________________
મૃગાપુત્રનો માતાપિતા સાથે સંવાદ
ખેંચવે કરી મને અતિ દુઃખી કર્યો હતો. મહા અસહ્ય કોલુને વિષે શેલડીની પેઠે આક્રંદ કરતો હું અતિ રૌદ્રતાથી પીડાયો હતો. એ ભોગવવું પડ્યું તે માત્ર મારાં અશુભ કર્મના અનંતી વારના ઉદયથી જ હતું. શ્વાનને રૂપે સામનામા પરમાધામીએ કીઘો, શબલનામા પરમાઘામીએ તે શ્વાનરૂપે મને ભોંય પર પાડ્યો; જીર્ણ વસ્ત્રની પરે ફાડ્યો; વૃક્ષની પરે છેદ્યો; એ વેળા હું અતિ અતિ તરફડતો હતો.
વિકરાળ ખગે કરી, ભાલાએ કરી, તથા બીજા શસ્ત્ર વડે કરી મને તે પ્રચંડીઓએ વિખંડ કીઘો હતો. નરકમાં પાપકર્મ જન્મ લઈને વિષમ જાતિના ખંડનું દુઃખ ભોગવ્યામાં મણા રહી નથી. પરતંત્રે કરી અનંત પ્રજ્વલિત રથમાં રોઝની પેઠે પરાણે મને જોતર્યો હતો. મહિષની પેઠે દેવતાના વૈક્રિય કરેલા અગ્નિમાં હું બળ્યો હતો. ભડથું થઈ અશાતાથી અત્યગ્ર વેદના ભોગવતો હતો. ઢંકગીઘ નામના વિકરાળ પક્ષીઓની સાણસા સરખી ચાંચથી ચૂંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતો હતો. તૃષાને લીધે જલપાનનું ચિંતન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છરપલાની ઘાર જેવું અનંત દુઃખદ પાણી પામ્યો હતો. જેનાં પાંદડાં તીવ્ર ખગની ઘાર જેવાં છે, મહા તાપથી જે તપી રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યો હતો, ત્યાં આગળ પૂર્વકાળે મને અનંત વાર છેદ્યો હતો. મુદુગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂલથી કરી, મુશળથી કરી, તેમજ ગદાથી કરીને મારાં ગાત્ર ભાંગ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યો હતો. વસ્ત્રની પેઠે મને છરપલાની તીક્ષ્ણ ઘારે કરી, પાળીએ કરી અને કાતરણીએ કરીને કાપ્યો હતો. મારા ખંડોખંડ કટકા કર્યા હતા. મને તીરછો છેડ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી. એમ હું અનંત દુઃખ પામ્યો હતો.
પરવશતાથી મૃગની પેઠે અનંત વાર પાશમાં હું સપડાયો હતો. પરમાઘામીએ મને મગરમચ્છરૂપે જાળ નાંખી અનંત વેળા દુઃખ આપ્યું હતું. સીંચાણારૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંત વાર મને હણ્યો હતો. ફરશી ઇત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંત વાર વૃક્ષની પેઠે કૂટીને મારા સૂક્ષ્મ છેદ કર્યા હતા. મુરાદિકના પ્રહાર વતી લોહકાર જેમ લોહને ટીપે તેમ મને પૂર્વ કાળે પરમાઘામીઓએ અનંતી વાર ટીપ્યો હતો. તાંબું, લોઢું અને સીસું અગ્નિથી ગાળી તેનો કળકળતો રસ મને અનંત વાર પાયો હતો. અતિ રૌદ્રતાથી તે પરમાઘામીઓ મને એમ કહેતા હતા કે, પૂર્વભવમાં તને માંસ પ્રિય હતું તે લે આ માંસ. એમ મારા શરીરના ખંડોખંડ કટકા મેં અનંતી વાર ગળ્યા હતા. મદ્યની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડ્યું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદના ભોગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળસ્થિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભોગવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણી અઘિક અશાતાવેદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાવેદની મેં ભોગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.”
એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર-પરિભ્રમણ-દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં
૨૭