Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાષ્ટ્ર
દ્ર પ્રણીત
દૃષ્ટાંત કથાઓ
ભાવનાબોધ
ક્ષમાળામાંથી
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રથમવૃત્તિનું નિવેદન
આ નાની પુસ્તિકામાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભાવનાબોઘમાં આવેલી બાર ભાવનાઓનો સંપૂર્ણ સંગ્રહ છે. આ બાર ભાવનાઓ વૈરાગ્યની માતા છે. ભવ, તન અને ભોગોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવનાર હોવાથી આત્માને અત્યંત ઉપયોગી છે. - સૌથી પ્રથમ જીવને ઉપદેશબોઘની અર્થાત્ વૈરાગ્ય ઉપશમની ઘણી જરૂર છે. તે આવ્યા વિના જીવમાં સાચો અંતરત્યાગ આવી શકે નહીં. અને અંતરથી સાંસારિક પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટે નહીં તો આત્મજ્ઞાન પણ થાય નહીં. પરમકૃપાળુદેવે કહ્યું છે કે
| ‘ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન'. આત્મજ્ઞાન વિના સર્વ ક્લેશ અને દુઃખથી મુક્ત થવાય નહીં. માટે આ બાર ભાવનાઓનું વારંવાર અનુપ્રેક્ષણ કરવાની મહાપુરુષોની આજ્ઞા છે. તેથી આ બાર ભાવનાઓની દ્રષ્ટાંતકથાઓનો ભાવ સરળતાથી સમજાય તે માટે તે તે ભાવોને દર્શાવનાર રંગીન ચિત્રો અત્રે મૂકવામાં આવેલ છે. - તે પ્રમાણે “મોક્ષમાળા' ગ્રંથમાં આવતી દ્રષ્ટાંતકથાઓ પણ રંગીન ચિત્રો સાથે અત્રે મૂકવામાં આવી છે. જેથી તેનો ભાવ પણ સ્પષ્ટતાથી સમજાઈ હૃદયમાં તેનું ચિત્ર દોરાઈ જાય. સર્વ મુમુક્ષઓને આ વૈરાગ્યપ્રેરક પુસ્તિકા સંસાર પ્રત્યે વિરક્તભાવ લાવવામાં સહાયભૂત થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું.
– આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન, અગાસ આશ્રમ
અનુક્રમણિકા
ભાવનાબોઘમાંથી | પૃષ્ઠ મોક્ષમાળામાંથી– અનિત્યભાવના (ભિખારીનો ખેદ)....૧ બાહુબળ.............. અશરણભાવના (અનાથી મુનિ).કામદેવ શ્રાવક................ એકત્વભાવના (નમિરાજર્ષિ)..............૮ સત્ય (વસુરાજા)........... અન્યત્વભાવના (ચક્રવર્તી ભરતેશ્વર)૧૪ પરિગ્રહને સંકોચવો (સુભમ ચક્રવર્તી)......૪૨ અશુચિભાવના (સનકુમાર)........૧૯ સર્વ જીવની રક્ષા ભાગ-૧ ................૪૪ નિવૃત્તિબોધ (મૃગાપુત્ર).............૨૨ સર્વ જીવની રક્ષા ભાગ-૨................. આસ્રવભાવના (કુંડરિક)............૨૯ (અભયકુમાર) સંવરભાવના (પુંડરિક, વજસ્વામી) ૩૦ વિનયવડે તત્ત્વની સિદ્ધિ છે (શ્રેણિક રાજા) ૪૮ નિર્જરાભાવના દ્રઢ પ્રહારી).........૩૩ સુદર્શન શેઠ........ ...................૫૦ લોકસ્વરૂપભાવના ..................૩૪ અનુપમ ક્ષમા (ગજસુકુમાર)...............૫૨ બોઘદુર્લભભાવના ..................૩૬ કપિલમુનિ ભાગ-૧-૨-૩..................૫૪ ઘર્મદુર્લભભાવના ...................૩૯ મોક્ષસુખ (એક ભદ્રિક ભીલ).............૫૮
Page #3
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાળામાંથી વિચારવા યોગ્ય પ્રશ્નો
અભયકુમાર (પૃષ્ઠ ૪૬) ૧. શ્રેણિકના દરબારમાં સામંતોએ શું કહ્યું? ૨. અભયકુમાર સામંતોના ઘેર કેમ ગયા? ૩. સામંતોએ કાળજાનું માંસ ન આપતા શું આપ્યું? ૪. શ્રેણિકરાજા સિંહાસન ઉપર બેઠા ત્યારે સામંતોએ આવીને શું પૂછ્યું? ૫. રાજા વિસ્મય કેમ પામ્યા? ૬. અભયકુમારે ઊઠીને શું કહ્યું? ૭. સામંતોને શરમ આવવાથી અભયકુમારે શું કહ્યું? ૮. અભયકુમારના ભાષણથી સામંતોએ શું ત્યાગ્યું?
શ્રેણિકરાજા (પૃષ્ઠ ૪૮) ૧. ચંડાળે આંબાના વૃક્ષને કેવી રીતે નમાવ્યું? ૨. ચંડાળે અપરાધ ક્ષમા કરવાનું કહ્યું ત્યારે અભયકુમારે શું કહ્યું? ૩. શ્રેણિક રાજાને વિદ્યા શીખવા માટે શું કરવું પડ્યું?
- સુદર્શન શેઠ (પૃષ્ઠ ૫૦) ૧. અભયા રાણી અને કપિલા દાસીએ મળીને રાજાને સુદર્શન વિષે શું કહ્યું? ૨. રાજાએ ક્રોઘ લાવી સુદર્શન શેઠને શું શિક્ષા કરી? ૩. શૂળીનું શું બની ગયું?
ગજસુકુમાર (પૃષ્ઠ પર) ૧. સોમલ બ્રાહ્મણે ગજસુકુમારના માથે શું ભર્યું? ૨. ગજસુકુમાર તે વખતે શું વિચારે છે? ૩. ગજસુકુમાર દેહ છોડીને ક્યાં ગયા? ૪. સોમલ બ્રાહ્મણ મરીને ક્યાં ગયો?
કપિલ મુનિ (પૃષ્ઠ ૫૪) ૧. કપિલ વિદ્યાભ્યાસ માટે ક્યાં ગયો? ૨. કપિલ વિદ્યાભ્યાસ કેમ કરી શક્યો નહીં? ૩. વિદ્યાભ્યાસ કરતાં ક્યાં ફસાઈ ગયો? ૪. બે માસા સોનું લેવા ક્યાં જતો હતો? ૫. સોનું લેવા જતાં તેને કોણે પકડ્યો? ૬. રાજાએ તેને બગીચામાં શા માટે મોકલ્યો? ૭. બગીચામાં વિચાર કરતાં તેને શું લેવાનો વિચાર થયો? ૮. વિચાર બદલવાથી તેને શું પ્રાપ્તિ થઈ? ૯. કપિલે રાજાને આવીને શું કહ્યું?
ભદ્રિક ભીલ (પૃષ્ઠ ૫૮) ૧. રાજાએ ભીલને પોતાની સાથે શા માટે લીઘો? ૨. રાજાએ પોતાના નગરમાં લાવ્યા પછી તેને
ક્યાં રાખ્યો હતો? રાજા તેને રોજ શું બતાવતા હતા? ૩. એક દિવસ રાતના તે ક્યાં જતો રહ્યો? ૪. તેના કુટુંબીઓ તેને શું પૂછે છે? ૫. ભીલ, તેના કુટુંબીઓને કેમ જવાબ આપી શકતો નથી?
– પારસભાઈ જૈન, અગાસ આશ્રમ
૬૩
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
,
eeeeeeeeeee
ne
Cધધધધધન
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત
(ભાવનાબોઘ-મોક્ષમાળામાંથી)
દૃષ્ટાંત કથાઓ
(સચિત્ર)
સંયોજક પારસભાઈ જૈન
પ્રકાશક
શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન, વવાણિયા
CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEcececececececececercete ECCCCreeeeeeeeeeee
Page #6
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ પ્રકાશનમાં ભાગ લેનાર દાતાઓની યાદી
“લોભ છોડવા માટે દાન કરવાનું છે. દેવલોકની ઇચ્છા વગર દાન કરવું." ઓધામૃત ભાગ-૧ (પૃ.૧૪૮)
૨૫,૦૦૦/
૨૫,૦૦૦/
૨૧,૦૦૦
૨૧,૦૦૦/
૧૫,૦૦૦/
૧૫,૦૦૦
૧૧,૦૦૦
૧૦,૦૦૦/
૧૦,૦૦૦/
૧૦,૦૦૦/
10,000/
૧૦,૦૦૦/
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ આર.બી.મેતા રોડ, ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ ૪૦૦ ક
શ્રી પારસભાઈ એમ. જૈન
તથા શ્રી ભાવનાબેન પી. જૈન શ્રી સંતોકચંદજા હતીમલજી તથા પુત્ર માણેકભાઈ, કાંતિભાઈ,
નવરતનભાઈ તથા પરિવાર શ્રી હંસાબેન નવીનચંદ્ર તથા
પુત્ર દીપકકુમાર,નીલકુમાર
તથા પુત્રી હેમાકુમારી
પ્રાપ્તિસ્થાન
પ્રકાશક : શ્રી ભરતભાઈ ભ.મોદી શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન વવાણિયા-૩૬૩ ૬૬૦
તાલુકા-માળીયા મિંયાણા, જિલ્લો રાજકોટ
નિીયાવૃત્તિ,
અગાસ આશ્રમ
ભક્તિ ગ્રુપ-જૈન સોસાયટી ઓફ ટોરેન્ટો
શ્રી ઉદયનમાર વિનોદભાઈ
હસ્તે કમુબેન શનાભાઈ માસ્તર એક મુમુક્ષુબેન
શ્રી સાગર આર. પટેલ
શ્રી હર્ષ એન. પટેલ
શ્રી સરિતાબેન વીરજી હસ્તે સુસ્મિતાબેન
શ્રી. નથમલજી રાયચંદજી ચૌધરી
શ્રી બાબુલાલજી રીખબચંદજી તથા
પુત્ર વિકાસકુમાર, વિવેકકુમાર, વિજયકુમાર દાવણગરી
શ્રી સૂરજબેન શાંતિલાલજી તથા પુત્ર રાજેશકુમાર
બેંગ્લોર
પ્રત ૩,૦૦૦, કિંમત રૂ. ૫
(૨)
ગઢ સિવાના
ન
નાય
અગાસ આશ્રમ
અગાસ આશ્રમ
અમેરીકા
અમેરીકા
કેનીયા
તેનાલી
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર આકાશવાણી રોડ,
રાજકોટ (ગુજરાત) પીનકોડ ૩૬૦ ૦૦૧
ઇસ્વી સન્ ૨૦૧૧
Page #7
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ - બાર ભાવના
પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના
(ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ,
શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ! વિશેષાર્થ :- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીના મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ઘનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રઘનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંઘ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર!
ભિખારીનો ખેદ દ્રષ્ટાંત :- એ અનિત્ય અને સ્વપ્રવતુ સુખ પર એક દ્રષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાÁ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન
Page #8
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-અનિત્ય ભાવના
આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો
નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટી તૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વઘામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ઘારણ કર્યા છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા! ખમા!” પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ર પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લસી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજ ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામર છત્ર ઘરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં છંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન, નથી તે અનુચરો કે નથી તે આજ્ઞા, નથી તે સુખવિલાસ કે નથી તે મદોન્મત્તતા. જુએ છે તો જે સ્થળે પાણીનો વૃદ્ધ ઘડો પડ્યો હતો તે જ સ્થળે તે પડ્યો છે. જે સ્થળે ફાટી તૂટી ગોદડી પડી હતી તે સ્થળે તે ફાટી તૂટી ગોદડી પડી છે. ભાઈ તો જેવા હતા તેવા ને તેવા દેખાયા. પોતે જેવાં મલિન અને અનેક જાળી ગોખવાળાં વસ્ત્ર ધારણ કર્યા હતા તેવાં ને તેવાં તે જ વસ્ત્રો શરીર ઉપર વિરાજે છે. નથી તલભાર ઘટ્યું કે નથી જવભાર વધ્યું. એ સઘળું જોઈને તે અતિ શોક પામ્યો. જે સુખાડંબર વડે મેં આનંદ માન્યો તે સુખમાંનું તો અહીં કશુંયે નથી. અરેરે! મેં સ્વપૂના ભોગ ભોગવ્યા નહીં અને મિથ્યા ખેદ મને પ્રાપ્ત થયો. બિચારો તે ભિખારી એમ ગ્લાનિમાં આવી પડ્યો.
પ્રમાણશિક્ષા - સ્વપ્રપ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ-સમુદાય દીઠા, ભોગવ્યા અને આનંદ માન્યો, તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્રવતુ સુખસમુદાયને મહાનંદરૂપ માની બેઠા છે. જેમ તે સુખસમુદાય જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા, તેમ તત્ત્વજ્ઞાનરૂપી જાગૃતિ વડે સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્રાના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને ભોગવ્યા તુલ્ય ગણે છે, પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અધોગતિને પામે છે. સ્વપ્રાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે. આવું વિચારી
Page #9
--------------------------------------------------------------------------
________________
.
3
ભિખારીને રોઠાન્ની એંઠું આપે છે
ભિખારીનો ખેદ
ભિખારી સ્વપ્નમાં રાજસુખ ભોગવે છે
ભિખારીનો સ્વપ્નામાં રાજભવ
ભિખારી આનંદથી મિષ્ટાન્ન જમે
૩
વિજળીના કડાકાથી જાગ્યા પછી બેઠ
e
*
Page #10
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-અશરણ ભાવના
બુદ્ધિમાન પુરુષો આત્મધ્યેયને શોધે છે,
ઇતિ શ્રી ‘ભાવનાબોઘ’ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર ‘અનિત્યભાવના” એ વિષય પર સદૃષ્ટાંત વૈરાગ્યોપદેશાર્થ સમાપ્ત થયું.
દ્વિતીય ચિત્ર અશરણભાવના (Gum)
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાય એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંધ સ્માશે.
વિશેષાર્થ ઃ— – સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિઃસ્પૃહતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવ વડે હૈ ચેતન ! તેને હું આરાધ, આરાધ. તું કેવલ અનારૂપ છો તે સનાથ થઈશ. એના વિના ભવાટવી-ભ્રમણમાં તારી બાંય કોઈ સાહનાર નથી.
જે આત્માઓ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એવો બોધ કરનારું ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદ્રઢ થશે.
અનાથી મુનિ
દૃષ્ટાંત – અનેક પ્રકારની લીલાથી યુક્ત મગધ દેશનો શ્રેણિક રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં નરુકુંજ ત્યાં આવી રહ્યાં હતાં, નાના પ્રકારની કોમળ વલ્લિકાઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણાં ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં સૃષ્ટિ-સૌંદર્યના પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારઠિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો! આ મુનિનો કેવો અદ્ભુત વર્ણ છે! અહો ! એનું કેવું મનોહર રૂપ છે! અહો! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે! અહો ! આ કેવી વિસ્મયકારક આ ક્ષમાના ઘરનાર છે ! અહો! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ–નમ્રપણું ધરાવે છે! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુદ્ધ છે! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો
Page #11
--------------------------------------------------------------------------
________________
અનાથી મુનિ
કરતો, ઘીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, “હે આર્ય! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ, જળ સંબધીના કામભોગ, તેમજ મનોહારિણી સ્ત્રીઓના મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહો.”
રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતો. હે મહારાજા! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહનુ—મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.” - શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડ્યો. “અરે! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ! તમે ભોગ ભોગવો. હે સંયતિ! મિત્ર! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો!” - અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગઘ દેશના રાજા! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ? નિર્ધન તે ઘનાઢ્ય ક્યાંથી બનાવે? અબુઘ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ઘણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજવલ્યમાન છતાં અનાથ કેમ હોઉં? રખે હે ભગવન્! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું: હે રાજા! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવઘાન ચિત્ત કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું.
કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ઘનસંચય નામનો મારો પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુઃખવા લાગ્યું. ઇંદ્રના વજના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો. શારીરિક વિદ્યાના નિપુણ, અનન્ય મંત્રમૂળીના સુજ્ઞ વૈદરાજ મારી તે વેદનાનો નાશ કરવાને
Page #12
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોથ-અશરણ ભાવના
માટે આવ્યા; અનેક પ્રકારના ઔષધોપચાર કર્યા પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ
ગણાતા વૈદરાજો મને તે દરદથી મુક્ત કરી શક્યા નહીં. એ જ હે રાજા! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ઘન આપવા માંડ્યું, પરંતુ તેથી કરીને પણ મારી તે વેદના ટળી નહીં. હે રાજા! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શોકે કરીને અતિ દુઃખા થઈ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે મહારાજા! મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈઓ પોતાથી બનતો પરિશ્રમ કરી ચૂક્યા પણ મારી વેદના ટળી નહીં, હે રાજા! એ જ મારું અનાથપણું હતું. એક ઉદરથી ઉત્પન્ન થયેલી મારી જ્યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીઓથી મારું દુઃખ ટળ્યું નહીં. હે મહારાજા! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી, તે આંખે પરિપૂર્ણ આંસુ ભરી મારા હૃદયને સિંચતાં ભીંજાવતી હતી. અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘોળણ, ચૂવાદિક સુગંધી દ્રવ્ય, અનેક પ્રકારનાં ફુલ ચંદનાદિકનાં વિલેપન મને જાણતાં અજાણતાં કર્યા છતાં પણ હું તે યૌવનવંતી સ્ત્રીને ભોગવી ન શક્યો. મારી સમીપથી ક્ષણ પણ અળગી નહોતી રહેતી, અન્ય સ્થળે જતી નહોતી, હે મહારાજા! એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી શકી નહીં, એ જ મારું અનાથપણું હતું. એમ કોઈના પ્રેમથી, કોઈના ઔષઘથી, કોઈના વિલાપથી કે કોઈના પરિશ્રમથી એ રોગ ઉપશો નહીં. મેં એ વેળા પુનઃ પુનઃ અસહ્ય વેદના ભોગવી. - પછી હું અનંત સંસારથી ખેદ પામ્યો. એક વાર જો હું આ મહાવિડંબનામય વેદનાથી મુક્ત થાઉં તો ખંતી, દંતી અને નિરારંભી પ્રવ્રજ્યાને ઘારણ કરું, એમ ચિંતવતો હું શયન કરી ગયો.
જ્યારે રાત્રિ અતિક્રમી ગઈ ત્યારે હે મહારાજા! મારી તે વેદના ક્ષય થઈ ગઈ; અને હું નીરોગી થયો. માત, સાત અને સ્વજન, બંઘવાદિકને પ્રભાતે પૂછીને મેં મહા ક્ષમાવંત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, અને આરંભોપાધિથી રહિત એવું અણગારત્વ ઘારણ કર્યું. ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. સર્વ પ્રકારના જીવનો હું નાથ છું.” અનાથી મુનિએ આમ અશરણભાવના તે શ્રેણિક રાજાના મન પર દ્રઢ કરી. હવે બીજો ઉપદેશ તેને અનુકૂળ કહે છે. - “હે રાજા! આ આપણો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુ:ખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ મનવાંછિત વસ્તુ-રૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહ્યો છે.” એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિએ શ્રેણિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું. પછી શ્રેણિક રાજા અતિ સંતોષ પામ્યો. યુગ હાથની અંજલિ કરીને એમ બોલ્યો કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદેશ્યો. તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. હે મહાઋષિ! તમે સનાથ, તમે સબંઘવ અને તમે સઘર્મ છો, તમે સર્વ
Page #13
--------------------------------------------------------------------------
________________
અનાથી મુનિ
અનાથી વેદનામાં ઘેરાયા
શ્રેણિકરાજાને અનાથી મુનિનો બોથ લાગ્યો
Page #14
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-એકત્વભાવના
અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને
વાંછું છું. ઘર્મધ્યાનમાં વિઘ કરવાવાળું ભોગ ભોગવવા સંબંઘીનું મેં તમને હે મહાભાગ્યવંત! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો. - પ્રમાણશિક્ષા :- અહો ભવ્યો! મહા તપોઘન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહામૃત અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોઘ આપ્યો છે તે ખરે! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદેવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે!
ઇતિ શ્રી ‘ભાવનાબોઘ’ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર ‘અશરણભાવના’ના ઉપદેશા મહા નિર્રન્થનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું.
તૃતીય ચિત્ર એકત્વભાવના
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય,
તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે,
એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. વિશેષાર્થ – શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે.
' નમિરાજર્ષિ અને શકેંદ્રનો સંવાદ દ્રષ્ટાંત:- મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિ-રાજર્ષિ અને શકેંદ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી
Page #15
--------------------------------------------------------------------------
________________
નમિરાજર્ષિ અને શોકનો સંવાદ
પુત્રાદિથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પિછાનવામાં રાજેશ્વરે કિંચિત્ વિભ્રમ કર્યો નથી. શદ્ર પ્રથમ નમિરાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે, ત્યાં વિરૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે :
વિપ્ર :– હે રાજા ! મિથિલા નગરીને વિષે આજે પ્રબલ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયાં છે. માત્ર તારી દીક્ષા એ જ એ સઘળાનાં દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસાર-પરિભ્રમણનું કારણ ગણીને હું ત્યાં જા. ભોળો ન થા.
નમિરાજ :- (ગૌરવ ભરેલાં વચનોથી) હે વિપ્ર! તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું, શીતળ છાયાથી કરીને તે રમણીય હતું, પત્ર, પુષ્પ અને ફળથી તે સહિત હતું, નાના પ્રકારનાં પક્ષીઓને તે લાભદાયક હતું, વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારાં પંખીઓ દુઃખાતે ને શરણરહિત થયાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતાં નથી; પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર્ત છે. વિપ્ર :– પણ આ જો ! અગ્નિ ને વાયુના મિશ્રણથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરો : = બળે છે, માટે ત્યાં જા અને તે અગ્નિને શાંત કર.
નમિરાજ ઃ—– ઠે વિષે ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરોના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તુ છું. એ મંદિરાદિકમાં મારું અલ્પ માત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. વિપ્ર = પણ હે રાજા ! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ, કોઠા, અને કમાડ, ભોગળ કરાવીને અને શતરી ખાઈ કરાવીને ત્યાર પછી જજે.
નમિરાજ :– (હિંતુ કારણ પ્રે1) હે વિપ્ર ! હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતદ્દી કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ; ધૈર્યાસમિતિરૂપ પણછ કરીશ, ધીરજરૂપ કમાન સાહવાની મૂઠી કરીશ; સત્યરૂપ ચાપવર્ડ કરીને ધનુષ્યને બાંધીશ; તપરૂપ બાણ કરીશ; કર્મ રૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રુચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું. વિપ્ર :- (હેતુ કારણ પ્રે) હે રાજા ! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે.
મિરાજ ઃ- (હેતુ કારણ પ્રે૰) તેં જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે, તે માટે જ્યાં સ્વઘામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું.
વિપ્ર :– (હેતુ કારણ પ્રે૰) હે ક્ષત્રિય શિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ તારે કલ્યાણ કરીને તું જજે.
૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા.
૯
Page #16
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-એકત્વભાવના
નમિરાજ :- હે વિપ્ર! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા દંડ દે છે.
ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લોકને વિષે બંધાય છે; અને ચોરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું અવશ્ય? - વિપ્ર :- હે ક્ષત્રિય! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે.
નમિરાજ :- (હેતું કારણ પ્રે) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે; તોપણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમોત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે ? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચ ઇંદ્રિયોને, ક્રોઘને, માનને, માયાને, તેમજ લોભને જીતવાં દોહ્યલાં છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું. - વિપ્ર :- (હેતુ કારણ પ્રે) સમર્થ યજ્ઞો કરી, શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી હે ક્ષત્રિય! તું ત્યાર પછી જજે..
નમિરાજ :- (હેતુ કારણ પ્રે) મહિને મહિને જો દશ લાખ ગાયનાં દાન દે તોપણ તે દશ લાખ ગાયનાં દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે, તે કરતાં વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. - વિપ્ર :- નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે; તેથી તે પ્રવ્રજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી પૌષઘાદિક વ્રતમાં તત્પર રહેજે. હે મનુષ્યના અધિપતિ! હું ઠીક કહું છું.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે) હે વિપ્ર! બાલ અવિવેકી ગમે તેવાં ઉગ્ર તપ કરે પરંતુ સમ્ય શ્રતઘર્મ તથા ચારિત્રઘર્મની તુલ્ય ન થાય. એકાદ કળા તે સોળ કળા જેવી કેમ ગણાય?
વિપ્ર - અહો ક્ષત્રિય! સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે.
નમિરાજ :- (હેતુ કારણ પ્રે) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ઘન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. - વિપ્ર :- (હેતુ કારણ પ્રે૦) હે ક્ષત્રિય! મને અદ્ભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંઘીની ઉપાધિ મૂક.
Page #17
--------------------------------------------------------------------------
________________
નમિરાજર્ષિનું દૃષ્ટાંત
નમિરાજ :– (હેતુ કારણ પ્રે॰) કામભોગ છે તે શલ્ય સરખા છે, કામભોગ છે તે વિષ સરખા છે, કામભોગ છે તે સર્પની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નકાદિક અધોગતિને વિષે જાય છે; તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે; માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે; લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે; માટે હે વિપ્ર! એનો તું મને બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય ક૨વા મિથિલામાં આવનાર નથી.
મહર્ષિ નમિરાજની સુદૃઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજશ્વરની સ્તુતિ કરવા લાગ્યો : “ઢે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો. આશ્ચર્ય, તેં અહંકારનો પરાજય કર્યો. આશ્ચર્ય, તેં માયાને ટાળી. આશ્ચર્ય, તે લોભ વશ કીધો. આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું;
અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.’’ એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાઠાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શકેંદ્ર આકાશ વાટે ગયો.
પ્રમાણશિક્ષા :– વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્રે શું ન્યૂનતા કરી છે? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુતા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નિમરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્ત૨માં દર્શિત કર્યું છે. “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું.” આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને ઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દૃઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ.
નમિરાજર્તિનું દૃષ્ટાંત
એ વિદેહ દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનોનીયનો ઉદય ન છતાં એ સંસારલુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરીરમાં દાહજ્વર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત
૧૧
Page #18
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-એકત્વભાવના
થઈ જતું હોય તેવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. રોમે રોમે સહસ્ત્ર વીંછીની ડંશવેદના
સમાન દુઃખ ઉત્પન્ન થયું. વૈદ્યવિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધોપચારનું અનેક પ્રકારે સેવન કર્યું, પણ તે સઘળું વૃથા ગયું, લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષઘ માત્ર દાહજ્વરનાં હિતૈષી થતાં ગયાં. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજ્વરથી કિંચિત્ પણ દ્વેષ હોય! નિપુણ વૈદો કાયર થયા; અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા. તેને ટાળનાર પુરુષની શોઘ ચોબાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો; તેણે મલયગિરિ ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલાં કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા મંડી પડ્યો. મિથિલેશના અંગમાં એક દાહવરની અસહ્ય વેદના તો હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં, એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો; કાં ખળભળાટ કરો છો? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એકે કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો; એટલે થતો ખળભળાટ શાંત થયો. નમિરાજે રાણીઓને કહ્યું : “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું?” રાણીઓએ જણાવ્યું કે “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી, તેથી ખળભળાટ થતો નથી.” રાણીઓનાં આટલાં વચનો સાંભળ્યાં ત્યાં તો નમિરાજને રોમેરોમ એત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું : “ખરે ! ઝાઝાં મળે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જો, આ એક કંકણથી લેશ માત્ર પણ ખળભળાટ થતો નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વઘારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુથી સ્નેહી કુટુંબીરૂપી કંકણસમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે; અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાઘીશ તો સિદ્ધગતિરૂપી મહાપવિત્ર શાંતિ પામીશ.” એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રયા ઘારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રનો ધ્વનિ પ્રકર્થો; દાહજ્વરથી મુક્ત થયા. એત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિવંદન હો!
(શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂડ્યો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ;
૧૨
Page #19
--------------------------------------------------------------------------
________________
નમિરાજર્ષિ
રાજાને દાહજ્વર
વેદના
દા
=
d
1
વૈદ્યો દવા બનાવે, રાણીઓ ચંદન ઘસે છે.
જ નમિરાજર્ષિનો ઇન્દ્ર સાથે વાર્તાલાપ
રાજા દીક્ષા લઈ ધ્યાનમાં
૧૩
Page #20
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોથ-અન્યત્વભાવના
સંવાદ પણ ઇંદ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. વિશેષાર્થ :- રાણીઓનો સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં રોકાયો હતો; તત્સમયમાં કિંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝયો. ઇંદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો; અને એકત્વને સિદ્ધ કર્યું.
એવા એ મુક્તિસાઘક મહાવૈરાગીનું ચરિત્ર “ભાવનાબોઘ’ ગ્રંથે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.
ચતુર્થ ચિત્ર અન્યત્વ ભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના;
ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ઘન ઘામ યૌવન ઘરા, એ મોહ અજ્ઞાત્વના;
રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. વિશેષાર્થ :- આ શરીર તે મારું નથી, આ રૂપ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારા નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાથવા માટે હે જીવ! અન્યત્વનો બોઘ દેનારી એવી તે અન્યત્વ ભાવનાનો વિચાર કર! વિચાર કર!
મિથ્યા મમત્વની ભ્રમણા ટળવા માટે, અને વૈરાગ્યની વૃદ્ધિને માટે પ્રભાવથી મનન કરવા યોગ્ય રાજરાજેશ્વર ભરતનું ચરિત્ર અહીં આગળ ટાંકીએ છીએ :
રાજાધિરાજ ભરતેશ્વર દ્રષ્ટાંત :- જેની અશ્વશાળામાં રમણીય, ચતુર અને અનેક પ્રકારના તેજી અશ્વના સમૂહ શોભતા હતા; જેની ગજશાળામાં અનેક જાતિના મદોન્મત્ત હસ્તીઓ ઝૂલી રહ્યા હતા, જેના અંતઃપુરમાં નવયૌવના સુકુમારિકા અને મુગ્ધા સ્ત્રીઓ સહસ્ત્રગમે વિરાજી રહી હતી, જેના ઘનનિધિમાં ચંચળા એ ઉપમાથી વિદ્વાનોએ ઓળખેલી સમુદ્રની પુત્રી લક્ષ્મી સ્થિરરૂપ થઈ હતી; જેની આજ્ઞાને દેવ દેવાંગનાઓ આધીન થઈને મુકુટ પર ચડાવી રહ્યાં હતાં; જેને પ્રાશન કરવાને માટે નાના પ્રકારનાં પસ ભોજનો પળે પળે નિર્મિત થતાં હતાં; જેના કોમલ કર્ણના વિલાસને માટે ઝીણાં અને મથુરસ્વરી ગાયનો કરનારી વારાંગનાઓ તત્પર હતી; જેને નિરીક્ષણ કરવા માટે અનેક પ્રકારનાં નાટક ચેટક હતાં; જેની યશસ્કીર્તિ વાયુરૂપે પ્રસરી જઈ આકાશ જેવી વાત હતી; જેના શત્રુઓને
૧૪
Page #21
--------------------------------------------------------------------------
________________
ચથિરાજ ભરનેધર
સુખથી શયન કરવાનો વખત આવ્યો ન હતો; અથવા જેના વૈરીની વિનેતાઓનાં નયનોમાંથી સદૈવ આંસુ ટપકતાં હતાં; જેનાથી કોઈ શત્રુવટ દાખવવા તો સમર્થ નહોતું, પણ સામા નિર્દોષતાથી આંગળી ચીંધવાયે પણ કોઈ સમર્થ નહોતું; જેની સમક્ષ અનેક મંત્રીઓના સમુદાય તેની કૃપાની નિયંત્રણા કરતા હતા; જેનાં રૂપ, કાંતિ અને સૌંદર્ય એ મનોહારક હતાં; જેને અંગે મહાન બળ, વીર્ય, શક્તિ અને ઉગ્ર પરાક્રમ ઊછળતાં હતાં; ક્રીડા કરવાને માટે જેને મહા સુગંધીમય બાગબગીચા અને વનોપવન હતાં; જેને ત્યાં પ્રઘાન કુળદીપક પુત્રના સમુદાય હતા; જેની સેવામાં લાખોગર્મ અનુચરો સજ્જ થઈ ઊભા રહેતા હતા; જે પુરુષ જ્યાં જ્યાં પ્રવેશ કરતો, ત્યાં ત્યાં ખમા ખમા, કંચનફૂલ અને મૌક્તિકના થાળથી વધાવાતો હતો; જેના કુંકુમવર્ણા પાદપંકજનો સ્પર્શ કરવાને ઇંદ્ર જેવા પણ તલસી રહેતા હતા; જેની આયુધશાળામાં મહા થશોમાન દિવ્ય ચક્રની ઉત્પત્તિ થઈ હતી; જેને ત્યાં સામ્રાજ્યનો અખંડ દીપક પ્રકાશમાન હતો; જેને શિરે મહાન છ ખંડની પ્રભુતાનો તેજસ્વી અને ચળકાટમાન મુકુટ વિરાજિત હતો. કહેવાનો હેતુ કે જેનાં દળનો, જેના નગર-પુરપાટણનો, જેના વૈભવનો અને જેના વિલાસનો સંસાર સંબંઘે કોઈ પણ પ્રકારે ન્યૂનભાવ નહોતો એવો તે શ્રીમાન રાજરાજેશ્વર ભરત પોતાના સુંદર આદર્શ-ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનોહર સિંહાસન પર બેઠો હતો. ચારે બાજુનાં દ્વાર ખુલ્લાં હતાં; નાના પ્રકારના ધૂપનો ધૂમ્ર સૂક્ષ્મ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળા વડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ, મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામ્યો.
એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણી ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ. નવ આંગળીઓ વીંટી વડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનોહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્ભુત મૂળોત્તર વિચારની પ્રેરણા થઈ. શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશોભ્ય દેખાઈ; વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું, વળી ચોથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધો; એમ અનુક્રમે દર્શ આંગળીઓ અડવી કરી મૂકી; અડવી થઈ જવાથી સઘળીનો દેખાવ અશોભ્ય દેખાયો. અશોભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદ્ગદિત થઈ એમ બોલ્યો :–
“અહોહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે મારી આંગળી સુંદર દેખાઈ; એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીઘો; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશોભ્ય
૧૫
Page #22
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોથ-અન્યત્વભાવના
જણાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ ઠર્યું કે? જો વીંટી હોત તો તો એવી
અશોભા હું ન જોત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શોભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા!મારી આ મનાતી મનોહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર તે મણિ માણિક્યાદિના અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા ઢાંકી સુંદરતા દેખાડે છે; અહોહો! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર તે માત્ર ત્વચા વડે, તે ત્વચા કાંતિ વડે અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શોભે છે. ત્યારે શું મારા શરીરની તો કંઈ શોભા નહીં જ કે? રુધિર, માંસ, અને હાડનો જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ!કેવી ભ્રમણા! અને કેવી વિચિત્રતા છે!કેવળ હું પરપુદ્ ગલની શોભાથી શોભું છું. કોઈથી રમણીકતા ઘરાવતું શરીર તે મારે મારું કેમ માનવું? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે.
- આ મારા આત્માનો એ શરીરથી એક કાળે વિયોગ છે! આત્મા જ્યારે બીજા દેહને ઘારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છું કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેનો એક કાળે વિયોગ થવાનો છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણું શું રાખવું? એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનું થવું શું ઉચિત છે? નહીં નહીં, એ જ્યારે મારી નહીં ત્યારે હું એનો નહીં, એમ વિચારું, દ્રઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેકબુદ્ધિનું તાત્પર્ય છે. - આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી; તે વસ્તુ તે મારી ન થઈ; તો પછી બીજી કઈ વસ્તુ મારી હોય? અહો! હું બહુ ભૂલી ગયો. મિથ્યા મોહમાં લથડી પડ્યો. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ, એ મારાં નથી. એમાંનું લેશમાત્ર પણ મારું નથી. એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓનો ઉપભોગ લઉં છું, તે ભોગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે બીજી મારી માનેલ વસ્તુ–સ્નેહી, કુટુંબી ઇત્યાદિક—મારાં શું થનાર હતાં? નહીં, કંઈ જ નહીં. એ મમત્વભાવ મારે જોઈતો નથી! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી! હું એનો નહીં અને એ મારાં નહીં! પુણ્યાદિક સાથીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે? છેવટે એ સઘળાંનો વિયોગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા છે તે મારા આત્માએ ભોગવવાં જ કે? તે પણ એકલાએ જ કે? એમાં કોઈ સહિયારી નહીં જ કે? નહીં નહીં. એ અન્યત્વ-ભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માનો અનૂહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભોક્તા કરું એ જેવું કર્યું અજ્ઞાન છે? એવી કઈ ભ્રમણા છે? એવો કયો અવિવેક છે? ત્રેસઠ શલાકા પુરુષોમાંનો
૧૬
Page #23
--------------------------------------------------------------------------
________________
સંગીત, નૃત્ય નાટક
સ્ત્રીધન
હજારો ઘોડા
હજારો હાથી
રાજાધિરાજ ભરતેશ્વર
ભરત મહારાજાની અરીસાભવનમાં વીંટી સરી પડતાં
પુત્રપરિવાર
ઊંડી વિચારણા વડે કેવળજ્ઞાન
ભરતેશ્વર કેવળજ્ઞાની
૧૭
છ ખંડના અધિપતિ ભરતેશ્વર
addedens
ધન
ભરતેશ્વર કેશ લોચ
COCO
ඛ
Page #24
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોથ-અન્યત્વભાવના
હું એક ગણાયો; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ
બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોનો, એ અમદાઓનો, એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખનો મારે કશો અનુરાગ નથી! મમત્વ નથી !' - વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિરપટ ટળી ગયું. શુક્લ-ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં!!! મહા દિવ્ય અને સહસ્ત્ર-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલોચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યો; અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વદર્શી થઈ, ચતુર્ગતિ, ચોવીશ દંડક, તેમજ આધિ વ્યાધિ અને ઉપાધિથી વિરક્ત થયો. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું; અને તે નિરંતર સ્તવવા યોગ્ય પરમાત્મા થયો.
પ્રમાણશિક્ષા :- એમ એ છ ખંડનો પ્રભુ, દેવના દેવ જેવો, અઢળક સામ્રાજ્યલક્ષ્મીનો ભોક્તા, મહાયુનો ઘણી, અનેક રત્નની યુક્તતા ઘરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શભુવનને વિષે કેવળ અન્યત્વભાવના ઊપજવાથી શુદ્ધ વિરાગી થયો!
ખરેખર ભરતેશ્વરનું મનન કરવા યોગ્ય ચરિત્ર સંસારની શોકાર્તતા અને ઔદાસીયતાનો પૂરેપૂરો ભાવ, ઉપદેશ અને પ્રમાણ દર્શિત કરે છે. કહો! એને ત્યાં કઈ ખામી હતી? નહોતી એને ત્યાં નવયૌવના સ્ત્રીઓની ખામી, કે નહોતી રાજરિદ્ધિની ખામી, નહોતી વિજયસિદ્ધિની ખામી, કે નહોતી નવનિધિની ખામી, નહોતી પુત્ર-સમુદાયની ખામી, કે નહોતી કુટુંબ-પરિવારની ખામી, નહોતી રૂપકાંતિની ખામી, કે નહોતી યશસ્કીર્તિની ખામી.
આગળ કહેવાઈ ગયેલી તેની રિદ્ધિનું એમ પુનઃ સ્મરણ કરાવી પ્રમાણથી શિક્ષાપ્રસાદીનો લાભ આપીએ છીએ કે, ભરતેશ્વરે વિવેકથી અન્યત્વના સ્વરૂપને જોયું, જાણ્યું અને સર્પકંચુકવતુ સંસાર પરિત્યાગ કરી તેનું મિથ્યા મમત્વ સિદ્ધ કરી આપ્યું. મહાવૈરાગ્યની અચળતા, નિર્મમત્વતા, અને આત્મ-શક્તિનું પ્રફુલ્લિત થવું, આ મહાયોગીશ્વરના ચરિત્રમાં રહ્યું છે.
એક પિતાના સો પુત્રમાં નવાણું આગળ આત્મસિદ્ધિને સાઘતા હતા. સોમા આ ભરતેશ્વરે સિદ્ધિ સાથી. પિતાએ પણ એ જ સિદ્ધિ સાથી. ભરતેશ્વરી-રાજ્યસન-ભોગીઓ ઉપરા-ઉપરી આવનાર એ જ આદર્શભુવનમાં તે જ સિદ્ધિ પામ્યા કહેવાય છે. એ સકળ સિદ્ધિસાધક મંડળ અન્યત્વને જ સિદ્ધ કરી એત્વમાં પ્રવેશ કરાવે છે. અભિવંદન હો તે પરમાત્માઓને!
| (શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા,
જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્ય ભાવે યથા. વિશેષાર્થ – પોતાની એક આંગળી અડવી દેખીને વૈરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છોડીને જેણે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ઘારણ કરીને આ
૧૮
Page #25
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવના-સનત્કુમાર ચક્રવર્તી
ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ!
ભાવનાબોઘ’ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.
પંચમ ચિત્ર અશુચિ ભાવના
(ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ;
કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. વિશેષાર્થ:- મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ઘામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર! ' એ ભગવાન સનકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે.
સનકુમાર ચક્રવર્તી દ્રષ્ટાંત:- જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનકુમાર ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુઘર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતુ કુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખળથી ભર્યો હતો. તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ઘુણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્ કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું
જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
સનકુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારો ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ
૧૯
Page #26
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-અશુચિ ભાવના
પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન
પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વઘાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે? તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિ- આકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી. આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળાએ ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ ઘૂંકો; તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે. - સનસ્કુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી; પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંઘીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાદુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઇચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાઘુ બોલ્યા, “હે વૈદ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ છો રહ્યો.” દેવતાએ કહ્યું : એ રોગ ટાળવાની સમર્થતા હું ઘરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્ય; ઘન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો.
પ્રમાણશિક્ષા :- રક્તપિત્ત જેવા સદેવ લોહીપથી ગદ્ગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે; પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે; જેના પ્રત્યેક રોમે પોણાબબ્બે રોગનો નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે; અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંઘારણ ટક્યું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે; તે કાયાનો મોહ ખરે! વિભ્રમ જ છે! સનત્કુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર! તું શું મોહે છે? “એ મોહ મંગળદાયક નથી.'
આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની
૨૦
Page #27
--------------------------------------------------------------------------
________________
સનકુમાર ચક્રવર્તી
VA
MAYAW
બ્રાહ્મણોને રાજાનું રૂપ જોઈ આનંદ
રાજસભામાં દેવરૂપે આવેલ બ્રાહ્મણોએ બતાવેલ અનાનંદ
સનત્કુમારે લીઘેલ દીક્ષા
વૈદ્યરૂપે આવી દેવે પરીક્ષા કરી
૨૧
Page #28
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ-નિવૃત્તિ બોઘ
સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર
વ્યાખ્યાન આપ્યું છે. આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી. પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો? એ બિચારાએ તો એક પૂંછડું પણ વઘારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છે : વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેઘાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ છે. એન સ્વભાવમાં અન્યત્વ નથી.
| ‘ભાવનાબોઘ’ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનત્કુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં.
અંતર્દર્શન : ષષ્ઠચિત્ર નિવૃત્તિ બોઘ
(નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા!
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા!! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે! નિહાળ તું;
નિવૃત્તિ શીઘ્રમેવ ઘારી તે પ્રવૃત્તિ બાળ તું. વિશેષાર્થ :- જેમાં એકાંત અને અનંત સુખના તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે; અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારો પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહો ચેતન! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળ રે ! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ઘારણ કર, અને મિથ્યા કામભોગની પ્રવૃત્તિને બાળી દે! - એવી પવિત્ર મહા નિવૃત્તિને દ્રઢીભૂત કરવા ઉચ્ચ વિરાગી યુવરાજ મૃગાપુત્રનું મનન કરવા યોગ્ય ચરિત્ર અહીં આગળ પ્રત્યક્ષ છે. કેવા દુઃખને સુખ માન્યું છે ? અને કેવા સુખને દુઃખ માન્યું છે? તાદ્રશ તે યુવરાજનાં મુખવચન સિદ્ધ કરશે.
મૃગાપુત્રા દ્રષ્ટાંત :- નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક
Page #29
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્ર
સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસન પર બલભદ્ર એ નામે એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બળશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા યોગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દોગંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિઘ રત્નથી પ્રાસાદનો પટશાળ જડિત હતો. એક દિવસને સમયે તે કુમાર પોતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાંથી નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એત્વને પામતા હતા એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મળ્યા છે ત્યાં તેની દ્રષ્ટિ દોડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ઘામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નીરખી નીરખીને જુએ છે.
એ નિરીક્ષણ ઉપરથી તે એમ બોલ્યા : હું જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે. અને એમ બોલતાં બોલતાં તે કુમાર શોભનિક પરિણામને પામ્યા. મોહપટ ટળ્યું ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની સ્મૃતિ ઊપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભોક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતાપિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુઃખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયો છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજનો! મને તે પાંચ મહાવ્રત ઘારણ કરવાની અનુજ્ઞા દો.” - કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચનો સાંભળીને માતા-પિતાએ ભોગ ભોગવવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ-વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહો માત! અને અહો તાત! જે ભોગોનું તમે મને આમંત્રણ કરો છો તે ભોગ મેં ભોગવ્યા. તે ભોગ વિષફળ–કિંપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભોગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદૈવ દુઃખોત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખનો હેતુ છે; રોગ, જરા, અને ક્લેશાદિકનું એ શરીર ભાજન છે; એ શરીરને વિષે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેનો નિયમ નથી, એ શરીર પાણીના ફીણના બુબુદ જેવું છે એવા શરીરને વિષે સ્નેહ કેમ યોગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જ્વર વગેરે વ્યાધિને તેમજ જરામરણને વિષે ગ્રહાવું રહ્યું છે. તેમાં હું કેમ પ્રેમ બાંધું?
જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રોગનું દુઃખ, મરણનું દુઃખ; કેવળ દુઃખના હેતુ સંસારને વિષે છે. ભૂમિ, ક્ષેત્ર, આવાસ, કંચન, કુટુંબ, પુત્ર, પ્રમદા, બંધવ, એ સકળને છાંડીને માત્ર ફ્લેશ પામીને
૨૩
Page #30
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોથ-નિવૃત્તિબોઘ
આ શરીરથી અવશ્યમેવ જવું છે. જેમ કિંપાકવૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક
નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહા પ્રવાસને વિષે અન્નજળ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુઘાતૃષાએ કરીને દુઃખી થાય તેમ ઘર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય, જન્મજરાદિકની પીડા પામે. મહા પ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ સુઘાતૃષાથી રહિત થઈ સુખને પામે, એમ ઘર્મનો આચરનાર પુરુષ પરભવ પ્રત્યે પરવરતાં સુખને પામે; અલ્પ કર્મરહિત હોય; અશાતા વેદનીય રહિત હોય. હે ગુરુજનો! જેમ કોઈ ગૃહસ્થનું ઘર પ્રજવલિત થાય છે, ત્યારે તે ઘરનો ઘણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીર્ણ વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લોક બળતો દેખીને જીર્ણ વસ્ત્રરૂપ જરામરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપો એટલે હું) તારીશ.” - મૃગાપુત્રનાં વચન સાંભળીને શોકાર્ત થયેલાં એનાં માતાપિતા બોલ્યાં, “હે પુત્ર! આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ઘરવા પડે છે, રાખવા પડે છે, યત્નાથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખવો પડે છે; સંયતિને પોતાના આત્મા ઉપર અને પરાત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે; અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે. એવું એ પ્રાણાતિપાતવિરતિ પ્રથમ વ્રત, જીવતાં સુઘી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે. સંયતિને સદેવકાળ અપ્રમાદપણાથી મૃષા વચનનું વર્જવું, હિતકારી વચનનું ભાખવું, એવું પાળતાં દુષ્કર બીજું વ્રત અવઘારણ કરવું પડે છે. સંયતિને દાંત શોઘનાને અર્થે એક સળીનું પણ અદત્ત વર્જવું, નિરવદ્ય અને દોષરહિત ભિક્ષાનું આચરવું, એવું પાળતાં દુષ્કર ત્રીજું વ્રત અવધારણ કરવું પડે છે. કામભોગના સ્વાદને જાણવા અને અબ્રહ્મચર્યનું ઘારણ કરવું તે ત્યાગ કરીને બ્રહ્મચર્યરૂપ ચોથું વ્રત સંયતિને અવધારણ કરવું તેમજ પાળવું બહુ દુર્લભ છે. ઘન, ઘાન્ય, દાસનાં સમુદાય, પરિગ્રહ મમત્વનું વર્જન, સઘળા પ્રકારના આરંભનો ત્યાગ, કેવળ એ નિર્મમત્વથી પાંચમું મહાવ્રત સંયતિને ઘારણ કરવું અતિ વિકટ છે. રાત્રિભોજનનું વર્જન, ધૃતાદિક પદાર્થનું વાસી રાખવાનું ત્યાગવું, તે અતિ દુષ્કર છે. | હે પુત્ર! તું ચારિત્ર ચારિત્ર શું કરે છે? ચારિત્ર જેવી દુઃખપ્રદ વસ્તુ બીજી કઈ છે? શુઘાના પરિષહ સહન કરવા; તૃષાના પરિષહ સહન કરવા; ટાઢના પરિષહ સહન કરવા; ઉષ્ણ તાપના પરિષહ સહન કરવા; ડાંસ મચ્છરના પરિષહ સહન કરવા; આક્રોશના પરિષહ સહન કરવા; ઉપાશ્રયના પરિષહ સહન કરવા; તૃણાદિક સ્પર્શના પરિષહ સહન કરવા; મેલના પરિષહ સહન કરવા; નિશ્ચય માન કે હે પુત્ર! એવું ચારિત્ર કેમ પાળી શકાય? વઘના પરિષહ, બંઘના પરિષહ કેવા વિકટ છે? ભિક્ષાચરી કેવી દુર્લભ છે? યાચના કરવી કેવી દુર્લભ છે ? યાચના કરવા છતાં ન પમાય એ અલાભપરિષહ કેવો દુર્લભ છે? કાયર પુરુષના હૃદયને ભેદી નાખનારું કેશલોચન કેવું વિકટ છે? તું વિચાર કર, કર્મવૈરી પ્રતિ રૌદ્ર એવું બ્રહ્મચર્ય વ્રત કેવું દુર્લભ છે? ખરે! અધીર આત્માને એ સઘળાં અતિ અતિ વિકટ છે.
પ્રિય પુત્ર! તું સુખ ભોગવવાને યોગ્ય છે. અતિ રમણીય રીતે નિર્મળ સ્નાન કરવાને તારું
Page #31
--------------------------------------------------------------------------
________________
માતાપિતા પાસે દીક્ષાની માગણી
મૃગાપુત્ર
મૃગાપુત્ર દેવતાઈ સુખ ભોગવે છે
૨૫
મોક્ષગમન
.
રસ્તા ઉપર મુનિને નીરખી-નીરખીને જોઈ રહ્યા છે.
મુનિ પાસે દીયા ર
Page #32
--------------------------------------------------------------------------
________________
ભાવનાબોઘ - નિવૃત્તિ બોઘ
સુકુમાર શરીર યોગ્ય છે. પ્રિય પુત્ર! નિશ્ચય તું ચારિત્ર પાળવાને સમર્થ નથી.
જીવતાં સુઘી એમાં વિસામો નથી. સંયતિના ગુણનો મહા સમુદાય લોઢાની પેઠે બહુ ભારે છે. સંયમનો ભાર વહન કરવો અતિ અતિ વિકટ છે. આકાશગંગાને સામે પૂરે જવું જેમ દોહ્યલું છે, તેમ યૌવનવયને વિષે સંયમ મહા દુષ્કર છે. પ્રતિસ્ત્રોત જવું જેમ દુર્લભ છે, તેમ યૌવનને વિષે સંયમ મહા દુર્લભ છે. ભુજાએ કરીને જેમ સમુદ્ર તરવો દુર્લભ છે, તેમ સંયમ ગુણસમુદ્ર તરવો યૌવનમાં મહા દુર્લભ છે. વેળુનો કવળ જેમ નીરસ છે, તેમ સંયમ પણ નીરસ છે. ખગઘારા પર ચાલવું જેમ વિકટ છે, તેમ તપ આચરવું મહા વિકટ છે. જેમ સર્પ એકાંત દ્રષ્ટિથી ચાલે છે, તેમ ચારિત્રમાં ઈર્યાસમિતિ માટે એકાંતિક ચાલવું મહા દુર્લભ છે. હે પ્રિય પુત્ર! જેમ લોઢાના જવ ચાવવા દુર્લભ છે, તેમ સંયમ આચરતાં દુર્લભ છે. જેમ અગ્નિની શિખા પીવી દુર્લભ છે, તેમ યૌવનને વિષે યતિપણું અંગીકાર કરવું મહા દુર્લભ છે. કેવળ મંદ સંઘયણના ઘણી કાયર પુરુષે યતિપણું પામવું તેમ પાળવું દુર્લભ છે. જેમ ત્રાજવે કરી મેરુ પર્વત તોળવો દુર્લભ છે, તેમ નિશ્ચળપણાથી, નિઃશંકતાથી દશવિધિ યતિધર્મ પાળવો દુષ્કર છે. ભુજાએ કરી સ્વયંભૂરમણ સમુદ્ર જેમ તરવો દુષ્કર છે, તેમ જે નથી ઉપશમવંત તેને ઉપશમરૂપી સમુદ્ર તરવો દોહ્યલો છે. | હે પુત્ર! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ એ પાંચ પ્રકારે મનુષ્ય સંબંધી ભોગ ભોગવીને ભુક્તભોગી થઈને વૃદ્ધપણામાં તું ઘર્મ આચરજે.”
માતાપિતાનો ભોગસંબંધી ઉપદેશ સાંભળીને તે મૃગાપુત્ર માતાપિતા પ્રત્યે એમ બોલી ઊઠ્યા :
વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળવો કંઈયે દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતારૂપે અનંત વાર સહી છે, ભોગવી છે. મહા દુઃખથી ભરેલી, ભયને ઉપજાવનારી અતિ રૌદ્ર વેદના આ આત્માએ ભોગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ઘામ છે. ચતુર્ગતિરૂપ સંસારાટવીમાં ભમતાં અતિ રૌદ્ર દુઃખો મેં ભોગવ્યાં છે. હે ગુરુજનો! મનુષ્યલોકમાં જે અગ્નિ અતિશય ઉષ્ણ મનાયો છે, તે અગ્નિથી અનંતગણી ઉષ્ણ તાપવેદના નરકને વિષે આ આત્માએ ભોગવી છે. મનુષ્ય લોકમાં જે ટાઢ અતિ શીતળ મનાઈ છે, એ ટાઢથી અનંતગણી ટાઢ નરકને વિષે અશાતાએ આ આત્માએ ભોગવી છે. લોહમય ભાજન, તેને વિષે ઊંચા પગ બાંધી નીચું મસ્તક કરીને દેવતાએ વૈક્રિય કરેલા ધૃવાર્ફવા બળતા અગ્નિમાં આક્રંદ કરતાં, આ આત્માએ અયુગ્ર દુઃખ ભોગવ્યાં છે. મહા દવના અગ્નિ જેવા મરુ દેશમાં જેવી વેળુ છે તે વેળ જેવી વજમય વેળુ કદંબ નામે નદીની વેળુ છે, તે સરખી ઉષ્ણ વેળુને વિષે પૂર્વે મારા આ આત્માને અનંત વાર બાળ્યો છે. | આક્રંદ કરતાં પચવાના ભાજનને વિષે પચવાને અર્થે મને અનંતી વાર નાખ્યો છે. નરકમાં મહા રૌદ્ર પરમાઘામીઓએ મને મારા કડવા વિપાકને માટે અનંતી વાર ઊંચા વૃક્ષની શાખાએ બાંધ્યો હતો. બંઘવ રહિત એવા મને લાંબી કરવતે કરીને છેડ્યો હતો. અતિ તીક્ષ્ણ કંટકે કરીને વ્યાસ ઊંચા શાલ્મલિ વૃક્ષને વિષે બાંધીને મહા ખેદ પમાડ્યો હતો. પાશ કરીને બાંધી આઘોપાછો
૨૬
Page #33
--------------------------------------------------------------------------
________________
મૃગાપુત્રનો માતાપિતા સાથે સંવાદ
ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીઘો, શબલનામા પરમાઘામીએ તે શ્વાનરૂપે મને ભોંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતો હતો.
વિકરાળ ખગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીઘો હતો. નરકમાં પાપકર્મ જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રોઝની પેઠે પરાણે મને જોતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભોગવતો હતો. ઢંકગીઘ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ઘાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. જેનાં પાંદડાં તીવ્ર ખગની ઘાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતો. મુદુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ઘારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેડ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યો હતો.
પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાઘામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સીંચાણારૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હણ્યો હતો. ફરશી ઇત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેઠે કૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુરાદિકના પ્રહાર વતી લોહકાર જેમ લોહને ટીપે તેમ મને પૂર્વ કાળે પરમાઘામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌદ્રતાથી તે પરમાઘામીઓ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણી અઘિક અશાતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાવેદની મેં ભોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.”
એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર-પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં
૨૭
Page #34
--------------------------------------------------------------------------
________________ ભાવનાબોઘ - નિવૃત્તિબોઘ જનકજનેતા એમ બોલ્યાં કે, “હે પુત્ર! જો તારી ઇચ્છા દીક્ષા લેવાની છે તો દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગોત્પત્તિ વેળા વૈદક કોણ કરશે? દુઃખનિવૃત્તિ કોણ કરશે? એ વિના બહુ દોહ્યલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારો કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે છે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સદશ ભેદે શુદ્ધ સંયમનો અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગનો ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે?” એમ પુનઃ કહી તે બોલ્યા કે “કોણ તે મૃગને ઔષઘ દે છે? કોણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે? કોણ તે મૃગને આહારજળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી ગહનવને જ્યાં સરોવર હોય છે ત્યાં જાય છે, તૃણ પાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચરીશ. સારાંશ, એ રૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતો યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એવો સંયમ હું આચરીશ.” “વં પુત્તા નહીસુવું–હે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરો!” એમ માતાપિતાએ અનુજ્ઞા આપી. - અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમઘર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાસંબંધીના પરિત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડ્યા. પવિત્ર પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુણ્યાનુગુમ થયા. બાહ્યાભંતરે દ્વાદશ તપથી સંયુક્ત થયા. મમત્વ રહિત થયા. નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એનો સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઊપજો કે દુઃખ, જીવિતવ્ય હો કે મરણ હો, કોઈ સ્તુતિ કરો કે કોઈ નિંદા કરો, કોઈ માન દો કે કોઈ અપમાન દો, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહંપદથી તે વિરક્ત થયા. મનદંડ, વચનદંડ અને તનદંડ નિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય, નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સસ મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શોકથી તે નિવર્યા. નિદાન રહિત થયા; રાગદ્વેષરૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા; કરવાલથી કોઈ કાપે અને કોઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રૂંધ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ઘર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક પ્રકારથી ઘણાં વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની 28