Book Title: Drushtant Kathao
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 25
________________ અશુચિ ભાવના-સનત્કુમાર ચક્રવર્તી ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જેવો જોઈએ તેવો વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાનીપુરુષનાં મનને રંજન કરનાર થાઓ! ભાવનાબોઘ’ ગ્રંથે અન્યત્વભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના ચતુર્થ ચિત્રમાં ભરતેશ્વરનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. પંચમ ચિત્ર અશુચિ ભાવના (ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. વિશેષાર્થ:- મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ઘામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર! ' એ ભગવાન સનકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે. સનકુમાર ચક્રવર્તી દ્રષ્ટાંત:- જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનકુમાર ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુઘર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતુ કુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખળથી ભર્યો હતો. તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ઘુણાવ્યું? દેવોએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનત્ કુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદ્ભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું; એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનકુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારો ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ ૧૯

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34