Book Title: Drushtant Kathao
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 3
________________ મોક્ષમાળામાંથી વિચારવા યોગ્ય પ્રશ્નો અભયકુમાર (પૃષ્ઠ ૪૬) ૧. શ્રેણિકના દરબારમાં સામંતોએ શું કહ્યું? ૨. અભયકુમાર સામંતોના ઘેર કેમ ગયા? ૩. સામંતોએ કાળજાનું માંસ ન આપતા શું આપ્યું? ૪. શ્રેણિકરાજા સિંહાસન ઉપર બેઠા ત્યારે સામંતોએ આવીને શું પૂછ્યું? ૫. રાજા વિસ્મય કેમ પામ્યા? ૬. અભયકુમારે ઊઠીને શું કહ્યું? ૭. સામંતોને શરમ આવવાથી અભયકુમારે શું કહ્યું? ૮. અભયકુમારના ભાષણથી સામંતોએ શું ત્યાગ્યું? શ્રેણિકરાજા (પૃષ્ઠ ૪૮) ૧. ચંડાળે આંબાના વૃક્ષને કેવી રીતે નમાવ્યું? ૨. ચંડાળે અપરાધ ક્ષમા કરવાનું કહ્યું ત્યારે અભયકુમારે શું કહ્યું? ૩. શ્રેણિક રાજાને વિદ્યા શીખવા માટે શું કરવું પડ્યું? - સુદર્શન શેઠ (પૃષ્ઠ ૫૦) ૧. અભયા રાણી અને કપિલા દાસીએ મળીને રાજાને સુદર્શન વિષે શું કહ્યું? ૨. રાજાએ ક્રોઘ લાવી સુદર્શન શેઠને શું શિક્ષા કરી? ૩. શૂળીનું શું બની ગયું? ગજસુકુમાર (પૃષ્ઠ પર) ૧. સોમલ બ્રાહ્મણે ગજસુકુમારના માથે શું ભર્યું? ૨. ગજસુકુમાર તે વખતે શું વિચારે છે? ૩. ગજસુકુમાર દેહ છોડીને ક્યાં ગયા? ૪. સોમલ બ્રાહ્મણ મરીને ક્યાં ગયો? કપિલ મુનિ (પૃષ્ઠ ૫૪) ૧. કપિલ વિદ્યાભ્યાસ માટે ક્યાં ગયો? ૨. કપિલ વિદ્યાભ્યાસ કેમ કરી શક્યો નહીં? ૩. વિદ્યાભ્યાસ કરતાં ક્યાં ફસાઈ ગયો? ૪. બે માસા સોનું લેવા ક્યાં જતો હતો? ૫. સોનું લેવા જતાં તેને કોણે પકડ્યો? ૬. રાજાએ તેને બગીચામાં શા માટે મોકલ્યો? ૭. બગીચામાં વિચાર કરતાં તેને શું લેવાનો વિચાર થયો? ૮. વિચાર બદલવાથી તેને શું પ્રાપ્તિ થઈ? ૯. કપિલે રાજાને આવીને શું કહ્યું? ભદ્રિક ભીલ (પૃષ્ઠ ૫૮) ૧. રાજાએ ભીલને પોતાની સાથે શા માટે લીઘો? ૨. રાજાએ પોતાના નગરમાં લાવ્યા પછી તેને ક્યાં રાખ્યો હતો? રાજા તેને રોજ શું બતાવતા હતા? ૩. એક દિવસ રાતના તે ક્યાં જતો રહ્યો? ૪. તેના કુટુંબીઓ તેને શું પૂછે છે? ૫. ભીલ, તેના કુટુંબીઓને કેમ જવાબ આપી શકતો નથી? – પારસભાઈ જૈન, અગાસ આશ્રમ ૬૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34