નથી... આવેશ, અપેક્ષા, આસક્તિ, અહંકાર.. એ જો સંસારનો માર્ગ છે, તો વિવેકના માધ્યમે એ બધાને દૂર કરીને ગુણવત્તા કેળવવી એ પ્રભુનો માર્ગ છે.. પ્રભુના માર્ગને પામવા આચારનું પાલન અનિવાર્ય છે... અને એ એટલા માટે કે કોઈપણ વિશુદ્ધ પરિણતિ એ આચારરૂપ પ્રવૃત્તિ વિના પ્રાયઃ પ્રગટ કે સ્થિર થઈ શકે નહીં... જો આચાર છે, તો જ વિશુદ્ધ પરિણતિ અકબંધ છે, નહીં તો નહીં... એટલે જ પરમાત્માએ તે તે પરિણતિ કેળવવા તે તે આચાર માર્ગ બતાવ્યો છે... જેમકે - છે અહોભાવની પરિણતિ કેળવવા વંદનાદિ વ્યવહાર... છે પાપજુગુપ્સાની પરિણતિ કેળવવા પ્રતિક્રમણાદિ વ્યવહાર... છે અંતર્મુખતાની પરિણતિ કેળવવા સ્વાધ્યાયાદિ વ્યવહાર... વગેરે.. એટલે આચારનું પાલન આવશ્યક છે એ સ્પષ્ટ છે. પણ એનાં જ્ઞાન વિના એનું પાલન અસંભવિત હોઈ “કઈ કઈ અવસ્થામાં કયા ક્યા આચારો સેવવા?' ઇત્યાદિ જણાવવા દ્વારા કોઈ પૂર્વાચાર્ય સ્થવિરમહર્ષિએ ઉપકાર કર્યો છે આપણા જેવા બાળ જીવો પર ! એ પૂજય વિર ભગવંતે, મહાનિશીથ-કલ્પ-વ્યવહાર વગેરે શાસ્ત્રોમાંથી ગચ્છના આચારોનું સુંદર સંકલન કરીને “ગચ્છાચારપ્રકીર્ણક નામની અભુત કૃતિનાં નિર્માણ દ્વારા વિવેક-અર્પણ કર્યું આપણા વિકાસ માટે ! અને અવચેરિકારોએ એ વિવેકને વિશદ બનાવવાનું

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 182